દે તાલી… દે તાલી… દે તાલી…. – અનિલ જોશી

દે તાલી… દે તાલી… દે તાલી….
આ હા હા.. આજે તો ખરેખર તમારા માટે ખજાનો લાવી છું..! વેલ, તમારા માટે એ કેટલું સાચું હોય એ તો તમે જાણો, પણ મને જ્યારે આ ગીત પહેલીવાર હાથ લાગ્યું, ત્યારે ખરેખર ખજાનો મળ્યાની જ લાગણી થયેલી..!!

ઘણી નાની હતી ત્યારે પપ્પા પાસે આ ‘દે તાલી’ કેસેટ હતી, અને અમને બધા ને દે તાલી.. દે તાલી દે તાલી.. દે તાલી.. દે તાલી દે તાલી.. કરવાની ખૂબ જ મજા આવતી..! કેસેટના બીજા કોઇ ગીત મને યાદ નથી, અને આ ગીત નો બીજો એક પણ શબ્દ યાદ નથી… પણ બસ આટલા શબ્દો જાણે ઊંડે સુધી મનમાં કોતરાઇ ગયા છે..મને યાદ છે કે હું ગીતમાં આ શબ્દો આવવાની રાહ જોતી..!

કે ગામને મેળે ખોવાઇ ગયા છોકરા, દે તાલી..

અને પછી તો કેસેટ ઘસાઇને ક્યાં ગઇ કે કોઇ લઇ ગયું એ કંઇ જ ખબર નથી..! પણ ‘ગામને મેળે ખોવાઇ ગયેલા છોકરાઓ’ને અમે ઘરમાં બધા જ ઘણીવાર યાદ કરતા.. નાનપણની નાની-નાની યાદ કેટલી મઝાની અને કેટલી અનમોલ હોય છે..! આટલા વર્ષે આ ગીત સાંભળીને ફરીથી જાણે સુવિધા કોલોની (અતુલ) પહોંચી જવાયું..!!

પપ્પા… તાળી આપો ને…..!! 🙂

સ્વર : તૃપ્તિ છાયા અને રાજેન્દ્ર ઝવેરી
સંગીત : રાજેન્દ્ર ઝવેરી

.

દે તાલી… દે તાલી… દે તાલી….
દે તાલી દે તાલી દે તાલી દે તાલી દે તાલી દે તાલી દે તાલી દે તાલી..

કે પાદરમાં ઝરમર વેરાઇ તમે મળવું, દે તાલી..
કે વાતમાં મોરલાના ટહુકાનું ભળવુ, દે તાલી..

કે ડાંગર ખેતર ઠોળાઈ તારા ઘરમાં, દે તાલી..
કે કેડીઓ સમેટાઇ ગઇ મુસાફરમાં, દે તાલી..
કે ગીતમાં અઘકચરી માણસતા વાવી, દે તાલી..
કે પાનખર પાંદડાની ડાળીએથી ભાગી, દે તાલી..

કે પાદરમાં ઝરમર વેરાઇ તમે મળવું, દે તાલી..
દે તાલી..દે તાલી.. દે તાલી.. દે તાલી..
દે તાલી.. દે તાલી દે તાલી..
દે તાલી.. દે તાલી દે તાલી..
દે તાલી.. દે તાલી દે તાલી..

કે આંખ હજી ઉઘડી નથી ને પડ્યા ફોતરા, દે તાલી..
કે ગામને મેળે ખોવાઇ ગયા છોકરા, દે તાલી..
કે સમડીના ચકરાવા વિસ્તરતા ખોરડે, દે તાલી..
કે સાતરંગ પડતા ખડિંગ દઇ ઓરડે, , દે તાલી..

કે પાદરમાં ઝરમર વેરાઇ તમે મળવું, દે તાલી..
દે તાલી..દે તાલી.. દે તાલી.. દે તાલી..
દે તાલી..દે તાલી..દે તાલી..
દે તાલી.. દે તાલી દે તાલી..
દે તાલી.. દે તાલી દે તાલી..
દે તાલી.. દે તાલી દે તાલી..

કે એકવાર અડકી ગઇ આંખ તારી મને, દે તાલી..
કે એકવાર અટકી ગઇ વાત કહી અને, દે તાલી..
કે ચોકમાં પીછું ખર્યું ને લોક દોડ્યા, દે તાલી..
કે લેણદાર એટલા વધ્યા કે ગામ છોડ્યા, દે તાલી..

કે પાદરમાં ઝરમર વેરાઇ તમે મળવું, દે તાલી..
કે વાતમાં મોરલાના ટહુકાનું ભળવુ, દે તાલી..

દે તાલી.. દે તાલી દે તાલી..
દે તાલી.. દે તાલી દે તાલી..
દે તાલી.. દે તાલી દે તાલી..

– અનિલ જોશી

27 replies on “દે તાલી… દે તાલી… દે તાલી…. – અનિલ જોશી”

  1. i am also searching this album song nasho kinya chhe nasha nu to amasst name chhe saathi….
    please somebody help me how can i find this album? i am searching this disparately…

  2. મહેર્બનિ કારિ મને કહો મને પુરો અલ્બુમ કેવિ રિતે મલ્સે ? હેલ્પ કરો મને હુ આ ગેીત ગોતિ ગોતિ ને મરિ ગયો

  3. કે ગામને મેળે ખોવાઇ ગયા છોકરા, દે તાલી..શુ વાત છે…. વાહ અનિલભાઇ…. વાહ રાજેન્દ્રભાઇ, મઝા પડી ગઇ…. મેહુલ દેસાઇ

  4. વારંવા માણવું ગમે તેવું
    દે તાલી.. દે તાલી દે તાલી..
    તેના પર પૅરડી પણ રચાઈ
    ફિલ્મ પણ બની
    એક તાલી દે ને’ બીજો હાથ તે લેવા તત્પર,,
    એક નું હાસ્ય ને બીજો અટ્ટહાસ્ય કરાવવા આતુર,

  5. કે કેડીઓ સમેટાઇ ગઇ મુસાફરમાં, દે તાલી..

    કે એકવાર અડકી ગઇ આંખ તારી મને, દે તાલી..
    કે એકવાર અટકી ગઇ વાત કહી અને, દે તાલી..

    સુદર વર્ણન્..આખુ ગીત આપણ ને કહે…પાદર મા આવ ને ગામડા નુ સૌદર્ય તને બોલાવે..
    મોરલા ના ટહુકા ને …દે તાલી… દે તાલી… દે તાલી…. – અનિલ જોશી સાહેબ લે તાલી…લે તાલી…

  6. કવઈતા વાન્ચિ થયુ પરદએશ મા કોઇ પોતનુ મલિયુ!!!!!ખુબ ખુબ આભાર..(દે તાલિ)

  7. મને દરિયામાં સમજણ કંઈ પડતી નથી…
    તારી આંખમાં ડૂબાડે તો જાણું!
    તને પામીને એક પળમાં જીવી જવા…
    મારે ભવ એકસાથે નવ્વાણું!

  8. બાળપણના આપણા દિવસો યાદ કરાવી દીધા, કેસેટના બીજા કોઇ ગીત તો મને પણ યાદ નથી, અને આ ગીત ના શબ્દો થોડા થોડા યાદ હતા.

    મજ્જા પડી ગઇ.

  9. બાળપણ યાદ કરાવી દીધુ, ગામડે જતા ત્યારે સાંભળેલુ પરંતુ વિગતો આજે જ જાણવા મળી, તમારો આભાર

  10. though the poem is way old it brings back the memory of that time. It will always remain that way even after our generation ,when they listen. Thanks for that.

  11. (૧)કે ગીતમાં અઘકચરી માણસતા વાવી, દે તાલી..
    ‘માણસતા’જેવો શબ્દ હજુ સુધી કેમ વપરાશમાં નથી આવ્યો?

    (૨)કે પાદરમાં ઝરમર વેરાઇ તમે મળવું, દે તાલી..
    ‘તને’ મળવું એમ નહીં હોય?

  12. આ તાળીના ગડગડાટમાં મારી પણ એક તાલી ઝીલજો….

    આજ મને સમજાયું, દે તાલ્લી
    કોઈ પણે શરમાયું, દે તાલ્લી

    સહેજ તને દીઠી, ને શૈષવ પણ
    ક્યાંક જુઓ સંતાયું, દે તાલ્લી

    કાલ મને સપનુ જે આવ્યું’તું
    આંખ મહીં અંજાયું, દે તાલ્લી

    સંગ હતાં આપણે તો કાંટાની
    ફુલ ભલે કરમાયું, દે તાલ્લી

    લાવ ગળે રાખું હું શિવજી થઈ
    એમ કહી પિવાયું, દે તાલ્લી..!!

    ફુટ પડી જીવતરની પાટીમાં
    નામ પછી ભુંસાયું, દે તાલ્લી

  13. MARI PASE A GIT NI KESET 10 CHHE !!!!APNE CD PAN MOKLI SAKU CHHU.AAP NE A GIT SAMBHALAVAVA BADAL SHANYAVAD ;;;;;;MAJA PASI GAY ,,,,,,,FARI HU JARMAR JARMAR… JARMAR JARMAR….VERAI GAYO…….

  14. હુ આ ગિત રોજ સાભ્લિ ને જ બહાર જવ ;;;;;આ મારો નિયમ ….મારિ પાસેઆ ગિત નિ કેસેત

  15. ઓહ માય ગૉડ!

    આ ગીત… આ ગીત તો મેંય એક જમાનામાં કૅસેટ ઘસી કાઢવાની હદે સાંભળ્યું છે… અને દે તાલ્લી દે તાલ્લી ગાતાં હું કદી ધરાતો નહોતો… મારા ભાણી-ભાણા સાથે પણ આ ગીત “હાથમાં” ઝાલીને હું મનભર રમ્યો છું…

    મનના કાતરિયામાં ક્યાંક ખોવાઈ ગયેલો આ અમૂલ્ય ખજાનો આજે સાવ અચાનક આમ જડી ગયો… વાહ, દોસ્ત! તેં તો આજે મારો દિવસ સુધારી નાંખ્યો…. દે તાલ્લી !!!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *