વરસાદ પછી વગડો – જયંત પાઠક

તમને થશે કે આ વસંતના દિવસોમાં વરસાદ? Busy Season માં overtime કરી કરીને આ જયશ્રી હોળી – ઉનાળો.. વચ્ચેનું બધું ભૂલી ગઇ? અને ના સાહેબ.. એવું નથી..! આ અમારા કેલિફોર્નિયામાં આજકલ ‘गरजत बरसात सावन आयो रे…’… પણ હા – દેશનું ચોમાસું જોયા પછી આ ચોમાસું કંઇ ખાસ જામતું નથી..! પણ એ તો – ‘તુ નહીં, તેરા ગમ હી સહી..

*******

પડી ગયો વરસાદ
ટપક ટપ ટપક્યાં કરતા પાન
પછી અચાનક
આભ ઉઘડ્યાં
સૂરજના કર અડકે
ઝલમલ તડકે
તરૂને ભીનલ વાન
રડતાં રડતાં હસી પડ્યું લો રાન !

– જયન્ત પાઠક

4 replies on “વરસાદ પછી વગડો – જયંત પાઠક”

  1. વાહ !
    “પડી ગયો વરસાદ
    ને હસી પડ્યુ રાન”

    વાચી આ કવિતા
    ને હસી પડ્યો ‘સ્કન્દ’

  2. પહેલો વરસાદ

    વરસાદ વરસે ને મહેક ફેલાવે,
    ધરતી લીલીછમ ચાદર ઓઢાડે.

    મસ્તીમાં મહોરવાને મૌસમ બોલાવે,
    પ્રેમીપંખીડા સનમને મળવાને આવે.

    ઝાકળના બુંદ સમું હોઠ પર એ આવે,
    સનમ એ ચુમવાને તૈયાર થઈ જાવે.

    ભીના બદને જયારે પાસે એ આવે,
    નયન એ નીરખવાને નૈના લડાવે.

    ભીના એ ઝુલ્ફો જયારે વટથી ફેલાવે,
    ભરચોમાસે સૌના ઉરમાં આગ લગાવે.

    પાણીમાં છબછબ કરતી એ ચાલે,
    ને પાયલનો રણકાર કરતી એ હાલે.

    ભરત ચૌહાણ

  3. વરસાદ ની વાત બહુ સાચી છે…હું વર્ષો પહેલા ન્યુયોર્ક આવી ત્યારે મે લખ્યુ હતું…

    ન્યુયોર્ક ના વરસાદ ને આવડે નહી મન મૂકીને વરસતા
    અહીં ના માણસની જેમ એને તો આવડે ઊભડક ઊભડક જીવતા..

    ટહુકો રોજ વાંચું છું…

    Keep up the great work!!

    – પલ્લિકા

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *