આંબે આવ્યા મ્હોર ! – ડો. દિનેશ ઓ. શાહ

આજે કવિ ડો. દિનેશ શાહને એમના ૭૨મા જન્મદિંવસે ખૂબ ખૂબ શુભેચ્છાઓ…
સાથે સાંભળીએ એમનું આ સુંદર ગીત…..”આંબે આવ્યા મ્હોર…”

અને હા.. ગીતની પ્રસ્તાવના લઇને આવનાર છે વ્હાલા કવિ મુકેશ જોષી..!!

સ્વર : ઉદય મઝુમદાર, રેખા ત્રિવેદી
સંગીત : ઉદય મઝુમદાર

YouTube Preview Image

(in case you are unable to view this video, double click on the video to go to You Tube)

કોણે વાવ્યા’તા વૃક્ષ કેરીના, કોણે નાખ્યા’તા ખાતર ખોર ?
કોણે સિંચ્યા’તા નીર બપોરે, ભર ઉનાળે નાચ્યા’તા મોર !
આજ મારે આંબે આવ્યા મ્હોર !

હરખે મલકે કેરિયું નાની, ઝુલે ડોલમ ડોલ
એની સુગંધનો દરિયો ઉછળે, આજે છોળમ છોળ !
આજ મારે આંબે આવ્યા મ્હોર !

મ્હોરમાંથી મારી કેરીયું થાશે, ને કોયલ કરશે કલશોર !
ગાડાં ભરી ઘેર કેરિયું જાશે, મારા હૈયાની ભીંજશે કોર !
આજ મારે આંબે આવ્યા મ્હોર !

જીવતર મારું કેરીનું ગાડું, હંકારુ ખેતરથી ઘરની કોર
કોણે વાવી’તી ને કોણ રે ખાશે, કોણે ખેંચ્યા’તા કુવે દોર ?
આજ મારે આંબે આવ્યા મ્હોર !

અમરત સમ રસ પીવે સૌએ, મન મારું કરે કલશોર !
વાવવા મારે આંબા આ ભવમાં,કાલે સૌ થાશે ભાવ વિભોર !
આજ મારે આંબે આવ્યા મ્હોર !

– ડો. દિનેશ ઓ. શાહ

(શબ્દો માટે આભાર – ગુજરાતી સાહિત્ય સરિતા)

17 replies on “આંબે આવ્યા મ્હોર ! – ડો. દિનેશ ઓ. શાહ”

 1. Kamlesh says:

  સરસ, કવિ શ્રી દિનેશ શાહ, અભિનંદન.
  કમલેશ,ટોરોન્ટો ( નડિયાદ)

 2. જયશ્રીબેન,
  આંબે આવ્યા મ્હોર ! – ડો. દિનેશ ઓ. શાહ By Jayshree, on March 31st, 2010 in Video, ઉદય મઝુમદાર , ગીત , ટહુકો , ડો. દિનેશ શાહ , રેખા ત્રિવેદી. દ્રશ્ય સાથે શ્રાવ્ય સુદર રજુઆત. એક કડી મુકી પણ ગમ્યું. ગીતના શબ્દો ને કેરીની મોસમ નો આ વખણવા લાયક સંગમ ખુબ ગમ્યો. દરેકને ખુબ ખુબ અભિનંદન.
  ચન્દ્રકાન્ત લોઢવિયા.

 3. mahendra "aakar" says:

  ઍક દિવસ વહેલા જન્મેલા દિનેશબભૈ ને ખુબ ખુબ અભિનન્દન્ કવિતા એ કેરિનો આસ્વદ નિ મોજ કરાવિ.

 4. સરસ લયબધ્ધ ગીત છે. હા જોકે હવે આંબા પર મોર નહી પણ મીઠી મીઠી કેરી કટકે છે.!!!!!!

 5. chandrika says:

  બહુ મઝા આવી સાંભાળવાની.અને ડો.દિનેશભાઈને મળ્યાની યાદ તાઝી થૈ.
  મમ્મી

 6. vipul acharya says:

  કેસર જેવિ મિથાસ .દિનેશ્ ભાઈ શતમ જિવ શરદ્.વિપુલ આચાર્ય્

 7. ખુબ સરસ…

 8. સુંદર રૂપક કાવ્ય, જીંદગી સાથે જોડીને આંબાની વાત ખૂબજ ભાવ લાવે છે. આનંદ.
  ‘સાજ’ મેવાડા

 9. દિનેશ ભાઈને જન્મ દિન મુબારક્!!!!!!!!!!

 10. કવિશ્રીને જન્મદિનની વધાઈ. રચનાનો કેન્દ્રભાવ ખૂબ સરસ છે.

 11. pragnajuvyas says:

  કવિ ડો. દિનેશ શાહને ૭૨મા જન્મદિંવસે શુભેચ્છાઓ…

  સુંદર ગીત….

  વિડિયો -ગાયકી સ રસ

  અહીં કેરી ખુબ ખાઈએ પણ
  આંબો-મોર જોવાનું ઘણું મન્

 12. Himanshu Bhatt says:

  Great choice Jayshree and best wishes to Dineshbhai. As a person who has dedicated his life to the cause of education, this song serves as a profile song for Dineshbhai as much as the person for whom Dineshbhai had dedicated it (Late Shri. Gokuldas Tejapal). This poem reminds of the central message from Gita as well.

  જીવતર મારું કેરીનું ગાડું, હંકારુ ખેતરથી ઘરની કોર
  કોણે વાવી’તી ને કોણ રે ખાશે, કોણે ખેંચ્યા’તા કુવે દોર ?
  આજ મારે આંબે આવ્યા મ્હોર !

  અમરત સમ રસ પીવે સૌએ, મન મારું કરે કલશોર !
  વાવવા મારે આંબા આ ભવમાં,કાલે સૌ થાશે ભાવ વિભોર !
  આજ મારે આંબે આવ્યા મ્હોર !

 13. Yogesh Shah says:

  I enjoy more than 10 poem on his 72-B’day party arranged at DDU Nadiad. Scientist & Poet miracle combination.

 14. Manish says:

  It is really very nice things to have Dr.Diensh O.Shah at city like Nadiad, He inspired so many people and become a role model for many student & staff member of DDU. Usually many people are taking rest at their retirment life and spenting time in bhajan kiratan etc. But i must say at the age of 72 he is working more than 16 hours in a day, it shows he belive work is workship. He is true followre of karma principle.

  I pray to god he will leave healthy & long life.

  Best wishes,

  Manish Thakker
  Gujarat,INDIA

 15. Upendraroy and Chhaya says:

  When ever,we listen this Song,it is Dear Dineshbhai’s bith day and its celebration !!!
  This is written by His Soul and Sung by His Soul !!!
  God bless!!!

 16. Vipul Dalal says:

  અમે પોલમા એક રમત રમતા હતા, તે યાદ આવેી ગઇ. બે મિત્રો રસ્તા પર પડેલ કેરેીના ગોટલાને લાતો મારેીને ફુટ્બોલ તરેીકે રમતા. આબે આવ્યા મ્હોર કાવ્ય સાભળૈને હવે આ રમેી શકાય? કેરેીના ગોટલાને જોવાનેી આખેી દ્રશ્ટિ બદલાઈ ગઈ. મે જે કેરેી ખાધેી, તેને વાવનારા નેી યાદ આવેી ગઈ. ભલે મે એ વાવનારને જોયા કે ના જોયા હોય, પરન્તુ હવે ગોટલાને લાત મારવાનુ શકય નથેી.

  એક બેીજો અર્થ, ભલે મે શેઠ ગોપલદાસ તેજ્પાલને નથેી જોયા, કે નથેી જોયા માધુરિબેન દેસાઇને, પરન્તુ તેમના સ્પરશથેી હુ વન્ચિત નથેી. તેમનો સ્પર્શ મને થયો, દિનેશભાઇના સન્સર્ગ્થેી. તૈતરેીય ઉપ્નિશદના સન્દરભે કહુ તો શેઠ ગોપલદાસ અને માધુરિબેન પુર્વરુપ છે, હુ ઉત્તરરુપ અને દિનેશભાઇ સન્ધિરુપ.
  હુ ભલે નથેી મળયો મગનલાલ પાનાચ્નન્દ્ને કે સર સયાજેીરાઓ ગાયકવાડને, પરન્તુ તેમણએ બન્ધાવેલ શાળા કે વિશ્વવિધ્યાલયમા તો જરુર ભણ્યો છુ. એ બન્ને મહાનુભવોએ રોપેલા આમ્બાઓનેી કેરેી એટલે હુ.
  દિનેશભાઈના કાવ્યએ મને સમજાવ્યુ કે જ્યારે હુ મારુ ધન્ધાકેીય કૌશલ્ય ઉતરતેી શ્રેણિનુ બતાવુ છુ, ત્યારે હુ
  મગનલાલ પાનાચન્દનેી ઉતરતેી ખાટેી કેરિ છુ, અને જ્યારે મારુ કૌશલ્ય ઉત્તમ હોય છે, ત્યારે હુ આ બન્ને મહાનુભાવોના આમ્બે પાકેલેી મધુર કેરેી છુ. અને ભલે આ બન્ને મહાનુભાવો અહેીયા અમેરિકામા ન હોય, પરન્તુઆજે દુર દરિયા પાર પણ તેમનેી અસન્ખ્ય કેરિઓ ફેલાયેલેી છે.

 17. Darshan Zaveri says:

  Saras chhe.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *