હવે તારામાં રહું? -મૂકેશ જોશી

આ ગીત…. મારું ખૂબ જ ગમતું ગીત… એને કોઇના સ્વર-સંગીતમાં સાંભળવાની ઇચ્છા ૮ વર્ષે પણ ફળી ખરી! આભાર વિજલબેન! આવા મઝાના સ્વરાંકનો ટહુકો ને મોકલતા રહેશો તો ગમશે! બરાબર ને મિત્રો?

સ્વર અને સ્વરાંકન – વિજલ પટેલ

ખોટું ન લાગે તો વાત એક કહું
હું થોડા દિવસ હવે તારામાં રહું?

કામમાં હશે તો હું વાત નહીં માંડું
મૌનમાંય કોઈ દી ના છાંટા ઉડાડું
સમણાંનો કાયદોય હાથમાં ન લઉં… હું થોડા દિવસ…

કોણ જાણે હિમશી એકલતા જામી
વૈદો કહે છે: હૂંફની છે ખામી
કહે છે તારામાં લાગણી છે બહુ… હું થોડા દિવસ …

રોજ એક ઈચ્છા જો સામે મળે છે
આંખોમાં ભીનું થઈ નામ ટળવળે છે
તારામાં તારાથી આગળ નહીં જઉં… હું થોડા દિવસ …

રસ્તામાં પાથરેલ કાંટા જો મળશે
મારી હથેળી પછી પગ તારો પડશે
વેદનાનો ભાર હું એકલો જ સહું… હું થોડા દિવસ…

કહેણ મોસમનું કોઈ મને ભાવતું નથી,
મને સાચકલે મારામાં ફાવતું નથી.
આમ ટીપાની ધાર બની ક્યાં સુધી વહું?… હું થોડા દિવસ…

——————-

મને ખૂબ જ ગમતું આ ગીતની લયસ્તરો પરથી સીધી ઉઠાંતરી જ કરી છે… પણ ગીત છે જ એવું સરસ…. થોડા થોડા દિવસે એકવાર વાંચી લેવાની ઇચ્છા થાય જ…!! કોઇએ આ ગીત સંગીતબધ્ધ કર્યું છે ખરું ? તમને ખબર હોય તો જણાવજો….

22 replies on “હવે તારામાં રહું? -મૂકેશ જોશી”

 1. harshad jangla says:

  તારામા તારાથી આગળ નહી જઉ…
  સરસ

 2. આવો “ઉઠાંતરી” જેવો શબ્દ નહીં વાપરો અને માત્ર , ‘સૌજન્ય: લયસ્તરો” લખી દેશો તો ય ચાલશે, મિત્ર! હા, હાયપરલિન્ક આપવાનું ભૂલશો નહીં, હં!

  મજાનું મનભાવન ગીત.. સાચે જ ફરી ફરીને માણવાનું મન થાય એવું…

 3. radhika says:

  મારુ પણ ખુબ જ પ્રિય ગીત છે આ,
  કદાચ એકાદ વર્ષ પહેલ જ ક્યાક વાંચ્યુ હતુ અને ત્યારથી જ ઘણા બધાને વાચિ સભળાવ્યુ હતુ અને એમ જ એ કંઠ્સ્થ થઈ ગયુ,
  એ પછી મે ઘણી તપાસ કરી કે કદાચ કોઈ એ એને સ્વરબધ કર્યુ હોય ……..
  પણ શોધ નીરર્થક રહી, છતા પણ એને વાંચ્વાનો પણ આનદ આવે જ છે

 4. Shalini says:

  સરસ મજાનું ગીત છે. પ્રસંશા કરવી હોય તો જાણે શબ્દો ખૂટી પડે છે.

 5. Sarla Santwani says:

  I wish to hear this song by a good male singer. My new year wish! It can definitely become a hit.

 6. mehmood says:

  રોજ એક ઈચ્છા જો સામે મળે છે
  આંખોમાં ભીનું થઈ નામ ટળવળે છે
  તારામાં તારાથી આગળ નહીં જઉં… હું થોડા દિવસ …હવે તારામાં રહું?
  સુન્દર ગીત અને સુન્દર કલ્પના…

 7. dipti says:

  કવિની કલ્પના ખુબજ સુન્દર છે. આવુ સાચે બને તો????

 8. મુકેશનું આ ગીત સંવાદ સંગે મારા નાટક અમે મસ્તીના મતવાલામાં વપરાયું હતું. એ વખતથી આજ સુધી આ પંક્તિઓ મારા મનમાં ગૂંજ્યા કરે છે. સરળતા સાથે જ એમાં સ્નિગ્ધતા છે અને જાદુ તો કરું જ! વાહ!

  સંજય વિ. શાહ

 9. naresh dodia says:

  કોણ જાણે હિમશી એકલતા જામી
  વૈદો કહે છે: હૂંફની છે ખામી
  કહે છે તારામાં લાગણી છે બહુ… હું થોડા દિવસ …વાહ

 10. kiranba says:

  amazing…awesome…adbhut….

 11. Vijal says:

  Aa Geet Maine sangeet bhadda karyu che. Mari iccha che ke tame tahuka Ma aa geet muko. Send me email Id jashree Ben.
  Regards
  Vijal Patel

  • naishadh desai says:

   વિજલ પતેલ નુ ગેીત પુરેપુરુન આવ્તુ નથિ.
   પ્લ અદ્વિસે

 12. ketan yajnik says:

  રાખ્યાં પછી રહેવાની વાત। …..

 13. Vijal says:

  Tamaro khub khub abhar Geet upload karva baddal. Thank you so much🙏

 14. ફાંકડું ગીત ! જાણે વાગોળ્યા કરીયે !

 15. naishadh desai says:

  ન્ત હેઅર થે સોન્ગ ઓફ મુકેશ જોશિ સુન્ગ બ્ય વિજલ પતેલ્ફુલ્લ્ય્.પ્લ ચેક &અદ્વિસે

 16. jitendra patel says:

  tenderness romance divine touch in words &singing music.really enjoyed.

 17. Sulekha Bakshi says:

  Vijal , bahu saras swaraankan ! Mukeshbhaini icchha 8 varshe poori thai khari.tane khoob abhinandan…….Sulekha

 18. Prashant Patel says:

  મુકેશભાઇ, બહુ ખુબ!

  કહેણ મોસમનું કોઈ મને ભાવતું નથી,
  મને સાચકલે મારામાં ફાવતું નથી.
  આમ ટીપાની ધાર બની ક્યાં સુધી વહું?

  વિજલબેન, ઘણુ સુંદર સ્વરાંકન અને પ્રસ્તાવના.

 19. Amar Vashi says:

  સંવેદના તો અરુપ. અહિં તો સંવેદના જાતે જ શબ્દોના વાઘા સજી ફરવા નીકળી. સુરની નૌકામાં બેસી તરવા નીકળી. એનું વર્ણન કરીએ એ પહેલાં તો આપણે જ ઓગળી જઇએ.પણ અચાનક એ અદ્રશ્ય થઇ.એનો ધક્કો લાગ્યો ને આંખો ઉઘડી ગઇ. બાકી બચ્યા ધબકારા. જાણે માણ્યું તેને દાબીદુબીને દિલમાં ભરનારા. ત્રણવાર માણ્યું, ધક્કા ખાધા ને ધબકારા ગણ્યા. તોય હજી ધરપત નથી. આ સંભળાવનારને શત શત વંદન.

 20. જયેશ કે. મહેતા says:

  એટલું અદ્દભુત ગીત કે છેલ્લા ત્રણ દિવસ થી માત્ર એ જ સાંભળ્યા કરૂં છું, કાશ ડાઉનલોડ થઈ શકતું હોત? સુંદર મનભાવન કલ્પના ભર્યા સરળ શબ્દો માટે જેટલા અભિનંદન કવિ શ્રી મુકેશ જોષી ને આપીએ એટલા જ અભિનંદન ના હક્ક્દાર સ્વર અને સ્વરાંકનકાર વિજલ પટેલ છે જ, બંન્ને નો તથા ખાસ તો ટહુકા નો ખુબ ખુબ આભાર આવી સુંદર ભેટ બદલ …..

 21. Ramdutt Brahmachari says:

  થૉડૂ ભાડૂ જૉ આપૅ તૉ હા કહૂ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *