અમને ખબર નઇ – ડૉ. ગોપાલ શાસ્ત્રી

આજે એક મસ્ત મઝાનું નખરાળું ગીત..! ગામના કોઇ છોકરા-છોકરીની આંખો મળે, અને આખા ગામને ઓળખતા એ બન્ને એ વાત છુપાવાની કોશિશ તો કરે જ ને..! પણ મરીઝ કહે છે ને –

એકાદ હો તો એને છૂપાવી શકું ‘મરીઝ’
આ પ્રેમ છે ને એનાં પુરાવા હજાર છે.

એમ છાની-છપની વાત ગામમા વહેતી તો થઇ જ જાય… અને પછી ઉઠતા સવાલોમાંથી બચવાનો કેટલો સરળ રસ્તો કવિએ અહી શોધી આપ્યો…

સ્વર : અચલ મહેતા – દેવાંગી જાડેજા
સંગીત : અચલ મહેતા

( કો’ક પૂછે તો એમ કહેવું કે…. Photo : DollsofIndia.com)

છાની છપની વાત અજાણી ગામમાં વહેતી થઇ
કો’ક પૂછે તો એમ કહેવું કે અમને ખબર નઇ

આથમતી આ સાંજની સાથે આવતી તને જોઇ
વાયરાની જેમ દોટ મેલી તો ક્યાંક ન દીઠું કોઇ
ત્યાં અચાનક મારા કાનમાં મારા ટહુકા કરતું કોઇ
કો’ક પૂછે તો એમ કહેવું કે અમને ખબર નઇ

સાવ સૂની આ સીમમાં તને દેખતાં ફૂટ્યું ગીત
આંખમાં માઝમ રાતના શમણા રેલાવે સંગીત
ક્યાં લગ નજરુથી મળવાનું સાવ અજાણ્યા થઇ
કો’ક પૂછે તો એમ કહેવું કે અમને ખબર નઇ

– ડૉ. ગોપાલ શાસ્ત્રી

30 replies on “અમને ખબર નઇ – ડૉ. ગોપાલ શાસ્ત્રી”

 1. જય પટેલ says:

  વાહ..ખરેખર મસ્તીવાળું..ચુલબુલું..અને નખરાળું ગીત.

  સુંદર પ્રસ્તુતિ.

  આભાર.

 2. sima shah says:

  વાહ, સરસ મઝાનું ગીત…….
  મઝા પડી ગઈ…
  સીમા

 3. sapana says:

  સરસ ગીત.
  સપના

 4. એકદમ સુંદર સંગીત અને રમુજી ગીત

 5. M.D.Gandhi, U.S.A. says:

  એકદમ મસ્ત અને સુંદર મજાનું ગીત.

 6. મોનલ says:

  સાંભળવાની મઝા આવી ગઈ! સરસ શબ્દો અને સંગીત!

 7. સરસ ગીત..
  અમને ખબર નથી કહિને કેટલી બધી વાતો થી છુટી જવાતુ હોય છે.
  સરસ..

 8. Vijay Bhatt( Los Angeles) says:

  એકાદ હો તો એને છૂપાવી શકું ‘મરીઝ’
  આ પ્રેમ છે ને એનાં પુરાવા હજાર છે.

  વાહ્!!!!
  આ ગીત પણ ખુબ સુનદર!!!

  ચપટી નિન્દ્ર વીણ્વા અમે ટેવ ના મા ર્યા .,,,,, રમેશ પારેખ્.. ના જેવુ….

 9. Swar says:

  ખુબ સરસ સ્વરરચના છે.આપણી ભાષા ને પ્રોત્સાહન કરતો બીજો એક blog.
  http://swaralay.blogspot.com/

 10. મઝાનું રમતિયાળ ગીત અને ગાયન.

 11. sandip says:

  બહુ માઝા આવ્ઇ ગયિુ

 12. સુંદર રચના… ગમી જાય એવું મજાનું ગીત…

 13. mehul says:

  સરસ……………

 14. Bansilal Dhruva says:

  Jayshreeben,
  Many many happy returns of ‘Birth-Day’ and
  thanks for to-day’s “BHAV VAHI”
  geet to you and “Tahuko.com”
  Bansilal Dhruva.

 15. JATIN says:

  સરસ મઝાનું રમતિયાળ એકદમ મસ્ત સુંદર સ્વરરચના
  JATIN

 16. Vijay Mistry says:

  Is Dr. Gopal Shashtri is from Baroda???

 17. Prabha says:

  I have the same question if this is same Dr.Gopal Shashtri who is from Baroda and used to teach at Vinay Vidhyalaya.

 18. Kamlesh says:

  મઝા પડી ગઈ……અદભુત…..

 19. Mayank says:

  ખુબ જ સુન્દર મઝા આવિ ગઇ.

 20. dipti says:

  મસ્ત મસ્ત મજાનુ નખરાળુ ગીત….

  ક્યાં લગ નજરુથી મળવાનું સાવ અજાણ્યા થઇ
  કો’ક પૂછે તો એમ કહેવું કે અમને ખબર નઇ

 21. pradip thakar says:

  આપનો ખુબ આભાર્…………….તમે ખુબજ સારુ કામ કરો છઓ……………ગુજરાતઈ

 22. sunay patel says:

  અમને ખબર નઇ કે શુ કહેવુ આ ગીત માતે.

 23. aastha says:

  સુંદર……બહુ ગમી..

 24. thakorhai says:

  ઘણૂ જ સરસ ગીત

 25. Anila Amin says:

  હુ અનિલા તમારિ સહાધ્યાયિ અનિલા અમીન અમેરિકાથી. તમારુ ગીત ખુબ ગમયુ

  અભિનદન.

 26. Indrajitsinh K. Vala says:

  આ ગિત આવુ સુન્દર હશે તે મને ખબર નૈ….

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *