હે, વ્યથા ! – શેખાદમ આબુવાલા

સ્વર : હરિહરન.

Photo by A.Guandalini

.

હે, વ્યથા ! હે, વ્યથા !
કુમળા કંઇ કાળજાને કોરતી કાળી કથા!

પાંપણો ભીની કરી, ગાલ પર મારા સરી.
નેણ કેરાં નીર થઇને, નીતરી જાજે તું ના. – હે, વ્યથા ! …

રક્તના રંગો ભરી, તે રંગથી નીજને ભરી,
જખમી દીલના ડાઘ થઇને, ચીતરી જાજે તું ના. – હે , વ્યથા !.. .

ધ્રુજતા મારા અધર, શી કુશળતાથી કરું, સ્મિતથી સભર?
ક્યાંક ઊની આહ થઇને, હોઠે તું આવી જાય ના. – હે, વ્યથા ! …

17 replies on “હે, વ્યથા ! – શેખાદમ આબુવાલા”

 1. radhika says:

  ખુબ સુન્દર્ !!!

  ધ્રુજતા મારા અધર, શી કુશળતાથી કરું, સ્મિતથી સભર?
  ક્યાંક ઊની આહ થઇને, હોઠે તું આવી જાય ના. – હે, વ્યથા ! …

 2. Rupal says:

  Exellent..Very nicely sung by Hariharan and written by Shekhadam Abuwala.The wordings are really full of emotions.The last two lines are really very touchy. In first line there is” kali katha”…but I would say it sould be “aa katha” or something like that. I am sorry Shekhadambhai “Gustakhi Maff ” but this is what I think.

 3. વ્યથા! વ્યથા! ઓ વ્યથા!
  કરું હું તારી કેટલી કથા?
  તું અમાપ, તું અનંતમયી,
  જાણે સાચી જીવનપ્રથા!

  આવું જ કંઇક તારા ટહુકા પર મને આગળ એકવાર અચાનક જ સ્ફૂરી ગયું હતું… એ આજે યાદ આવી ગયું.

 4. Ishvar Darji says:

  જયશ્રી.

  જુની કવીતા – તરુનો બહુ આભાર, જગતમાં તરુનો બહુ આભાર. ટહુકો પર રજુ કરશો તો ઘણો આનંદ થશે.

  ઈશ્વર ર. દરજી

 5. Vrajesh says:

  રુપલ
  મને લાગે છે કે “કાળી” શબ્દ જ બરોબર છે.
  એ પંક્તિ ના વર્ણાનુપ્રાસ ને જાળવી રાખે છે અને
  “આ” “આવું” .. વગેરે કરતાં વધુ Descriptive adjective છે.
  ઉપરાંત એ કવિતા ના ભાવ (ગમગીની, કારુણ્ય) થી જોડાયેલો અને એ ભાવ ને વ્રદ્ધીંગત કરતો શબ્દ છે એવું મને લાગે છે.
  Thanks

 6. Pravin Shah says:

  હે, વ્યથા ! નેણ કેરાં નીર થઇને, નીતરી જાજે તું ના!…..
  વ્યથા તો દિલની શોભા છે, એ કદી આંખ કે હોઠનું ઘરેણું ના બને!
  -એ તો ભારતીય જીવનનો મરમ છે!
  સુંદર ગઝલ!
  આભાર!

 7. Sanjay says:

  There is something wrong with buffering since I am not able to listen to any of the songs completely. Towards the end the song tapers off.

 8. Sanjay says:

  It is a pity that the song remains incomplete on the audio, as is the case with almost all the songs.There appears to be a mismatch between loading and playing with the result invariably the last stanza does not play. Please look into this.Otherwise this site is unique and commended.

 9. સુરેશ જાની says:

  મારી બહુ જ પ્રીય ગઝલ

 10. […] “હે, વ્યથા! કુમળાં કંઈ કાળજાને કોરતી કાળી કથા. “  –  #   સાંભળો અને માણો […]

 11. Dushyant says:

  એક સલામ… સ્વર સંગીતના આ કસબીઓને..

 12. jignesh joshi says:

  સુનદર્ અતિ સુનદર્
  ખુબજ સરસ

 13. rugesh desai says:

  its excellent to hear a south indian singing gujarati gazal in pure gujarati accent. nice poetry, good composition and good singing like triveni sangam.

 14. nirlep bhatt says:

  vah…shu vyatha chhe? – amazing, superb.

 15. Bharat Pandya says:

  પોતાના જાણીતા કાર્ય ક્શેત્રથી ઉફરા ચાલી,બહાર જઈ શેખઆદમે, જેમને વીનોદ ભટ્ટ ગ્રેટ આદમ્
  કહે છે /કેહતા,ીક અદભુત રચના કરી છે.

 16. narendrasinh gohil says:

  તમે રે તિલક અને સરકી જાયે પલ આ ખૂબ સાંભળેલા પણ હરીહરરણે ગાયેલા અન્‍ય ગીતો આજે જ માણ્‍યા ખૂબ જ મજા આવી. ટહૂકાને કોટી કોટી અભિનંદન અને ધન્‍યવાદ.

 17. kirit vora says:

  vah!su kehevi vat vyatha ni

  vyatha aetale ayatha kahi na sakay aevi katha
  vyatha aetala vyatha
  dariya thi visal che vyatha

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *