સ્વર – પ્રફુલ દવે, ઉષા મંગેશકર અને કોરસ
સંગીત – ગૌરાંગ વ્યાસ
ગીત – કેશવ રાઠોડ
ગુજરાતી ફીલમ – ચોરી ના ફેરા ચાર (૧૯૭૯)
This text will be replaced
બોલે છે ઝીણા ઝીણા મોર, રે મધુવન
બોલે છે ઝીણા ઝીણા મોર….
હો મીઠું રે મીઠું બોલે રે મોરલો,
હાલો કાપે મારા કાળજાની કોર રે મધુવન
બોલે છે ઝીણા ઝીણા મોર….
હે દલનાં વેપારી અમે દલડા રે વેચીએ,
હે હાલો ચિત્તડા કેરા છો તમે ચોર રે મધુવન,
બોલે છે ઝીણા ઝીણા મોર….
સંગે રે રમશું ને સંગે રે ભમશું,
હે હાલો જોબનીયું ઝાકમઝોળ રે મધુવન,
બોલે છે ઝીણા ઝીણા મોર….
Share what you loved...

Email
અતિ સુન્દર્
khub gamyu..
આ રુતુનું મજાનું ગીત. આભાર.
મીરાબાઈનું ‘રાજા તારા ડુંગરિયા પર …’ ભક્તિપદ યાદ આવી ગયું. પંડિત ઓમકારનાથજીના શિષ્ય શ્રી અતુલ દેસાઈના કંઠે એ બહુ સરસ રીતે ગવાયું છે.
કેસુડા.કોમ પર વર્ષો પહેલા સાંભળ્યું હતું. અત્યારે યોગ્ય ફોન્ટ વગર વાંચી નહીં શકાય પણ ગ્રામોફોનના સિમ્બોલ પર ક્લિક કરવાથી રિયલ પ્લેયર વડે સાંભળી શકાશે.
http://kesuda.com/mag09/song01.htm
જયશ્રી જો એને ફરી રેકોર્ડ કરી મૂકી શકે તો મઝા પડે.
very nice song
and has beautiful meaning and words
tx 4 sharing
all the best
nisha patel
[london]
Bole chhe zina zina mor, khubaj mithu surilu geet,varmvar sambhadva nu dil thay,thakyou sooooooooooooo much.
પ્રિય જયશ્રીબહેન
ગુજરાતી ફિલ્મ નુ એક યુગલ ગીત “રાત છે વરસાદ ની મોસમ મસ્ત છે” આશા ભોસલે અને મહેન્દ્ર કપુરજી એ ગાયેલુ સામ્ભળવા મળે ?
આપ નો ખુબ આભાર…
Pingback: રાજા તારા ડુંગરિયા પર - મીરાંબાઈ | ટહુકો.કોમ