દીવાનગી જ સત્યનો – મરીઝ

સ્વર : ઉદય મઝુમદાર
આલ્બમ : સંગીત Vol:૧ ઘેલી વસંત આવી રે

દીવાનગી જ સત્યનો સાચો પ્રચાર છે,
જાણી ગયા બધાં કે મને તુજથી પ્યાર છે.

શોધો પ્રસંગને એ તમારા ઉપર રહ્યું,
આખું જીવન અમારું હવે આવકાર છે.

મળવા જો એને ચાહું તો હમણાં મળી શકું,
એ વાત છે જુદી કે મને ઇંતઝાર છે.

એકાદ હો તો એને છૂપાવી શકું ‘મરીઝ’,
આ પ્રેમ છે ને એનાં પુરાવા હજાર છે.

– મરીઝ

5 replies on “દીવાનગી જ સત્યનો – મરીઝ”

  1. પ્રેમના પુરાવા હજાર છે.સુંદર મજાની વાત કહી.

  2. ઉદયના સ્વરમા ગઝલ સાન્ભળ્વાની મઝા આવી.ઈન્તઝાર કરવામા કેવી મીઠી મઝા છે તે બહુ સારી રીતે કહ્યુ.

  3. Though there have been many good Ghazal writers in Gujarati, MAREEZ Saheb is unparalleled in subtle expressions and taking the form of Ghazal to its golden heights and making Gujarati language richer (and indebted to him for his wonderful contribution)…salaam to that great spirit of Ghazals in Gujarati … you enriched me, my language, our society and culture Mareezsaheb…thanks a lot!

  4. hu jov chu gulab to tame yad aavo cho;ane adu jo shrab to tame yad aavo cho;bhijvi jay che nayan ne dunaya na shvalo;ane aapu jo jvab to tame yad aavo cho.-ashit damecha

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *