હવે તારામાં રહું? -મૂકેશ જોશી

આ ગીત…. મારું ખૂબ જ ગમતું ગીત… એને કોઇના સ્વર-સંગીતમાં સાંભળવાની ઇચ્છા ૮ વર્ષે પણ ફળી ખરી! આભાર વિજલબેન! આવા મઝાના સ્વરાંકનો ટહુકો ને મોકલતા રહેશો તો ગમશે! બરાબર ને મિત્રો?

સ્વર અને સ્વરાંકન – વિજલ પટેલ

ખોટું ન લાગે તો વાત એક કહું
હું થોડા દિવસ હવે તારામાં રહું?

કામમાં હશે તો હું વાત નહીં માંડું
મૌનમાંય કોઈ દી ના છાંટા ઉડાડું
સમણાંનો કાયદોય હાથમાં ન લઉં… હું થોડા દિવસ…

કોણ જાણે હિમશી એકલતા જામી
વૈદો કહે છે: હૂંફની છે ખામી
કહે છે તારામાં લાગણી છે બહુ… હું થોડા દિવસ …

રોજ એક ઈચ્છા જો સામે મળે છે
આંખોમાં ભીનું થઈ નામ ટળવળે છે
તારામાં તારાથી આગળ નહીં જઉં… હું થોડા દિવસ …

રસ્તામાં પાથરેલ કાંટા જો મળશે
મારી હથેળી પછી પગ તારો પડશે
વેદનાનો ભાર હું એકલો જ સહું… હું થોડા દિવસ…

કહેણ મોસમનું કોઈ મને ભાવતું નથી,
મને સાચકલે મારામાં ફાવતું નથી.
આમ ટીપાની ધાર બની ક્યાં સુધી વહું?… હું થોડા દિવસ…

——————-

મને ખૂબ જ ગમતું આ ગીતની લયસ્તરો પરથી સીધી ઉઠાંતરી જ કરી છે… પણ ગીત છે જ એવું સરસ…. થોડા થોડા દિવસે એકવાર વાંચી લેવાની ઇચ્છા થાય જ…!! કોઇએ આ ગીત સંગીતબધ્ધ કર્યું છે ખરું ? તમને ખબર હોય તો જણાવજો….

23 replies on “હવે તારામાં રહું? -મૂકેશ જોશી”

  1. Superb lyrics which help me to redevelop our relationship. Fantastic performance by Vijal and I remembered the whole song with music. Thanks Mukeshbhai for these lyrics and Vijal for composition.

  2. એટલું અદ્દભુત ગીત કે છેલ્લા ત્રણ દિવસ થી માત્ર એ જ સાંભળ્યા કરૂં છું, કાશ ડાઉનલોડ થઈ શકતું હોત? સુંદર મનભાવન કલ્પના ભર્યા સરળ શબ્દો માટે જેટલા અભિનંદન કવિ શ્રી મુકેશ જોષી ને આપીએ એટલા જ અભિનંદન ના હક્ક્દાર સ્વર અને સ્વરાંકનકાર વિજલ પટેલ છે જ, બંન્ને નો તથા ખાસ તો ટહુકા નો ખુબ ખુબ આભાર આવી સુંદર ભેટ બદલ …..

  3. સંવેદના તો અરુપ. અહિં તો સંવેદના જાતે જ શબ્દોના વાઘા સજી ફરવા નીકળી. સુરની નૌકામાં બેસી તરવા નીકળી. એનું વર્ણન કરીએ એ પહેલાં તો આપણે જ ઓગળી જઇએ.પણ અચાનક એ અદ્રશ્ય થઇ.એનો ધક્કો લાગ્યો ને આંખો ઉઘડી ગઇ. બાકી બચ્યા ધબકારા. જાણે માણ્યું તેને દાબીદુબીને દિલમાં ભરનારા. ત્રણવાર માણ્યું, ધક્કા ખાધા ને ધબકારા ગણ્યા. તોય હજી ધરપત નથી. આ સંભળાવનારને શત શત વંદન.

  4. મુકેશભાઇ, બહુ ખુબ!

    કહેણ મોસમનું કોઈ મને ભાવતું નથી,
    મને સાચકલે મારામાં ફાવતું નથી.
    આમ ટીપાની ધાર બની ક્યાં સુધી વહું?

    વિજલબેન, ઘણુ સુંદર સ્વરાંકન અને પ્રસ્તાવના.

  5. Vijal , bahu saras swaraankan ! Mukeshbhaini icchha 8 varshe poori thai khari.tane khoob abhinandan…….Sulekha

  6. ન્ત હેઅર થે સોન્ગ ઓફ મુકેશ જોશિ સુન્ગ બ્ય વિજલ પતેલ્ફુલ્લ્ય્.પ્લ ચેક &અદ્વિસે

  7. Aa Geet Maine sangeet bhadda karyu che. Mari iccha che ke tame tahuka Ma aa geet muko. Send me email Id jashree Ben.
    Regards
    Vijal Patel

    • વિજલ પતેલ નુ ગેીત પુરેપુરુન આવ્તુ નથિ.
      પ્લ અદ્વિસે

  8. કોણ જાણે હિમશી એકલતા જામી
    વૈદો કહે છે: હૂંફની છે ખામી
    કહે છે તારામાં લાગણી છે બહુ… હું થોડા દિવસ …વાહ

  9. મુકેશનું આ ગીત સંવાદ સંગે મારા નાટક અમે મસ્તીના મતવાલામાં વપરાયું હતું. એ વખતથી આજ સુધી આ પંક્તિઓ મારા મનમાં ગૂંજ્યા કરે છે. સરળતા સાથે જ એમાં સ્નિગ્ધતા છે અને જાદુ તો કરું જ! વાહ!

    સંજય વિ. શાહ

  10. કવિની કલ્પના ખુબજ સુન્દર છે. આવુ સાચે બને તો????

  11. રોજ એક ઈચ્છા જો સામે મળે છે
    આંખોમાં ભીનું થઈ નામ ટળવળે છે
    તારામાં તારાથી આગળ નહીં જઉં… હું થોડા દિવસ …હવે તારામાં રહું?
    સુન્દર ગીત અને સુન્દર કલ્પના…

  12. સરસ મજાનું ગીત છે. પ્રસંશા કરવી હોય તો જાણે શબ્દો ખૂટી પડે છે.

  13. મારુ પણ ખુબ જ પ્રિય ગીત છે આ,
    કદાચ એકાદ વર્ષ પહેલ જ ક્યાક વાંચ્યુ હતુ અને ત્યારથી જ ઘણા બધાને વાચિ સભળાવ્યુ હતુ અને એમ જ એ કંઠ્સ્થ થઈ ગયુ,
    એ પછી મે ઘણી તપાસ કરી કે કદાચ કોઈ એ એને સ્વરબધ કર્યુ હોય ……..
    પણ શોધ નીરર્થક રહી, છતા પણ એને વાંચ્વાનો પણ આનદ આવે જ છે

  14. આવો “ઉઠાંતરી” જેવો શબ્દ નહીં વાપરો અને માત્ર , ‘સૌજન્ય: લયસ્તરો” લખી દેશો તો ય ચાલશે, મિત્ર! હા, હાયપરલિન્ક આપવાનું ભૂલશો નહીં, હં!

    મજાનું મનભાવન ગીત.. સાચે જ ફરી ફરીને માણવાનું મન થાય એવું…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *