ક્યાંક ચોમાસું ગાજે છે રાનમાં – ધ્રુવ ભટ્ટ

ધ્રુવ ભટ્ટની આ વાંચતા વેંત પલળી જવાય એવી મઝ્ઝાની કવિતા! અને એને સ્વર-સ્વરાંકન મળ્યા વિજલબેન પાસેથી. આશા છે, આપને પણ પલળવાની મઝા આવશે!

સ્વર અને સ્વરાંકન – વિજલ પટેલ

ક્યાંક ચોમાસું ગાજે છે રાનમાં
વાડ પરે સૂતેલી સઘળી લીલાશ હવે નીતરતી થાશે મેદાનમાં
ક્યાંક ચોમાસું ગાજે છે રાનમાં…

ઊંચેથી આરપાર સરતું આકાશ હવે ઉતરશે ધોધમાર હેઠું
ભીંજાતા વાયરાઓ વહેશે સંદેશા કે ચોમાસું ધારધાર બેઠું
કાલ સુધી રહેતા’તા આપણે ને કાલથી તો વાંછટો રહેશે મકાનમાં
ક્યાંક ચોમાસું ગાજે છે રાનમાં…

આપણને થાય એવું વાદળને થાય એવું ઝરણાને થાય એવું ઘાસને
આવી ઘટનામાં જે ડુંગરને થાય, થાય નેવેથી દડદડતા ગામને
તમને યે થાય ચાલ ટહુકો થઇ જાઉં અને ઝાડ તળે ગહેકું રે પાનમાં
ક્યાંક ચોમાસું ગાજે છે રાનમાં…

– ધ્રુવ ભટ્ટ

36 replies on “ક્યાંક ચોમાસું ગાજે છે રાનમાં – ધ્રુવ ભટ્ટ”

  1. “કાલ સુધી રહેતા’તા આપણે ને કાલથી તો વાંછટો રહેશે મકાનમાં”… ધ્રુવ ભટ્ટ એટલેે ધ્રુવ ભટ્ટ

    ૧.) ઓચિંંતુું કોઈ મને રસ્તે મળે ને કદી ધીરેથી પૂૂછે કે કેેમ છે
    આપણે તો કહીએ કે દરિયા-શી મોજમાં ને ઉપરથી કુુુદરતની રહેમ છે…

    ૨.) ચાલને વાદળ થઈએ અને જોઈએ કે ક્યાંક થાય છે ધોધમધોધ જેવું કંંઈ આપણા વિશે… આ બંન્ને ગીતો અંગતપણે સૌથી પ્રિય છે. ટહુકો પર હજુ કેમ નથી?

  2. Thank you every one for liking this song. Maru potanu PAN khub najik Nu composition che. Aape biradavyu mate khub abhar.
    Vijal

  3. હકીકતમાં તો મનની ભીતર જ …… વરસતા હોઈયે છીએ આપણે …. જેની સંવેદના જાગી ઉઠે છે !
    નિમિત્ત …’કંઈ પણ હોઈ શકે !

    ફોરાં વરસે

    બારી બહાર સરસ બરફના ફોરાં વરસે,
    જાણે રૂ જેવા હલકા, બરફના ફોરાં વરસે,
    થર પર થર પર થર એવા ફોરાં વરસે!
    રણઝણ,સ્પંદન થાય કેવાં? ફોરાં વરસે!
    અંતર ઝૂલે એક લય બસ, ફોરાં વરસે!
    જંતર બાજે ઝનઝન એમ, ફોરાં વરસે!
    રોમ રોમમાં થાય થનગન, ફોરાં વરસે ,
    અંગઅંગ આ લથબથ થાય, ફોરાં વરસે,
    આ ઊનાં ઊનાં શ્વાસ જોને, ફોરાં વરસે!
    ને, ભીતર થઇ હાશ! જોને,ફોરાં વરસે!
    મળી ગયા પ્રાસ હૃદયના ,ફોરાં વરસે!
    અમે થયા તદ્દરૂપ સમયમાં,ફોરાં વરસે
    -લા’કાન્ત /’કંઈક’ / ૨૦-૯-૧૫

  4. હકીકતમાં તો મનની ભીતર જ …… વરસતા હિયે છીએ આપણે …. જેની સંવેદના જાગી ઉઠે છે !
    નિમિત્ત …’કંઈ પણ હોઈ શકે !

    ફોરાં વરસે

    બારી બહાર સરસ બરફના ફોરાં વરસે,
    જાણે રૂ જેવા હલકા, બરફના ફોરાં વરસે,
    થર પર થર પર થર એવા ફોરાં વરસે!
    રણઝણ,સ્પંદન થાય કેવાં? ફોરાં વરસે!
    અંતર ઝૂલે એક લય બસ, ફોરાં વરસે!
    જંતર બાજે ઝનઝન એમ, ફોરાં વરસે!
    રોમ રોમમાં થાય થનગન, ફોરાં વરસે ,
    અંગઅંગ આ લથબથ થાય, ફોરાં વરસે,
    આ ઊનાં ઊનાં શ્વાસ જોને, ફોરાં વરસે!
    ને, ભીતર થઇ હાશ! જોને,ફોરાં વરસે!
    મળી ગયા પ્રાસ હૃદયના ,ફોરાં વરસે!
    અમે થયા તદ્દરૂપ સમયમાં,ફોરાં વરસે
    -લા’કાન્ત /’કંઈક’ / ૨૦-૯-૧૫

  5. ધ્રુવ ભટ્ટ્ને આ રચના બદલ લાખેણી સલામ.લીલો સેહરો બંધાવી દીધો ! ભિંજવી દીધા.

  6. બાળપણ ના માણૅલા ચોમાસા ના દિવસો આ ગીત સાંભળવાથી મળ્યા.

    ખુબ ખુબ અભિ નન્દન.

    નવિન કાટવાળા

  7. શબ્દ, સ્વર અને સ્વરાંકન —-આ ત્રણેય નો સુમેળ અદભૂત રહ્યો. અભિનંદન !!

  8. મન મુકેીને પલલ્યા
    ગલુ સુકાયુ ત્યા સુધેી તહુક્યા

  9. ખૂબજ સરસ ગીત છે હાલ ગુજરાત સરકાર ના પાઠ્યપુસ્તકમાં આ ગીતનો સમાવેશ કરેલો છે જો તમોને આ ગીત ની એમ.પી.થ્રી.મળે તો જરૂર મૂકજો અમે બાળકોને સંભળાવી શકીએ અને જાતે પણ સાંભળી શકીએ.
    ભરત ચૌહાણ
    બ્રાંચ કન્યા શાળા નંબર ૨ ધંધુકા
    જિ.અમદાવાદ

  10. કેટ્લી સ્રરસ ક્લ્પ્ના આહા પ્રેમ ને ન હોય વાચા કે ન હોય સ્રરનામુ……….. ખુબ જ સુદર રચના,ક્લ્પના

    • ખુબજ સુંદર ત્રિવેણી સંગમ,એમાય વળી ચોમાસાની શરૂઆતે આ ગીત શબ્દ,સુર અને સંગીતથી તન-મનને ખરેખર ભીજવી દે,એવી અનુભુતી થઇ. અભિનંદન સાથે આભાર.

  11. ખુબ સરસ .. ૪ દિવસ પહેલા જ ધૃવ ભટ્ટને અહિં રાજકોટમાં મળવાનું થયું…

  12. લખ્યો કાગળ મે મૌનની જબાનમાં,
    એને ઉકલી જાજે તું તારી સાનમાં….
    લખ્યો કાગળ મે મૌનની જબાનમાં…..

    સંબોધી સુરજના પહેલા કિરણોથી
    લીધાં ઉગતી ઉષાના ઓવરણા,
    જતમાં લખવાનું કે, તું ઝાકળ ભિનાશ
    તને ઝુલાવે કૂંપળના પારણા,
    પછી પંખીડા ગાય તારા કાનમાં……
    લખ્યો કાગળ મે મૌનની જબાનમાં…..

    વાવડમાં વરસાદી વાદળ બિડ્યાં ને
    બિડ્યાં યાદ કેરા કંકુ ને ચોખા,
    છતરીયે હોય છતાં ભિંજાવું હોય
    એવા મોકલું છું ઓરતા અનોખાં,
    સાવ નીતરતી રહેજે તું તાનમાં……
    લખ્યો કાગળ મે મૌનની જબાનમાં…..

    ગમતાં કેસુડા તણાં રંગ તમે પૂરજો
    ને કોરાં કાગળને ઊજાળજો,
    પરબિડીયે ચોંટાડ્યું સરનામુ ’હેત’
    એને હળવેથી હૈયે સંભાળજો,
    તારો લિખીતંગ નથી હું હવે ભાનમા…..
    લખ્યો કાગળ મે મૌનની જબાનમાં….

  13. ધ્રુવભાઇની કવિતા કોઇ જુદા જ મિજાજ અને ઠાઠ સાથે આવતી હોય છે..અહીં પણ એ જ અભિવ્યક્તિ આપણને તરબોળ કરી દે છે. ધ્રુવભાઈ ખુદ રાનેરી છે..તેથી જ તો રાન શબ્દ તેમને હાથવગો..વરસાદના આગમનના પગલે પગલે કવિતા ખુલે છે..અનાવૃત થાય છે..જાણે કવિતા ખુદ આપણી- ભાવક સાથે ભીંજાવા નિસરી હોય..વાહ! વાહ!
    yes, THAT IS IT!

    • અને ચોમાસુ ગરજ્યુ મારા તનમન મા તરબોળતુ. મન ને ભીજ્વી નાખ્યુ>>…………… આહા

  14. મજા આવી કે ગીત ?!? ઝરમર બેશક !

    ગુંજે છે ક્યાંક
    ક્યાંક ગાજે છે
    એ જ વળી ગભરાવે એવા તે ગાન માં
    ચોમાસા આવતા ને જાતાં રે તાન માં
    નીતરતી એવી લીલાશ તોય
    કેમ જાણે ક્યાંક લાગે રાખી છે બાન માં !

    વાદળથી ઝરણાં ને
    ઝરણે થઈ ડુંગર ના ઘાસમાં ચોપાસમાં
    રોમરોમ લીલેરા થઈ જતાં અણસારે
    આંખો ના છલછલતા વાસમાં

    ટહુકા ને ય થઈ આવે ચાલ ને ભીજાઈ જઉ ગાનમાં
    કેવા ચોમાસા આવ્યાં છે રાન માં !

    o મીતા દવે

  15. ધોધમાર વરસાદ નુ રૌદ્ર સ્વરૂપ પણ જોયું કેદારનાથમા. માટી ની મહેક મન ભીજવે પણ કુદરતનો કોપ મન ઉદાસ કરી દે.

  16. આ વખતે મુંબઈમાં વરસાદ ઘણા વર્ષો બાદ વેળાસર આવ્યો છે. તે પણ પાછો મંડાઈ ને વરસી રહ્યો છે.વરસાદ્ની વાછટોથી ભિંજાઈએ છીએ સાથે સાથે આ સુંદર મઝાના વર્ષા ગીત થી પણ મન તરબતોર થઈ ગયું

  17. દિવસો પંખી બની માળે ઉડી ગયા
    પગે બાંધી પાટા શબ્દો લઈ સુઈ ગયા
    સિતારા ગઝલના સપને ચમકી ગયા
    —-રેખા શુક્લ
    પોક મુકી ને રડ્યો વરસાદ
    ધડધડ ધડધડ ફોરા પરસાદ…રેખા શુક્લ

  18. મુમ્બૈમા હમણા ધોધ્માર અને ધારદાર ચોમાસુ પુરજોશમા વરસે છે ત્યારે ધ્ર્વ ભટ્ટની આ પ્વિણ્ત બહુ સમયસરની ગણાય. કવિતાનો લય પણ ખુબ સરસ છે.

  19. વાચતા નિ સાથે જ ભિન્જાઇ જવાય એવિ કવિતા……. ખુબ જ સરસ …..

  20. વાહ વાહ , ખુબ સરસ રગના.. વન્ચવાનિ પણ મજા આવિ ..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *