છોકરીના હૈયામાં ચોમાસું બેઠુ – મુકેશ જોષી

આમ તો નવરાત્રી આવવાની એટલે ચોમાસું જવાના દિવસો આવી ગયા… પણ વાત જો છોકરીના હૈયાની હોય, તો ત્યાં કંઇ ચોમાસું કેલેન્ડર જોઇને ઓછું આવે છે? 🙂

અને મુકેશભાઇની કલમ હોય પછી તો પૂછવું જ શુ? મને યાદ છે આશિત દેસાઇએ એક પ્રોગ્રામમાં એવું કહ્યું હતું કે એમને મુકેશભાઇના ગીતોનો સંગ્રહ મળ્યો અને થોડા જ દિવસમાં એમણે લગભગ બધા જ ગીતો સ્વરબધ્ધ કરી દીધા..!! એમનું પેલું બાઝી પડ્યો રે વરસાદ… અને હવે તારામાં રહું? એ ગીતો તો કોઇ સ્વરબધ્ધ કરે એની રાહ જોઇ રહી છું ક્યારની.. (મને સ્વરાંકન કરતા નથી આવડતું ને, એટલે..)

સ્વર – સંગીત : શૌનક પંડ્યા

.

છોકરીના હૈયામાં ચોમાસું બેઠુ ને,
છોકરાના હૈયે લીલોતરી
કૂંપળ ફુટયાની વાત જાણીને છોકરો
છાપે છે મનમાં કંકોતરી
છોકરીના હૈયામાં….

છોકરાએ મનમાં સગાઈ કરી
છોકરીને ભેટમાં દીધેલું ઝાપટું
ખિસ્સામાં માય નહીં, છાતીમાં
મૂકે તો છોકરાને દર્દ થાય સામટું

છોકરાના હાથોમાં જાણે કે છોકરીએ
વરસાદી રેખાઓ કોતરી….
છોકરીના હૈયામાં….

છોકરીના કેશમાંથી ઝરતાં ટીપાંઓથી
શ્રી ગણેશાય લખી નાખ્યું
મેઘધનુષ નામના મુહૂર્તમાં છોકરાએ
ફેરા ફરવાનુંય રાખ્યું

ગંગાને શોધતાં છોકરાને હાથ જાણે
લાગી ગઈ આખી ગંગોતરી…
છોકરીના હૈયામાં….

28 replies on “છોકરીના હૈયામાં ચોમાસું બેઠુ – મુકેશ જોષી”

 1. વાહ…ચોમાસાનેી મજા ! આભાર…

 2. Daulatsinh Gadhvi says:

  વાહ! ભાઇ…વાહ્..શુ શબ્દો…ઝુકિ જાય દિલ્…

 3. Kanubhai Suchak says:

  મુકેશનુ ગીત સરસ છે પણ સ્વરાન્કન નબળુ.

 4. Hardik Dave says:

  સુંદર રચના

 5. pinakin vyas says:

  મારે સાઁઈ કવિ મકરઁદ દવે નિ કૃતિના શબ્દો જોઈઅએ ચ્હે તો મોકલશો.
  “કાઁકરિયે કોર્યા ચ્હે માટ મારા શ્યામ તમે મોરલિ એ વિધ્યાચ્હે મન”– અજિત મરચન્ટ નુઁ સ્વરાઁકન ચ્હે.

 6. Tejal jani says:

  Vaah! shu geet che!
  Sundar swarankan…

 7. વાહ… મજાનું ગીત થયું છે…

 8. જયશ્રિ દિદિ મે “બાઝી પડ્યો રે વરસાદ” compose કર્યુ છે. મારા સુગમ સંગીત ના latest album મા આ ગીત છે. હુ તમને મોકલિ આપીશ.

 9. એકદમ સુંદર composition અને સુંદર શબ્દો. આ ગીત ને ખરેખર શબ્દ પ્રમાણેનુ composition મળ્યુ છે. આ ગીત મા બીજા અંતરામા scale change થાય છે જે આ ગીત ને વધુ જીવંત બનાવે છે.

 10. Komal Pathak says:

  તમે તો સાચે જ મ્જા કરાવિ દિધિ.. ખુબ જ સરસ્.. ખુબ ખુબ જ સરસ્.!

 11. Jaydev Bhatt says:

  Mukeshbhaini Rachna Gamee! Saathe Saathe Suresh Dalalni Rachna…Jena thaki Kavishrie Shaishavne sarijata ene Yuvanina Umbre Ubhela ek chhokra ene Chhokarini vaat bahuj sahaj rite mukeli chhe e geet yaad avigaun!

  “Chhokrina Frokne Ugya Chhe Stan ene Chhokrani Chhatie Val…”

  Aabhar!

 12. sapana says:

  સુંદર ગીત.
  સપના

 13. My dear singer/composer,
  you have good voice quality,poem selection is also good but so far as the impact of composition is disappointing,make singable song.Pl. Avoid complicated composition so it can be remembered by listeners.We have very recent brilliant example of Gujarati songs album released by RJ DHAVNIT,think of present generation.
  wishes.
  vipul acharya

 14. Gaurav Soni says:

  ખુબ સરસ ગીત.. આભાર જયશ્રિ બેન….

 15. M.D.Gandhi, U.S.A. says:

  સરસ પ્રેમગીત જેવું છે.

 16. Mandeep says:

  શ્રી નિલેષ દેસાઈ એ કરેલ આ જ ગીતની સ્વરરચના પણ ખુબ જ સુંદર છે…..

 17. R.P.VARAGIYA says:

  મને “ફાર્ બ્ સ વિર હ ” ક વિ તા મોકલ્ સો જે ધો-૮ મા ૧૯૮૧ મા લ ગ ભ ગ આવ્ તિ હતિ

 18. Jayant Kathiriya says:

  સાંભળ્વુ ગમે તેવુ ગીત્ ફ્રરી ફ્રરી વાર

 19. Kamal says:

  વાહ શૌનકભાઇ સરસ મજાનુ સંગીત અને અવાજ. અભિનન્દન!

 20. ફાંકડું રમતિયાળ ગીત્.છોકરો મનમાંને મનમાં પ્રેમના કિલ્લા બાંધી કંકોતરી છાપી મારે છે.શૂ બધા છોકરાજ આવું કરતા હશે? કવિ પેલી છોકરીના હાલ ની કોઇ વાત કરતાજ નથી!બધાજ પુરુષો નિખાલસ ભાવે એકરાર કરતા હશે કે સાલુ આ તો મારી વાત જ કવિ કરી રહ્યા છે અને મનમાં કહેયતા હશે “મને પણ આવુ જ થતુતું…
  સરસ, સબળ, રચના.સંગીતબધ્ધ કરવાનો પ્રયાસ ઠીક રહ્યો.

 21. સરસ ગીત્,
  મુકેશ્ભાઈ ની બધી જ રચના ઓ સરસ હોય છે.
  સરસ..

 22. Umesh Vasavda says:

  Nice song, nice composition.
  New for me, but was pleasing to hear.
  Congratulations-all, for this beautiful piece.

 23. SACHIN DESAI,DAHOD says:

  MUKESH JOSHI ANE KRUSHNA DAVE, AAPNA NAVA KAVI’O MA SHIRMOR SAMA CHE.”CHOKRI NA HAIYA MA”WALI RACHNA JETLI SARS CHE TETLI SARAS COMPOSE NATHI THAI..JO KE GEET SWARUPE AAVI TE J MOTI VAAT CHE. AGAIN CONGRATULATION & BEST LUCK TO ‘TAHUKO’.

 24. Anand says:

  વાહ !! મુકેશભાઈ ની સરસ રચના અને સાથે શૌનક્ભાઈ નો અવાજ હોય તો પછી પુછવાનું જ શું? જલસો પડી ગયો બાપુ. અરે આજ complicated composition જ તો બધા ગીત સાથે જકડી રાખે છે.

 25. pragnaju says:

  શૌનક પંડ્યાના સ્વરમા મઝાનું ગીત

 26. RJ MEET SURAT says:

  ભાઈ શ્રી કનુભાઈ સુચક અને વિપુલ આચાર્ય કોઇ પણ કમ્પોઝીશન એ જે તે સંગીતકારની મરજી પર આધારિત છે તેના માટે આપણે ત્યારે અપેક્ષા રાખી શકીએ જ્યારે તેનાથી વધારે સારુ કમ્પોઝીશન કરીને બતાવીએ..આ બાબતે ખાસ એટલા માટે કહેવાનું કારણ કે જે સરળ બને તે જ સહજ બનતું હોય છે.શૌનકભાઈ વડે ગવાયેલ આ ગીતની ફરમાઈશ તેમની પાસે ગવડાવવા માટે દર વખતે કરાય છે.તમે આ જ ગીતને વધુ સારી રીતે કમ્પોઝ કરી શકો તો માનું તમારી દલીલ સાર્થક છે.અને એ રીતે અમને નવુ કમ્પોઝીશન મલ્યાનો બેવડો લાભ પણ..
  -મીત

 27. jashwant jani says:

  ખુલિ ગયો કરન્ત એકાયુન્ત્
  ચ્હોકરાને લાગિ ગૈ લોતરિ

  જશવન્ત

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *