કવિ શ્રી વિનોદ જોશીનું આ ગીત.. આજે એમની પાસે જ સાંભળીએ. કારેલું.. અને સાથે ગુલાબજાંબુ… અને એ પણ એક જ ગીતની પ્રથમ પંક્તિમાં… છે ને મઝાની વાત.!! (ઘણીવાર આ પ્રથમ પંક્તિ અમુક લોકોને એકદમ બંધબેસતી હોય છે..
)
આમ તો આ ગીત આશિત દેસાઇ ખૂબ સરસ રીતે સંગીતબધ્ધ કર્યું છે, જે ભવિષ્યમાં ટહુકો પર ચોક્કસ સાંભળશું જ, પણ આજે કવિનો શબ્દ અને કવિનો સ્વર.. બીજું કંઇ નહી..!!
કાવ્ય પઠન : કવિ શ્રી વિનોદ જોશી
કારેલું…… કારેલું
મોતીડે વઘારેલું,
સૈયર મોરી , મેં ભોળીએ ગુલાબ જાંબુ ધારેલું.
આંજું રે હું આંજું , ટચલી આંગળીએ દખ આંજું,
નખમાં ઝીણાં ઝાકળ લઇને હથેળિયુંને માંજું;
વારેલું… વારેલું… હૈયું છેવટ હારેલું,
કારેલું…… કારેલું…….
સૈયર સોનાવાટકડીમાં પીરસું રે સરવરિયાં,
અઢળક ડૂમો અનરાધારે ઢળી પડે મોંભરિયાં;
સારેલું… સારેલું …આંસું મેં શણગારેલું,
કારેલું…… કારેલું…….
આંધણ ઓરું અવળાં સવળાં બળતણમાં ઝળઝળીયાં,
અડખે પડખે ભીના ભડકા અધવચ કોરાં તળિયાં;
ભારેલું…ભારેલું … ભીતરમાં ભંડારેલું,
કારેલું…… કારેલું…….

Email
મઝા આવિ.
ગૌતમ્
વારેલુ હૈયુ હારી ના જાય તો જ નવાઇ !
ખૂબ સરસ.
આજે ફરી એક વાર આફ્રિન કહ્યા વગર રહી નહી શકાય.
કવિશ્રીના શ્રીમુખે સાંભળેલુ,સાંભળેલું,શીકાગોમાં સાંભળેલું,
બે ત્રણ વર્ષ પહેલા વિનોદના બળુકા કંઠે ગવાયેલું,
ખુબ માણેલું, માણેલું આજે માણ્યું તેવું માણેલું.
ભાઈ ભાઈ !
વિનોદ જોશીની આગવી શૈલીમાં તરત સ્પર્શી જાય એવું ગીત. પઠન પણ કેટલું પ્રભાવી અને ચોખ્ખુ છે!
આ કવિતામા કવિ શુ કહેવા માગે છે એ કોઇ કહેશો? મને બહુ સમજ ન પડી એટલે પુછ છુ.
એક સ્ત્રીના મનની વાત લાગે છે, જાણે લગ્ન પહેલાં શું ધારેલું અને શું નીકળ્યું? એવુંજ કાઈંક લાગે છે. સરસ કાવ્ય છે.
ghanu Sundar
કવિશ્રીના સ્વમુખે કાવ્યપઠન એક જ એક લ્હાવો છે, આનંદ થઈ ગયો……આભાર……
વાહ,,,,, એક જ શબ્દ મા કેવુ હોય તો અદભુત
ઉત્તમ્
કારેલુ કરેલા કમાલનના કસબને કેમેય કરી કળાય?…….
કમાલનુ કાવ્ય…..
aartiben munshi na swar ma ane aasitbhai desai na swarankan ma aa geet be dayaka pahela sambhlyu hatu eno naad ane ranako haju smruti ma akbandh chhe