પ્રિય પપ્પા હવે તો તમારા વગર…. – મુકુલ ચોક્સી

લાડકી દીકરી સાસરે જાય, ત્યારની વિદાયવેળાના ઘણા ગીતો આપણે સાંભળ્યા છે, અને વધુ એવા ગીતો હજુ ટહુકો પર આવશે… પણ આ ગીત થોડુ અલાયદું છે.

અહીં પ્રસ્તુત ગીતમાં એક દીકરી જ્યારે સાસરે ગયા પછી પપ્પાને યાદ કરે છે, તેની વ્યથા છે. મા-બાપ સાથેનો નાતો અનોખો જ હોય છે.. અને તેમાં પણ જ્યારે દીકરી પપ્પાની થોડી વધુ લાડકી હોય.. ત્યારે એને આમ પપ્પાથી દૂર પરદેશે જવાનું વધારે આકરું લાગતું હોય.

આજે ‘ફાધર્સ ડે’ ના દિવસે આ ગીત ખાસ દીકરીઓ અને દીકરીઓના પપ્પાઓ માટે.

Happy Father’s Day, Pappa.

સ્વર : નયના ભટ્ટ
સંગીત : મેહુલ સુરતી

.

પ્રિય પપ્પા હવે તો તમારા વગર
મનને ગમતું નથી, ગામ ફળિયું કે ઘર

આ નદી જેમ હું પણ બહુ એકલી
શી ખબર કે હું તમને ગમું કેટલી

આપ આવો તો પળ બે રહે છે અસર
જાઓ તો લાગે છો કે ગયા ઉમ્રભર

…મનને ગમતું નથી, ગામ ફળિયું કે ઘર …

યાદ તમને હું કરતી રહું જેટલી
સાંજ લંબાતી રહે છે અહીં એટલી

વ્હાલ તમને ય જો હો અમારા ઉપર
અમને પણ લઇને ચાલો તમારે નગર

…મનને ગમતું નથી, ગામ ફળિયું કે ઘર …

115 replies on “પ્રિય પપ્પા હવે તો તમારા વગર…. – મુકુલ ચોક્સી”

 1. pranealkrishna says:

  Just a fabulous song. For all of us who miss our Pappa where ever we are. Thanks for this .

 2. Bharat Oza says:

  ખુબજ સરસ ! ગમિ જાય એવુ.

 3. ashok pawar says:

  dear sir, mane aje dukh thay chhe ke mane balki (chhokri) nathi, banne balako (chhokro) chhe, kharekhar a kavita mane mara dil ne lagi gai chhe, khub saras… ashok pawar.

 4. મુકુલભઆઇના ગિત્મા દિકરિના પિતાનિ લાગનિના દર્સ્ન ક્ર્રાવિયા ખુબ અભાર્

 5. Aa song dwara pita ane dikri na lagni bharya sambandh no ehsas thay chhe. bahu j emotional kari de evu a song chhe.You are genius. Welldone.

 6. Arvind Barot says:

  બહુ જ હૃદયસ્પર્શી ગીત બન્યું છે.મુકુલ ચોકસીની શબ્દરચના,મેહુલ સુરતીનું સ્વર-નિયોજન અને સંગીત- નિયોજન અને નયના ભટ્ટનો મધુર સ્વર-ત્રણેયનો સુંદર સંયોગ થયો છે.રેકોર્ડીંગ કવોલિટી પણ અદભૂત છે.બાપ-દીકરીના હેતનું દર્દ નયના ભટ્ટના અવાજમાં ઘૂંટાઈ ઘૂંટાઈને આવે છે.ગીત બહુ ગમ્યું.

 7. hanskumar says:

  કેટલુ સુન્દર ભાવનામય ગીત છૅ!!
  દિકરી ની લાગણીઑ ખુબ સરસ રીતે દર્શાવી છૅ.

 8. ચંદ઼વદન મણિલાલ મિસ્ત્રી, says:

  બહુ જ હૃદયસ્પર્શી બન્યું છે

 9. kavita says:

  right now i m out of india and i miss my papa as well as my mummy and family. bt i miss my papa most. and so this once for my papa, thank u for d nice song

 10. Uchita says:

  મારા લગ્નને ત્રણ વરસ થઇ ગયા તો પણ આજે પણ આ ગીતે મને રડાવી દીધી….

 11. Hari Mehta says:

  આજે પણ રડાવી દે ..ભુતકાળ હાજર કરી દે…તેવી પંક્તિ…સરસ્

 12. Hetvi says:

  સર, આ સ્ંગેીત મે જ્યારે નાટક જોયો હતો ત્યારે સાંભળેલું હતું હુ ત્યારે ધણેી નાનેી હતેી અને પપ્પા સાથે જ ગઇ હતેી પણ હુ એ સાંભળેી ને બોજ રડેી હતેી અને મારા પ્પ્પા એ મને સમજાવેીને ચુપ કરેી હતેી કે Its just a drama but જ્યારે real મા મા ારા પ્રિય પપ્પા મને મુકેીન ભગવાન પાસે ગયા ત્યારે મને આ ગેીત ના દરેક શબ્દો દેીલ પર લાગેી આવે અને જાણૅ હુ મારા પપ્પા સાથે વાતો કરતેી હોઉ અવુ લાગે…Missing you a lot papa
  And thank you so much to publish this song.

 13. Shwetang modi says:

  khub j saras….

  can u plzzz tel me hw can i get all audio cds by mehul surti n soli kapadiya?

  pllzzzzz plzzz plzzz

 14. Ashika says:

  બહુ સરસ.જયારથી આ નાટક જોયું છે ત્યારથી આ ગીત મને ખૂબજ ગમે છે અને પપપા ને બહુ યાદ કંરુ છું.મને કોઈ કહેશો કે આ ગીત કયા નાટક માથી છે? અને ક્યાંથી આ નાટક હું જોઈ સકુ ? Please.

 15. chandni says:

  Hu jyre pan aa git sambhdu chu hu khubj radi padu chu..Khub dar lage che ke mara lagna thase to pappa vagar kem rahi sakis..Aa git ma kadach darek chokario ni ena pappa pratye ni lagni chupayeli che..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *