ઊની રે વરાળો પહોંચી આભમાં
ધરતી પાડે રે પોકાર;
દુખિયાંનો બેલી સમરથ ગાજિયો,
વા’લીડે કરિયો વિચાર :
આવે રે રાજાનો રાજા મેહુલો.
આવે રે દેકારા દેતો દખ્ખણે,
વરતે જયજયકાર;
છડી રે પોકારે વનના મોરલા,
ખમ્મા ! આવો અનરાધાર:
આવે રે રાજાનો રાજા મેહુલો.
છૂંટાં રે ઊડે રાજાનાં ઓડિયાં,
ઝૂલે વીજની તલવાર;
અંકાશી ધોડાના વાગે ડાબલા,
સાયબો થિયો છે અસવાર :
આવે રે રાજાનો રાજા મેહુલો.
નીચે રે મહેરામણ ઘેરા ગાજતા,
ઊંચે હણેણે તોખાર;
એકના પડછંદા દૂજે જાગતા,
ધરતી-આભ એકાકાર :
આવે રે રાજાનો રાજા મેહુલો.
– બાલમુકુન્દ દવે
want to listen this song heard it on AIR Ahmedabad in schooldays
swati medh frm amdavad
આ ગેીત નો રાગ થોડો યાદ છએ..પોૂરુ ક્યરે web par mookshe te remind કરાવ્જો ૯૪૨૭૬૮૨૫૧૬
જ્લ્દિ
બહુ સ્રરસ ગેીતછે ઑડિયો મુકોતો સારુ….
છલકતી જોઇને મોસમ તમારી યાદ આવી ગઇ.
હતી આંસુથી આંખો નમ, તમારી યાદ આવી ગઈ.
પ્રણયના કોલ દીધા‘તા તમે પૂનમની એક રાતે,
ફરીથી આવી એ પૂનમ, તમારી યાદ આવી ગઇ.
નિહાળ્યો જ્યાં કોઇ દુલ્હનનો મેં મહેંદી ભરેલો હાથ,
બસ એ ઘડીએ, તમારા સમ, તમારી યાદ આવી ગઇ.
અધૂરી આ ગઝલ પૂરી કરી લઉં , એવા આશયથી,
ઊઠાવી જ્યાં કલમ પ્રિતમ, તમારી યાદ આવી ગઇ.
yes i also heard this song on akashvani Ahemadavad redio on the program “AA maas noo geet’
and i like it compostion very much..tena shabdo sathe sur sambhalava malashe to bahu j gamashe..aabhar..
આ ગેીત નો રાગ થોડો યાદ છએ..પોૂરુ ક્યરે web par mookshe te remind કરાવ્જો ૯૪૨૭૬૮૨૫૧૬
વાહ મજા આવી ગઈ, અત્યારે અહી મુંબઈ માં વાજતેગાજતે મેઘરાજા ની સવારી આવી પહોંચી છે, ચોમાસા ની શરુઆત માં ધ્રુવ ભાઈ ની ‘ઝીલો’ પછી આ રચના વાંચી ને ખરેખર મજા આવી ગઈ, આશા રાખુ કે ગુજરાત માં પણ જલ્દી થી મેઘરાજા ની મહેર થાય.
આભાર,
દર્શિત
ખુબજ સુન્દર રચના……
વર્શા િત પ્ર્.પા યાદ તો આવેજ્
મેહુલો ટહુક્યો !
જયશ્રીબેન્,
આ ગીત આશિત દેસાઈ એ લગભગ ૨૦૦૨ મા મેઘ મલ્હાર પ્રોગ્રામ મિ મુમ્બઈ મ રજુ કર્યુન હતૂ જે ઔઙીઓ કેસેટ મા ઊપ્લ્બ્ધ છે.
દીલીપ શાહ.
વાહ… લાંબા સમય પછી આ રચના વાંચવા મળી…
ASHIT DESAI HAS SUNG THIS SONG IN MEGH MALHAR ALBUM.
I DON’T HAVE THE CASSETTE NOW , BUT IT WAS IN THE AUDIO CASSETE ERA , AROUND 18-20 YEARS BACK.
JAYSHREE BEN YOU WILL BE EASILY ABLE TO FIND THIS
..તહુકો નો પત્ર મોકલ્તા રહેસો….પોએમ્સ (કવિત) બહુ જ ગમે ચે
Thanks i am searching this poem since last few years. When i am in a school we have this poem in our syllabus then i forgot the name of the poet but only remember one rhythm ie. આવે રે રાજાનો રાજા મેહુલો.
Same to Me….in 4th or 5th standard…… what a wonderful time with School days!!!!
વાહ, ખૂબ જ મજાનું ગીત.
મને તરત જ પ્રહલાદ પારેખનું ‘ધરતીનાં તપ’ ગીત યાદ આવ્યું…
http://urmisaagar.com/saagar/?p=2108
I didn’t know that this has been composed. Surely I will look for the audio recording, and will post it on tahuko if I find it.
I had heard this nearly fifty years ago on All India Radio’s આ માસનુ ગીત. Is it possible to get this recording by you?
Thanks