હે, વ્યથા ! – શેખાદમ આબુવાલા

સ્વર : હરિહરન.

Photo by A.Guandalini

.

હે, વ્યથા ! હે, વ્યથા !
કુમળા કંઇ કાળજાને કોરતી કાળી કથા!

પાંપણો ભીની કરી, ગાલ પર મારા સરી.
નેણ કેરાં નીર થઇને, નીતરી જાજે તું ના. – હે, વ્યથા ! …

રક્તના રંગો ભરી, તે રંગથી નીજને ભરી,
જખમી દીલના ડાઘ થઇને, ચીતરી જાજે તું ના. – હે , વ્યથા !.. .

ધ્રુજતા મારા અધર, શી કુશળતાથી કરું, સ્મિતથી સભર?
ક્યાંક ઊની આહ થઇને, હોઠે તું આવી જાય ના. – હે, વ્યથા ! …

18 replies on “હે, વ્યથા ! – શેખાદમ આબુવાલા”

  1. તમે રે તિલક અને સરકી જાયે પલ આ ખૂબ સાંભળેલા પણ હરીહરરણે ગાયેલા અન્‍ય ગીતો આજે જ માણ્‍યા ખૂબ જ મજા આવી. ટહૂકાને કોટી કોટી અભિનંદન અને ધન્‍યવાદ.

  2. પોતાના જાણીતા કાર્ય ક્શેત્રથી ઉફરા ચાલી,બહાર જઈ શેખઆદમે, જેમને વીનોદ ભટ્ટ ગ્રેટ આદમ્
    કહે છે /કેહતા,ીક અદભુત રચના કરી છે.

  3. its excellent to hear a south indian singing gujarati gazal in pure gujarati accent. nice poetry, good composition and good singing like triveni sangam.

  4. It is a pity that the song remains incomplete on the audio, as is the case with almost all the songs.There appears to be a mismatch between loading and playing with the result invariably the last stanza does not play. Please look into this.Otherwise this site is unique and commended.

  5. હે, વ્યથા ! નેણ કેરાં નીર થઇને, નીતરી જાજે તું ના!…..
    વ્યથા તો દિલની શોભા છે, એ કદી આંખ કે હોઠનું ઘરેણું ના બને!
    -એ તો ભારતીય જીવનનો મરમ છે!
    સુંદર ગઝલ!
    આભાર!

  6. રુપલ
    મને લાગે છે કે “કાળી” શબ્દ જ બરોબર છે.
    એ પંક્તિ ના વર્ણાનુપ્રાસ ને જાળવી રાખે છે અને
    “આ” “આવું” .. વગેરે કરતાં વધુ Descriptive adjective છે.
    ઉપરાંત એ કવિતા ના ભાવ (ગમગીની, કારુણ્ય) થી જોડાયેલો અને એ ભાવ ને વ્રદ્ધીંગત કરતો શબ્દ છે એવું મને લાગે છે.
    Thanks

  7. જયશ્રી.

    જુની કવીતા – તરુનો બહુ આભાર, જગતમાં તરુનો બહુ આભાર. ટહુકો પર રજુ કરશો તો ઘણો આનંદ થશે.

    ઈશ્વર ર. દરજી

  8. વ્યથા! વ્યથા! ઓ વ્યથા!
    કરું હું તારી કેટલી કથા?
    તું અમાપ, તું અનંતમયી,
    જાણે સાચી જીવનપ્રથા!

    આવું જ કંઇક તારા ટહુકા પર મને આગળ એકવાર અચાનક જ સ્ફૂરી ગયું હતું… એ આજે યાદ આવી ગયું.

  9. Exellent..Very nicely sung by Hariharan and written by Shekhadam Abuwala.The wordings are really full of emotions.The last two lines are really very touchy. In first line there is” kali katha”…but I would say it sould be “aa katha” or something like that. I am sorry Shekhadambhai “Gustakhi Maff ” but this is what I think.

  10. ખુબ સુન્દર્ !!!

    ધ્રુજતા મારા અધર, શી કુશળતાથી કરું, સ્મિતથી સભર?
    ક્યાંક ઊની આહ થઇને, હોઠે તું આવી જાય ના. – હે, વ્યથા ! …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *