મંદિર તારું વિશ્વ રૂપાળું – જયંતીલાલ આચાર્ય ‘પુંડરીક’

Happy Children’s Day… સૌને બાળદિનની ખૂબ ખૂબ શુભેચ્છાઓ… સાથે ઘણી જ જાણીતી આ પ્રાર્થના.. માયા દિપકના સ્વરમાં..!

(…..  Photo: eHow.com)

* * * * *

સ્વર : માયા દિપક
સંગીત : કમલેશ ઝાલા

.

મંદિર તારું વિશ્વ રૂપાળું, સુંદર સરજનહારા રે;
પળપળ તારાં દર્શન થાયે, દેખે દેખણહારા રે.

નહિ પૂજારી નહિ કોઇ દેવા, નહિં મંદિરને તાળાં રે;
નીલ ગગનમાં મહિમા ગાતા, ચાંદો સૂરજ તારા રે.

વર્ણન કરતાં શોભા તારી, થાક્યા કવિગણ ધીરા રે;
મંદિરમાં તું ક્યાં છુપાયો, શોધે બાળ અધીરાં રે.

(આભાર : અમીઝરણું)

34 replies on “મંદિર તારું વિશ્વ રૂપાળું – જયંતીલાલ આચાર્ય ‘પુંડરીક’”

  1. મંદિર તારું વિશ્વ રુપાળું શોભે સર્જનહારા રે. જયંતિલાલ આચાર્ય
    આ પ્રાર્થના અંગ્રેજી કાવ્ય પરથી રચી છે. તે મૂળ અંગ્રેજી કાવ્ય અને કવિ વિષે જાણી શકાય?

  2. કવિ શ્રી જ્યંતિલાલ આચાર્ય ‘ પુંડરીક ‘ નો ફોટો રજું કરવા
    વિનંતી …કવિ શ્રી મારૂતિ—રાજકોટ.

  3. hi
    jay swamianryan
    that is the fantastic website that provide a lot of love for my mother and my own language !!!!!
    and you will all the things in one GO ????
    it’s remind me my School days…..by listening some of Prayer …
    really I have no words….to say…
    thank you so much

  4. આ ધુન સામ્ભ્રરવાનિ ખુબ મજા આવિ ગય્…..પ્રાચિન ભજનો સામ્ભલવાનિ મને ખુબ ખુબ મજા પડે…..

  5. Jay Shri Krishna,

    Thanks jay shriben. Remembering me school days before 20 Yrs. when we sung this prayer everyday. Searching for those days.

    Regards,
    Bhavesh Patel
    UAE

  6. આ પ્રાર્થના બહુ જ સરસ છે..બાલપન ન દિવસો નેી યાદ આવિ ગૈ.આભાર

  7. આજના સન્કુચિત વિચારોને બદલાવીને વિશાળ દ્રશ્ટિ અર્પતુ આ ગીત નાના મોટા સૌએ માણવા જેવુ છે

  8. આ સુંદર પ્રાર્થના લગભગ પિસ્તાલીસ વર્ષ પહેલાનાં સમયમાં લઈ ગઈ. શાળાનો પ્રાર્થના ખંડ નજર સમક્ષ આવી ગયો. આભાર જયશ્રીબેન્!!

  9. મારો ટેનિયો યાદ આવિ ગ્યો,તે પ્લે હોઉસે મા ગાતો હ્તો,

  10. આભાર્! જીવનભારતિ સુરત મા ભણ્તા આ કવિતા ખુબ ગમતિ હતિ.
    આ કવિતા અમીતાબેનની જેમ મારા ફેમિલિની સાથે switzerland & hawaii માટૅ અને હિમાલય ની ચાર ધામ નિ જાત્રામા ગાઈ ત્થાતેની યથાતર્તા અનુભવી .
    it is timeless &
    thanks for reminding all words in proper order for this perfect prarthana..
    rita

  11. બાળ -પ્રાથના જ સંભળાય છે ને!!!!!!!!!!શાળાજીવનની યાદો તાજી થઈ આવી, શ્રી જયશ્રીબેન આભાર……

  12. This prayer maybe listed under children’s song but in my view it had profound message by poet for any age. I enjoyed this prayer couple of years ago in Maui sung to me by my masi and parents. Where every moutain tops looked like some ancient temple. Down below where the white frothy wave trashed against the black lava rock I could see Shiva’s abhishek. Everywhere I turned I could see our purnas coming alive and I am sure our rishis saw all this too and wrote our scriptures to us. When one sees and expeirences such beauty the creativity in him pushed him to create. I think man first made temple after such expeiernces to honor our maker, only he got lost and started to look for Almight inside the walls his own making of bricks and mortar!
    Thank you Jayshreeben, for such dedication and admirable service to all of us, keep up this wonderful work.

  13. This song is amazing , we used to listen this during prayers in our school days .It re memorize our school days and this voice given by Mayadeepak is great…
    Thanks to you for uploading this…….

  14. આ પ્રાર્થના વાઁચી ખુબ આનઁદ થયો. જયન્તિલાલ આચાર્ય મારા દસમા અગિયારમાઁ
    ધોરણમાઁ ગુજરાતિના શિક્ષક હતા, કપડવઁજના નવચેતન વિધ્યાલયમાઁ (૧૯૫૨-૧૯૫૫). તેઓ શન્તિનીકેતનના ગ્રેજ્યુએટ હતા. રવિન્દ્રનાથ ટાગોરે તેમના માટે એક રેકમેન્ડેશન પત્ર લખી આપેલો તેની કોપી હજુ મેઁ સાચવીને રાખી છે જે આચાર્ય સાહેબે મને ભેટ તરીકે આપેલી. આ પત્રમાઁ તેમણે જયતીલાલ આચર્યને શન્તિનિકેતન માઁ આગળ પડતા સ્કોલર ખીતિમોહન સેન સાથે સરખાવ્યા છે. He was a scholar, poet and a great inspiring teacher! દિનેશ ઓ. શાહ, નડિયાદ, ગુજરાત,
    ભારત.

  15. બહુ જ સરસ… શાળાના દિવસો ફરી તાજા થઇ ગયા… સરજનહારનું આખુ
    વિશ્વ એક દેવસ્થાન છે… ઉમદા સંદેશ, ભાવુક રજુઆત. … આભાર!

  16. ૧૯૫૩માં જ્યારે શાળામાં, (G.T.High School, Mumbai) ભણતો હતો ત્યારે આ કવિતા ભણવાની હતી અને મોઢે કરવાની હતી. આજે તો ફક્ત પહેલી પંક્તિ જ યાદ છે કે “મંદિર તારું વિશ્વ રૂપાળું, સુંદર સરજનહારા રે”. આજે તમે તો આખી પ્રાર્થના-કવિતા રજુ કરી દીધી, બહુ આનંદ આવ્યો. આ મંદિર એટલે કે આ જગત બહુ સુંદર છે અને આ માટે આપણે ભગવાનનો ઉપકાર માનીએ કે તેણે આપણને પણ સુંદર બનાવ્યાં.

  17. Hi!
    After hearing this Balgeet , I remember my school day. it’s a very nice balgeet . I live in London. I know Mayadeepak very well since she is coming in london . WE ALWAYS GO TO HER PROGRAMME IN LONDON. SHE SINGS VERY NICELY. REALY ,GOD HAS GIVEN HER NATURAL GIFT.

  18. જીત કેરી દોડમાં ખોવાયું છે બાળપણ
    નિર્દોષતાને ટાટા કરી શેને આવ્યું શાણપણ?
    રાષ્ટ્રના ભવિષ્યની છે આ કેવી દશા!
    આખોંની મસ્ત ને શોધું છું ભોળપણ!

    • હુ મણિલાલ જેઠાલાલ પટેલ કચ્છ મંગવાણા નિવાસી હુ 1955/મા મંગવાણા મા બીજી ચોપડી ભણતો તયારે આ કવિતા મંદિર તારૂ વિશ્વ રુપાળુ આવતી ને પછી તો હુ સિણોલ ભણવા ગયો તયા પણ આ કવિતા આવતી પછી રહીયોલભણયોતયારેપણઆકવિતા પ્રભુ પ્રાર્થના આવતી ને હુ સુદર રીતે મધુર કંઠે ગાતા જુની યાદ આવી ગઈ ધન્યવાદ ઈશ્વર આપનુકલાયાણ કરે હાલ હુ લંડન મા છુ હજી ઘણી બધી કવિતા ઓ છે જે મોકલજે ધન્યવાદ લંડન થી મણિલાલ કાકા ના આશિર્વાદ નમસ્તે ઓરૂમૃ

  19. વર્ણન કરતાં શોભા તારી, થાક્યા કવિગણ ધીરા રે;
    મંદિરમાં તું ક્યાં છુપાયો, શોધે બાળ અધીરાં રે.

    અમે જ્યારે ભણતા ત્યારે અમે આ પ્રમાણે ગાતા ઃ

    વર્ણન કરતાં શોભા તારી, થાક્યા કવિગણ સારા રે;
    મંદિરમાં તું ક્યાં છુપાયો, શોધે બાળક તારા રે.

  20. શ્રીમતી જયશ્રિબહેન
    આ સુંદર પ્રાર્થના.. માયા દિપકના સ્વરમાં સાંભળી ને આનંદ આવી ગયો.
    પ્રફુલ ઠાર

  21. very nice!!!!!!!!
    Children’s day morning went in past school life of India.
    After long time heard this prayer.
    Feels like very close to God.
    Thank you very much Jayshree ben

    Nilima from Dubai, UAE

  22. ખુબ સુન્દર. નાન પન નિ યાદો તાજિ કરિ દિધિ. નૈરોબિ નિ નિશાદ મા રોજ ગાતા.

  23. મધુર કંઠમાં ગવાએલું સુંદર, મોટાઓને પણ મઝા આવે એવું, બાલગીત.
    ૧૪ નવેમ્બર મારો જન્મદિન છે. અહિં મોડેસ્ટો, કેલિફોર્નિયામાં હજુ ૧૩મી તારીખ છે. આવતી કાલે ગીત ફરીથી સાંભળીશ.
    ગીત અને શબ્દો રજૂ કરવા બદલ અભિનંદન.
    –ગિરીશ પરીખ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *