સુખના સુખડ જલે રે – વેણીભાઇ પુરોહિત

આજે સાંભળીએ વેણીભાઇ પુરોહિતનું આ મઝાનું ગીત, અજિત-નિરૂપમા શેઠના યુગલ સ્વરમાં. વર્ષો જુનું live recording છે, એટલે audio file માં થોડું disturbance આવે છે – ચલાવી લેશો ને? 🙂

સ્વર : અજિત – નિરૂપમા શેઠ
સંગીત : અજિત મર્ચન્ટ

( સુખડ જલે ને થાય….    Photo: Internet)

This text will be replaced

સુખના સુખડ જલે રે મારા મનવા!
દુઃખના બાવળ બળે,
સુખડ જલે ને થાય ભસમની ઢગલી
ને બાવળના કોયલા પડે.
મારા મનવા! તરસ્યા ટોળે વળે.

કોઈનું સુખ ખટરસનું ભોજન,
કોઈ મગન ઉપવાસે;
કોઈનું સુખ આ દુનિયાદારી,
કોઈ મગન સંન્યાસે.
રે મનવા ! કોઇ મગન સંન્યાસે.

સુખના સાધન ને આરાધન
લખ ચકરાવે ચડે રે મારા મનવા!
તરસ્યા ટોળે વળે.

કોઈ પરમારથમાં સુખ શોધે,
કોઈ પરદુઃખે સુખિયા, રે મનવા!
ભગત કરે ભગતીનો ઓછવ,
કોઈ મંદિરના રે મુખિયા.
રે મનવા ! કોઈ મંદિરના મુખિયા.

સમદુખિયાનો શંભુમેળો
ભવમાં ભેળો મળે, મળે રે મારા મનવા!
તરસ્યા ટોળે વળે.

સુખનાં સુખડ જલે રે
મારા મનવા !
દુઃખના બાવળ બળે.

8 replies on “સુખના સુખડ જલે રે – વેણીભાઇ પુરોહિત”

 1. vipul acharya says:

  જયશ્રિ બેન્,
  આવિ દુર્લભ રચના માટે ખુબ અભિનન્દન્.

 2. ભાવવાહી ભજનગીત બહુજ સુંદર રીત સ્વરાંકિત થઈ દિગ્ગજ યુગલસ્વરમાં ગવાયું છે. શબ્દ અને ગાયન એટલાં મધુર છે કે જૂના ઑડિયો રૅકોર્ડિંગની અસરથી મન જરાય વિક્ષિપ્ત થતું નથી.

 3. Swar says:

  Thank You very much Jayshreeben, Do you know what year was this sung ?

  This was a wonderful Yugal Geet.. Panchambhai, you were right, there was no negative effect of old recording..

 4. Sarla Santwani says:

  What a sublime & spiritual treat to our souls ! Thanks for such a rare gem from the treasury of our ancient spiritual & philosophical wisdom. Keeping such a sublime song away from all the cosmetic treatment of ‘poetic and musical devices’ has made it more authentic & serene, just the way it should be. Ajit & Nirupama has done full justice to the spirit of this serene ‘bhajan.’Thanks very much once again, Jayshree.

 5. ખૂબ સુંદર રચના… જેટલું અસરકારક રીતે એ લખાયું છે એટલું જ સરસ રીતે ગવાયું છે… જૂના પટારામાંથી અચાનક ગમતો ખજાનો મળી આવે તો કેવો આનંદ થાય, એવો આનંદ રોમ-રોમે વર્તાયો…

  આભાર!!!

 6. Harssukh H. Doshi says:

  Respected Jayshreeben & Amitbhai, June 19, 2010.
  I wonder how you have narrated there will be some disturbance due to live recording, I find it to be well recorded, and sound is very sweet and silent. I think person should hear the song with peaceful mind and take lesson from the song.This is very very touching song.
  Thanks for presenting such nice creation.
  Harsukh H. Doshi.

 7. rajeshree trivedi says:

  અદ્ભૂત્

 8. ASHVIN SANGHAVI says:

  Simply Fantastic! Mind bogling 1 Feel extremly happy.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *