મન ફાવે ત્યાં વરસી પડીએ મચવી દઈએ ધૂમ,
લખ સરનામું આખા નભની મન ફાવે તે રૂમ !
રૂ જેવો આ દેહ ધર્યો ને રેતીના પડછાયા,
આખું જગ તરબોળ થયું ને તમે જ ના ભીંજાયા ?
બાકી તો ભીંજાઇ ગયાની પથ્થર પાડે બૂમ !
લખ સરનામું….
લૂ પાસેથી એક મજાની વાત અમે પણ જાણી,
માટી સમજ્યા, પથ્થરનાયે મોંમાં આવ્યું પાણી,
જોઇ અચાનક ઊંચી ડાળે વાદળીઓની લૂમ !
લખ સરનામું….
ભૂ બોલે તો ઓળઘોળ આ આખ્ખુંયે ચોમાસું,
મેં બચપણની વાત કરી તેં ખાધું કેમ બગાસું ?
કાગળ, હોડી, ઝરણાં, રેતી કરી દીધાંને ગુમ ?
લખ સરનામું….
કાગળ, હોડી, ઝરણાં, રેતી કરી દીધાંને ગુમ
મન ફાવે ત્યાં વરસી પડીએ મચવી દઈએ ધૂમ
happy birthday jayashree…..i dont find any difference u and tahuko.com….its one soul dwelling in two bodies……yr command over gujarati language is admirable….cant stop saying this.
ધુમ, રૂમ, બૂમ,ગુમ,લૂમ….
સુંદર પ્રાસ- અનુપ્રાસ
મારા બહુ જ પ્રીય કવી. અમદાવાદમાં ‘શ્યામલ-સૌમીલ’ ના કાર્યક્રમમાં તેમનું ‘વાંસલડી ડોટ કોમ’ ત્રણ વાર વન્સ મોર થયું હતું, ત્યારે તેમને સ્ટેજ પર બોલાવ્યા હતા, અને તેમના સ્વમુખે તે ગીત માણ્યું હતું .
જોઇ કોઇ તેમના જીવન વીશે પરીચય અને ફોટો આપી શકશે તો આભારી થઇશ.
વાદળાની ઓથે વરસતું સુંદર વર્ષાગીત!
કાગળ, હોડી, ઝરણાં, રેતી કરી દીધાંને ગુમ ?
લખ સરનામું આખા નભની મન ફાવે તે રૂમ !
-સુંદર મસ્તીસભર ગીત…