શંભુ ચરણે પડી….

આજે મહાશિવરાત્રીની ખૂબ ખૂબ શુભેચ્છાઓ સાથે – આ મારું ઘણું જ ગમતું શિવ-ભજન ફરી એકવાર… ગમશે ને?

********************
Posted on June 13, 2007

આ ભજન મારા માટે ઘણું ખાસ છે. નાનપણથી જે થોડા ભજનો મોઢે યાદ છે, એમાંનું એક આ ભજન.

મને હજુ યાદ છે… નાની હતી ત્યારે કોઇ કોઇ વાર પપ્પા સાથે ‘નાદબ્રહ્મ’ ( ભક્ત સમાજનો official ભજનસંગ્રહ ) લઇને સાંજે ભજન ગાવા બેસતા. ‘શ્રી ગુરુને પાયે લાગું, પહેલા વહેલા...’, ‘મારી નાડ તમારે હાથે, હરી સંભાળજો રે..’, ‘શ્રી રામચંદ્ર કૃપાળુ ભજ મન….’ જેવા અમુક ભજનો પપ્પાને ખાસ ગમતા, એટલે એ કાયમ ગવાતા…
એમાંનું એક ભજન આ પણ ખરું. હજુ પણ જેટલી વાર આ ભજન વાંચુ કે સાંભળું, એટલી વાર સુવિધા કોલોનીનું એ ઘર, મમ્મી પપ્પા, અને 10-12 વર્ષની જયશ્રી… બધું યાદ આવી જાય….

સ્વર : મનોજ દવે

shivjee

This text will be replaced

Jatatavigalajjala pravahapavitasthale
Galeavalambya lambitam bhujangatungamalikam
Damad damad damaddama ninadavadamarvayam
Chakara chandtandavam tanotu nah shivah shivam .. 1

Jatakatahasambhrama bhramanilimpanirjhari
Vilolavichivalara ivirajamanamurdhani
Dhagadhagadhagajjva lalalatapattapavake
Kishorachandrashekhare ratih pratikshanam mama .. 2

(‘શિવ તાંડવ સ્તુતિ‘ની શરૂઆતની 2 કડી અહીં લેવાઇ છે)
શંભુ ચરણે પડી, માગું ઘડી રે ઘડી કષ્ટ કાપો ।
દયા કરી દર્શન શિવ આપો ॥૧॥

તમે ભક્તોના દુઃખ હરનારા, શુભ સૌનું સદા કરનારા ।
મારી મંદ મતિ, તારી અકળ ગતિ, કષ્ટ કાપો ॥૨॥ દયા કરી

અંગે ભસ્મ સ્મશાનની ચોળી, સંગે રાખો સદા ભૂત ટોળી ।
ભાલે તિલક કર્યુ, કંઠે વિષ ધર્યુ, અમૃત આપો ॥૩॥ દયા કરી

નેતિ નેતિ જ્યાં વેદ કહે છે, મારું ચિતડું ત્યાં જવા ચહે છે ।
સારા જગમાં છે તું, વસું તારામાં હું, શક્તિ આપો ॥૪॥ દયા કરી

હું તો એકલપંથ પ્રવાસી, છતાં આતમ કેમ ઉદાસી ।
થાક્યો મથી રે મથી, કારણ મળતું નથી, સમજણ આપો ॥૫॥ દયા કરી

આપો દ્રષ્ટિમાં તેજ અનોખું, સારી સૃષ્ટિમાં શિવરુપ દેખું ।
આવી દિલમાં વસો, આવી હૈયે હસો, શાંતિ સ્થાપો ॥૬॥ દયા કરી

ભોળાશંકર ભવદુઃખ કાપો, નિત્ય સેવાનું શુભ ધન આપો ।
ટાળો મન મદા, ગાળો સર્વ સદા, ભક્તિ આપો ॥૭॥ દયા કરી

શંભુ ચરણે પડી, માગું ઘડી રે ઘડી કષ્ટ કાપો ॥૮॥ દયા કરી

76 thoughts on “શંભુ ચરણે પડી….

 1. Rashvin Tailor

  wonderful after long time i herd this bhajan my mom use to sing every Monday in shiv temple at village

  Reply
 2. અશોકકુમાર -'દાદીમા ની પોટલી '

  જયશ્રીબેન,

  ખરેખર આ ભજનનો પોતાનો જ પ્રભાવ આવો છે કે વારંવાર સાંભળવાની મજા આવે.

  અમારા બ્લોગ પર આજ ભજન નારાયણ સ્વામીણા સ્વરે આપ્ સાંભળી શકો છો. જે પણ એક સાંભળવા જેવો સ્વર છે.

  આભાર !

  Reply
 3. kishor madlani

  મને ગમતું ખુબજ અદભુત ભજન ..શિવરાત્રી ના દિવસે સતત શોધતો હતો…નારાયણસ્વામી ના કંઠે સાંભર્યું છે…આજે ફરી અત્યારે સાંભળવા મળ્યું ..ખુબજ ગમ્યું …ખુબ-ખુબ આભાર

  Reply
 4. shweta patel

  jetli war listen kriye aetli war less chhee……..love it…… યાદ કરાવા બદલ ખુબ ખુબ આભાર્

  Reply
 5. Maheshchandra Naik

  અનાવિલો સામાન્ય રીતે શિવપુજક હોય છે એટલે અવરનવર અને ફરીથી આજે શિવભજન સાંભળવાથી મનને શાંતી જે પ્રાપ્ત થઈ છે એનુ જે પુણ્ય હશે તેના અધિકારી આપ બન્યા છો એટલુ જરુર માનજો, આપનો આભાર……………………

  Reply
 6. sanket sinh thakor

  amdavad ni ek amts bus ma je jajis bangla root par chale che em bholenath nu sundar mandir che ane evu lakhyu che ke “ek var maru dhayan dhari ne to jo taru dhayn na rakhu to keje”
  jay bholenath aa stuti hu bachpn my school ma hato tyre bija sthi mitro ne gavdavto. ek alg j lagav che aa stuti sathe

  Reply
 7. શશાંક વકિલના

  દિલ કિ યે મુસ્તકિલ કિતના નાજુક હૈ દિલ યે ના જાના,
  હાયે હાયે યે જાલિમ જમાના,
  આ ઓરિજિનલ ઢાળ સાયગલ ના ગીત કરતા પણ આ ભજન વધારે પોપ્પ્યુલર લાગે છે.

  Reply
 8. Neha

  Thanks a lot for the wonderful and blissful Aarti… I have been searching for this Aarti since very long.. :) You guys made my MONDAY… :) Its my mum’s fav and mine too… :)

  Reply
 9. Sandeep

  શંભુ ચરણે પડી, માગું ઘડી રે ઘડી કષ્ટ કાપો ।
  * શિવ આપના કષ્ટ હરનારા છે. મતલબ ક્યારેક તો શિવે આપના કષ્ટ હરયા હસે. કયારે?
  સ્વયમ શિવ અત્યારે સગમ યુગ મા આપના બધા ના કષ્ટ હરવા માતે આવિ ગયા છે.

  નેતિ નેતિ જ્યાં વેદ કહે છે, મારું ચિતડું ત્યાં જવા ચહે છે ।
  * વેદ કહે છે અમને પરમાત્મા વિશે નથિ ખબર (નેતિ નેતિ) જયારે સ્વયમ શિવ જ પરમાત્મા છે.

  Reply
 10. parul barot

  હું તો એકલપંથ પ્રવાસી, છતાં આતમ કેમ ઉદાસી ।
  થાક્યો મથી રે મથી, કારણ મળતું નથી, સમજણ આપો ॥૫॥ દયા કરી ખુબ જ સુન્દર મન ને શાન્તિ મલેી

  Reply

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *