રહસ્યોના પડદાઓ ઉપાડી તો જો – જલન માતરી

થોડા વખત પહેલા ‘ફીલિંગ્સ દીપોત્સવી વિશેષાંક – સંગીત વિશેષ’ વિષે વાત કરી હતી એ યાદ છે? એ જ અંકમા રઇશભાઇએ કેટલીક ગુજરાતી – સંગીતબધ્ધ થયેલી અમર ગઝલો નો આસ્વાદ કરાવ્યો છે. એમાંની એક ગઝલ, સાંભળીએ આશિતભાઇના મઝાના સ્વર-સંગીત સાથે, અને સાથે માણીએ રઇશભાઇના શબ્દોમાં આ ગઝલનો રસાસ્વાદ..!!

સ્વર – સંગીત : આશિત દેસાઇ

This text will be replaced

રહસ્યોના પડદાઓ ઉપાડી તો જો
ખુદા છે કે નહી હાક મારી તો જો

પલાઠી લગાવીને ના બેસી રહે
તુ મુઠ્ઠીઓ વાળીને ભાગી તો જો

હશે તો ઉઠી દોડવા માંડશે
તુ પ્રારબ્ધને લાત મારી તો જો

ખબર તો પડે મોતીઓ છે કે નહી
તુ સમુંદરમાં ડુબકી લગાવી તો જો

છે મીઠા કે ખારા સમજ તો પડે
જલન ઝાંઝવાઓને ચાખી તો જો

————–

આસ્વાદ : (‘ફિલિંગ્સ’ માંથી સાભાર)
જનાબ જલન માતરી ગુજરાતી ભાષાના વિદ્રોહી શાયર છે. ભારતીય સંસ્કૃતિમાં ચાર્વાકની નાસ્તિકતાથી લઇ, ઉપનિષદોના `અહં બ્રહ્માસ્મિ’ સુધીનું વૈવિઘ્યપૂર્ણ તત્ત્વજ્ઞાન ઝીલાયું અને સચવાયું છે. આ ગઝલમાં પણ કવિનો મિજાજ ઇશ્ર્વરના ઐશ્ર્વર્યને અને પ્રારબ્ધવાદના દૈન્યને પડકારે છે. રહસ્યોના પડદાની પાછળ ઓઝલ રહે, એવો ઇશ્ર્વર કવિને ખપતો નથી. જ્યાં જ્યાં પડદા છે ત્યાં પડદાની પાછળ ખરેખર કોઇ છે પણ ખરું ? એવો શક પડે. આ શકનો દાયરો ધર્મપ્રબોધકોએ, મુલ્લાઓ અને પંડિતોએ ઊભો કર્યો છે. ઇશ્ર્વર અનુભવી શકાય એટલો પારદર્શક બની જાય તો મુલ્લાઓ અને પંડિતોની દુકાન કેવી રીતે ચાલે ? તેથી જ દુનિયામા: પડદાઓનો (અને પંડાઓનો) મહિમા છે. `પ્રારબ્ધને લાત મારવાની’ વાત અને `હશે તો ઊઠી દોડવા માંડશે’નો વિચાર અદ્ભુત છે.અને જીવનારાઓમાં જોમ પ્રેરે એવો છે. આટલી બિન્ધાસ્ત રીતે, આટલી બેફિકરાઇથી અને આલી ખુમારીથી પુરુષાર્થનો મહિમા કદાચ બીજી કોઇ કવિતામાં થયો નહીં હોય !
– રઇશ મનીઆર

23 thoughts on “રહસ્યોના પડદાઓ ઉપાડી તો જો – જલન માતરી

 1. Dr. Dinesh O. Shah

  Ashitbhai, you took me to Egypt with your musical composition. It has very authentic middle eastern tunes and instruments. It is appropriate and fitting as the poet talks about khuda, Zanzava, etc. Very nice and upbeat comosition. I had pleasure of meeting Janab Jalan Matri in Ahmedabad and have been a great admirer of his gazals. With best wishes and thanks,

  Dinesh O. Shah, Gainesville, Florida, USA

  Reply
 2. Swar

  રઇશભાઈ ની વાત એકદમ સાચી છે. અદભુત.. અદભુત.. કાવ્ય અને એની ઉપર આવી સ્વરરચના.. ઘણા સમય પછી આ ગઝલ સાભળી.

  આલ્બમ “ગઝલ રેશમી” ની એક બીજી ગઝલ કદાચ આના જવાબ રૂપે જ હોઈ શકે.
  અરે, મારા આ હાથ છે જડભરત ને ઉપર આંગળીઓ અભણ, એકબે
  હું જીવતા મનુષ્યો ગણું તો આ આખ્ખા નગરમાં મળે માંડ જણ એકબે

  ભટકતાં ભટકતાં, બટકતાં બટકતાં, પહોંચ્યોં હું મારા અનાગત સુધી
  અપેક્ષાઓ રાખી હતી ધોધની ત્યાં મળ્યાં માંડ સુક્કા ઝરણ એકબે

  જયશ્રીબેન ખુબ ખુબ આભાર..

  Reply
 3. Pushpendra Mehta

  ખુબ સરસ રચના……પયમ્બર નિ તિકા પચ્હિ કરજે…..પ્રથમ એવુ જિવન વિતાવિ તો જો…..આભાર આવુ સરસ ગિત મુકવા બદલ…..

  Reply
 4. ડૉ. પ્રીતેશ વ્યાસ

  ચોથા શેરમાં “મોતિયો” ની બદલે “મોતીઓ” ટાઇપ કરવું જોઇએ એમ મને લાગે છે. મોતિયો એટલે Cataract (A disesae of eye, in which, lens of eye becomes opaque and vision is affected) બેઅદબી લાગે તો ક્ષમાપ્રાર્થી છું, પણ આ તો મને વિચાર આવ્યો તે જણાવવાની ગુસ્તાખી કરી.
  બાકી સરસ ગઝલ અને સોનામાં સુગંધ જેવું સ્વરાંકન….
  આભાર

  Reply
 5. rajnikant shah

  સુંદર સ્વર રચના ….!!!! આશિતભાઈ દેસાઈ…
  સુંદર શબ્દ રચના….!!!! જનાબ જલન માતરી સહેબની….

  આભર …રઇશભાઈનો…
  ઉપકાર જયશ્રીબેનનો….

  Reply
 6. Dhaval

  રહસ્યોના પડદાઓ ઉપાડી તો જો
  ખુદા છે કે નહી હાક મારી તો જો

  – વાહ !

  Reply
 7. Kamlesh

  સરસ, અદભૂત ગઝલ અને અજબ નૂ સ્વરાંકન…..
  અને ઓન ધ ટૉપ આશિત દેસાઇ નો ગજબ નૉ અવાજ

  બહુ મઝા પડી……..

  Reply
 8. Umesh Vasavda

  Superb lyrics of Jalan Saheb.
  Excellant music and rendition of Ashitbhai.
  Gujarati gazal at its peak.
  Thanks ” Tahuko.com”
  Keep it up.

  Reply
 9. sandip shah

  જયશ્રિ
  ખુબ ખુબ માઝા આવિ ગઇ.

  ખુબ ખુબ આભાર્

  સન્દિપ શાહ્

  Reply
 10. Maheshchandra Naik

  આક્રોશના શાયરને સલામ, રઈશભાઈને રસદર્શન કરાવવા માટે અભિનદન અને આપનો આભાર………

  Reply
 11. મિહિર જાડેજા

  અમદાવાદમાં એક મુશાયરામાં જલનસાહેબના સ્વમુખે જ આ ગઝલ સાંભળવાનુ સૌભાગ્ય પ્રાપ્ત થયુ હતુ. એમની ગઝલ એમના જ અંદાઝમાં સાંભળવી એ એક લહાવો છે. કારણ કે એમનો ગઝલ લખવાનો અને મુશાયરામાં ગઝલ રજૂ કરવાનો અંદાઝ લગભગ સરખો જ છે.

  Reply
 12. માવજી મહેશ્વરી

  વાહ આશિતભાઈ ! આવી તરજો ગુજરાતી કવિતાને લોક સુધી પહોંચાડી શકશે. નહીંતર બેઠા બેઠા માથું હલાવ્યા કરશે એજ પાંચ પચીસ જણ !

  Reply
 13. kiran chavan.

  સુન્દર ગઝલ્..

  હશે તો ઉઠી દોડવા માંડશે
  તુ પ્રારબ્ધને લાત મારી તો જો

  ખબર તો પડે મોતીઓ છે કે નહી
  તુ સમુંદરમાં ડુબકી લગાવી તો જો..

  Reply
 14. jaldeep

  વાહ્ , ખુબ જ સુન્દર ગઝલ અને એટ્લી જ સુન્દર રીતે ગાઈ છે.. ….આટ્લા વર્સે સામભ્ળી …મજા આવી ગઈ…

  જલદીપ

  Reply

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *