મને દરિયો સમજીને પ્રેમ કરતી નહીં – મહેશ શાહ

યેસુદાસ ના અવાજમાં ૧૯૭૫-૧૯૭૬માં આકાશવાણી મુંબઇ પર પ્રસારીત થયેલું આ ગીત યેસુદાસનું સૌથી પહેલુ ગુજરાતીમાં ગીત છે.

સંગીત: નવીન શાહ
સ્વર: કે. જે. યેસુદાસ

(મને દરિયો સમજીને…..Ocean Beach San Francisco)

.

મને દરિયો સમજીને પ્રેમ કરતી નહીં
કે તારી આંખોમાં ભરતીનું પૂર છે,
તારી આંખોમાં કંઈક તો જરૂર છે.

એકલી પડે ને ત્યારે મારા વિચારોના દર્પણમાં મુખ જોઈ લેજે,
ખુદને સંભળાય નહીં એમ તારા મનમાં તું મારું બસ નામ કહી દેજે;
મને હોઠ સુધી લાવી અકળાવતી નહીં
કે મારા શ્વાસોનો નાજુક બહુ સૂર છે,
તારી આંખોમાં કંઈક તો જરૂર છે.

માટીની ઈચ્છા કૈ એવી તું ચાલે તો અંકિત પગલાં હો તારાં એટલાં,
મારા મળવાના તારા મનમાં અમાપ રાત દિવસો સદાય હોય જેટલાં;
મને આંખોના ઓરડામાં રોકતી નહીં
કે મારું હોવું તારાથી ભરપૂર છે,
તારી આંખોમાં કંઈક તો જરૂર છે.

– મહેશ શાહ

29 replies on “મને દરિયો સમજીને પ્રેમ કરતી નહીં – મહેશ શાહ”

 1. Vijay Bhatt (Los Angeles) says:

  સુન્દર !!
  ઉચ્ચારો….સહેજ્ જુદા લાગે…પણ્..સુન્ર્દ્૨…

 2. યેસુદાસ મારા અતિપ્રિય ગાયક… એમનાં અવાજમાં મૂળ ગીત સાંભળવાની મજા આવી. પરંતુ પાર્થિવનાં અવાજમાં આ ગીત મને વધુ ગમે છે. એક્કેદ શબ્દોની સંવેદનાને પાર્થિવે એનાં અવાજમાં ખૂબ જ સુંદર રીતે ઉજાગર કરી હોય એમ મને લાગે છે. પાર્થિવ ગોહિલનાં અવાજમાં આ ગીત અહીં સાંભળી શકાશે… http://urmisaagar.com/saagar/?p=1272

 3. M.D.Gandhi, U.S.A. says:

  સારું પ્રેમગીત છે.

 4. સુંદર ગીત, પ્રથમ પંક્તિમાં દરીયાની વિભાવના જરાક જુદી પડતી લાગે, પણ મજા આવી… પ્રેમનો ખૂબ સુંવાળો સ્વાદ …..

 5. Dr Jagdip Upadhyaya says:

  આપ સહુની જાણ ખાતર….
  કવિ મહેશ શાહ રચિત આ ગીત સર્વપ્રથમ 1995માં “સનમ શોખીન – 1995નાં પ્રેમગીતો…” નામે સુરેન ઠાકર ‘મેહુલ’ સંચાલિત સંગીતના સ્ટેજશોમાં, મુંબઇનાં ભાઇદાસ હોલના સ્ટેજ પરથી સોલી કાપડીયાએ ગાયું હતું.આ પ્રોગ્રામની એક ખાસ વિશેષતા હતી કે સુરેશ દલાલ, વેણીભાઇ પુરોહિત, રવિ ઉપાધ્યાય, કનુ રાવળ, દિલીપ પરીખ અને શાન જેવાં ગુજરાતીના નામાંકિત કવિઓની રચનાઓ, નવીન શાહનાં સંગીતમાં અને દીપક શાહની મ્યુઝિક એરેંજમેંટમાં તૈયાર થઇ હતી જેને સોલી કાપડીયા, રેખા ત્રિવેદી, પ્રકાશ ઉપાધ્યાય, સુરેશ વાઘેલા અને નેહા મહેતા જેવાં ગાયકોએ મ્યુઝિક ટ્રેક પર સ્ટેજ પર અને ઓડીયન્સમાં ફરીને ગાવાની હતી.
  Sing along – karokeનો આ ગુજરાતીમાં કદાચ પ્રથમ પ્રયોગ હતો.
  આ પ્રોગ્રામમાં રજૂ થયેલ અન્ય રચના : કવિ – રવિ ઉપાધ્યાય, ગાયિકા – રેખા ત્રિવેદી “કહે એવું તે તારામાં શું છે.” સાંભળો : http://tahuko.com/?p=1688
  ડો. જગદીપ ર. ઉપાધ્યાય

  • mahesh shah says:

   Aa geet gujarati bhasha nu yesudas jie gayelu
   pratham geet che. Navin Shah dvara aa geet 1973 ma aakashwani mumbai ma record thai ne b’cast thava lagyu hatu…Haqeekate Soli bhaie pachi gaayu che…mahesh shah

 6. Sapna says:

  જો ૧૯૭૫માં આ ગીત યશુદાસે ગાયેલું હોય તો ૧૯૯૫માં સોલી કાપડિયાએ ગાયું ત્યારે એ સૌપ્રથમ ક્યાંથી થઇ ગયુ?

 7. Mehmood says:

  કે મારું હોવું તારાથી ભરપૂર છે,
  તારી આંખોમાં કંઈક તો જરૂર છે.
  સુંદર ગીત છે…

 8. dipti says:

  મને આંખોના ઓરડામાં રોકતી નહીં
  કે મારું હોવું તારાથી ભરપૂર છે,

  પ્રેમની સુંદર અભિવ્યક્તિ….

  Tu hi to jannat meri
  Tu hi mera janoon
  Tu hi to mannat meri
  Tu hi ruh ka sukun…..

 9. A nongujarati person has sung this song …nice trial…

 10. Rajesh Vyas says:

  Wow Jayshree !!!

  U know this MALLU Southie)singer, is gr8 in classical singing..
  Its unbelievable that he sang so soft GUJJU LUV SONG !!!! Macho he is..
  Nice U put him up in our TAHUKO.. Thanks Jayshree, and

  Warm Regards
  RAJESH VYAS
  CHENNAI

 11. મને દરિયો સમજીને પ્રેમ કરતી નહીં, સરસ શબ્દોની ગૂંથણી, અને એવુજ સ્વરાંકન. ગમ્યું.
  ‘સાજ’ મેવાડા

 12. milind antani says:

  અદભુત્…………પ્રેમ છે જ એવી અનોખી અભિવ્યક્તિ

 13. Tejal Jani says:

  માટીની ઈચ્છા કૈ એવી તું ચાલે તો અંકિત પગલાં હો તારાં એટલાં,
  મારા મળવાના તારા મનમાં અમાપ રાત દિવસો સદાય હોય જેટલાં;
  મને આંખોના ઓરડામાં રોકતી નહીં
  કે મારું હોવું તારાથી ભરપૂર છે,
  તારી આંખોમાં કંઈક તો જરૂર છે.

  Aushwm!!!

 14. VarRaja.com says:

  પ્રેમનો ખૂબ સુંવાળો મ્યુઝિક ટ્રેક.

 15. rashi says:

  ખુબજ સરસ ગીત … અને મર્માળો સ્વર… અને નાજુક પંક્તિઓ ….

 16. Abhijeet Rao says:

  Good Composition… Lyrix is wonderful… 2 premi k je loko samajik karano ne lidhi ek nathi thai shakvana emna mate ni adbhoot abhivyakti….

 17. Nirav Rathod says:

  Tamai Kavya Rachna sundr chhe.

  you’re best kavya rachana

  From : Nirav Rathod (Bhabhar)

 18. ADITI BHATT says:

  VERY TOUCHY SONG VERY VERY NEAR 2 MY HEART

 19. narendrasinh gohil says:

  મને દરિયો સમજીને પ્રેમ કરતી નહીં
  કે તારી આંખોમાં ભરતીનું પૂર છે,
  તારી આંખોમાં કંઈક તો જરૂર છે.

  આ ગીત હું છેલ્‍લા ૧૫ વરસથી સાંભળવા ઇચ્‍છતો હતો. આજે પૂરી થઇ. ૧૫ વરસ પ્‍હેલા મેં યસુદાસના સ્‍વરમાં આ ગીત મુંબઇ આકાશવાણી પર સવારે છ સાડા છ વાગે સાંભળેલું અને ગમી ગયેલું.તેની ૫યાસ આજે સાંભળીને પૂરી થઇ. ઘેર ઘેર માટીના ચૂલા ફિલ્‍મનું બસ એક વેળા નજરથી ટકરાય તો તારી નજર- એ ગીત યસુદાસનું ટહૂકામાં કયારે સાંભળવા મળશે ?

 20. Kirti V Upadhyay Public Prosecutor says:

  સરસ, હૈયુ હળવુ થયુ, યસુદાસ નો મધુર અવાજ ગમ્યો.

 21. Rajendra Shah says:

  મને ફાગણનું એક ફૂલ આપો, કે લાલ મોરા
  કેસૂડો કામણગારો જી લોલ

  વનની વાટે રે વહાલા એક ફૂલ દીઠું લોલ
  એકલ કો ડાળ, એક એકલડું મીઠું લોલ.

  રૂપલિયા વાટ મારી, રૂપલિયા આશ લોલ
  સોનલા સૂરજ તારા, સોનલ ઉજાશ લોલ
  કેસૂડો કામણગારો જી. લોલ.

  સુન્દરમ્ ના આ ગીતનો “ગીત સન્નિધિ ” સીડી માઁ સમાવેશ થયો છે. શક્ય હોય ત સઁભળાવશો.

 22. SAJEDA says:

  I LIKE THIS SONG.YESUDAS REALLY VERY WELL SONG………

 23. mahesh shah says:

  સપના બેન સાચુ કહે ચે, ખોતિ મહિતિ ન ફેલાવવેી જોઇએ.
  મહેશ શાહ

 24. gohel hitesh says:

  really amazing gd for life

 25. Taral Bhatt says:

  મહેશ શાહ ના બીજા ગીતો અપ લોડ કરો તો મજા આવે.

 26. Vinit Mody says:

  It is so nice to hear this song after a long time. I have a sizable collection of Navin Shah, if anyone interested.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *