વર્ષે વર્ષે એની એજ વર્ષગાંઠ – નિરંજન ભગત

વર્ષે વર્ષે એની એજ વર્ષગાંઠ,
સિત્યોતેર હોય કે સોળ હોય કે સાઠ.

વર્ષે વર્ષે એની એજ વૈશાખ,
દેહ પર ચોળી એણે એની એજ રાખ.

એની એજ લૂ ને એની એજ લ્હાય
એનો એજ રૌદ્ર તાપે તપ્યો વાયુ વાય.

વર્ષે વર્ષે એનું એ જ ઋતુચક્ર ચાલે,
આજે પણ એનું એજ, જેવું હતું કાલે.

વર્ષે વર્ષે એનો એ જ પ્રકૃતિનો શુક્રપાઠ
વર્ષે વર્ષે એની એ જ વર્ષગાંઠ.

– નિરંજન ભગત

3 replies on “વર્ષે વર્ષે એની એજ વર્ષગાંઠ – નિરંજન ભગત”

  1. Niranjan Bhai can you able to translate this in English. I wanted for my American friends.I was your student at LA Shah law college many many years ago. You were teaching English class and as such, I know your mastery on English language.I am Kiku Mehta and next door neighbour of Pasnnaben Naik here in Philadelphia, PA. Look forward to hear from you.

  2. “વર્ષે વર્ષે એની એજ વર્ષગાંઠ ”
    છતાઃ
    એની એજ ઉજવણી ને
    એનો એજ ઉમંગ;
    એની એજ શુભેચ્છાઓ ને
    એના એજ આભાર ઉદ્ગગારો……

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *