ભીના અવાજના રેશમી હોંકારે કાંઇ પડઘા પડે રે અપાર,
આપણા અધૂરા એક ખોવાયા ગીતના ટહુકા મળે રે માંડ ચાર
ઘૂંટેલા છંદ અને લીલ્લેરા લયમાં હું દરબારી રાગ થઇ જાગું,
વૈરાગી ગીત લઇ વેગીલા શ્હેર પાસે મલ્હારી સૂર કેમ માગું?
અડાબીડ રસ્તાને ભમરાળી ભીડમાં વેરાણાં શમણાં હજાર

શ્રાવણિયા મેળામાં મળશું રે’ કોલ કાલ દીધા ને હાથવેંત છેટા,
ઇચ્છાના રોપવન એવા ઉગ્યાં કે અમે પાન પાન પાન થઇ બેઠાં
ચીતરેલી ઘડીઓના ખોલવા ઉકેલવામાં વીતે આ સાંજ ને સવાર

સુંદર કાવ્ય..
મળવાના કોલ દીધા પછી ,પાન પાન થૈ બેઠા..
ખોવાયા બાદ જડ્વુ ખુબ મુશ્કેલ છે..
Jayshreeben & Team:
If this composition is in raga Darbari, it is a boon for poetry lovers which can be recited like emotions recollected in tranquility.
Please favour us with audio rendition of this poem in raga Darbari subject always to your convenience and availability of time resource.
Yours ardent fan,
Vallabhdas Raichura
Maryland,April 1,2010(Pun unintended)
શ્રાવણિયા મેળામાં મળશું રે’ કોલ કાલ દીધા ને હાથવેંત છેટા,
ઇચ્છાના રોપવન એવા ઉગ્યાં કે અમે પાન પાન પાન થઇ બેઠાં
ચીતરેલી ઘડીઓના ખોલવા ઉકેલવામાં વીતે આ સાંજ ને સવાર
આપણા અધૂરા એક ખોવાયા ગીતના ટહુકા મળે રે માંડ ચાર
સુંદર કાવ્ય..
દેવેન્ શાહ અમારા નજિક્ના સ્નેહિ ચે બાજુમા જ રહે,સરસ ક્રુતિ,માજા થૈ
જિન્દગિ ઇચ્હા ગુન્ચ ઉકેલ શમનુ રાગ વેરાગ્
નુ મિશ્રન
સુન્દર્
ઘૂંટેલા છંદ અને લીલ્લેરા લયમાં હું દરબારી રાગ થઇ જાગું,
વૈરાગી ગીત લઇ વેગીલા શ્હેર પાસે મલ્હારી સૂર કેમ માગું?
અડાબીડ રસ્તાને ભમરાળી ભીડમાં વેરાણાં શમણાં હજાર
આપણા અધૂરા એક ખોવાયા ગીતના ટહુકા મળે રે માંડ ચાર
વાહ્
લયબધ્ધ ગીત
અનુભૂતિની વાત
તમે એકવાર એનામાં ખોવાયા બાદ કદી પોતાની જાતને જડ્યા છો?
ખોવાયા ખોવાયા જેવી,. પળપળને વિસરાવી દેવી;
જીવતેજીવત આમ જીવનમાં કોઈ મરી તો જાણે !
“આપણા અધૂરા એક ખોવાયા ગીતના ટહુકા મળે રે માંડ ચાર”
સરસ….
સુંદર ગીતરચના…
ઇચ્છાના રોપવન એવા ઉગ્યાં કે અમે પાન પાન પાન થઇ બેઠાં
સરસ કાવ્ય છે. આજે તો એપ્રિલ ફૂલ દિવસ છે!!
અભિષેક
http://www.krutesh.info
બહુ સુન્દેર કાવ્ય. મજા આવઈ ગૈ