મોરને છોડીને ટહુકા ક્યાં જશે ?
આ ધરાથી દૂર દરિયા ક્યાં જશે ?
શ્વાસના સામીપ્યમાં તો કૈંક છે.
શબ્દથી અકબંધ રેખા ક્યાં જશે ?
ક્ષુબ્ધ ઘટના ચોતરફથી ઘૂઘવે,
હાથમાં મેંદીની છાયા ક્યાં જશે ?
હું પરિચિત ભીંતમાં ડૂબી શકું,
ભાગ્યના ખંડેર પડઘા ક્યાં જશે ?
લ્યો, હકીકત ધૂળમાં છુપાઈ ગઈ,
પારદર્શક શ્વેત પગલાં ક્યાં જશે ?
– દિલીપ મોદી
ર્ડો દિલીપભાઈ જે આજે આપણી વચ્ચે નથી પણ કવિતા ની ગહનતા અને સુજ બુજ એમની અંદર અપાર હતી …..
મોરને છોડીને ટહુકા ક્યાં જશે ?
આ ધરાથી દૂર દરિયા ક્યાં જશે ?
ટહુકા મોર થીજ સંભવ છે એ વગર ટહુકા ની કલ્પનાજ ક્યાં થી હોય શકે ?
એમજ દરિયા નું ધરા વગર સ્થાન નથી દરિયા ની સુંદર તા અને ઘેઘૂરતા
ધરા થીજ સંભવે છે એટલે ટહુકા માં મીઠાસ છે અને દરિયા માં સુંદરતા અને મન ની શાંતિ એટલે કવિ ની કલ્પના એ વર્ણન કર્યું છે કે ટહુકો અને દરિયો બંને ગમે તેટલા ઈતરાયા કરે પણ આખરે સહારો તો ધરતી નો અને મોર નોજ છે
કે બી સોપારીવાલા અમદાવાદ 21/03/2022
પ્રત્યેક રચના રચનાકારની લાગણીઓના ચાકડેથી ઉતરેલ મહામુલી જણસ છે.હવે વાચક એ જણસને પોતાની લાગણીઓ અને સમઝદારી ની એરણે ચડાવી નાણવાનો ઉપક્રમ કરે એ સ્વાભાવિક છે.પણ એમા બેરહમ કે અસહીષ્ણું બની પોતાનો અભિપ્રાય્ આપે તે બરાબર નથી.જો કવિતા ન સમજાય તો એમાં રચનાકાર ને દોષ દેવાને બદલે ખેલદિલિથી કહી શકાય જેમ ડો.વિવેકે કહ્યુ તેમ.રસાસ્વાદ કરાવનારને કાગડા કહેવાની ગુસ્તાખી અક્ષમ્ય છે.આવી ભાષા આપણને ન શોભે.
મને રચના ગમી છે.કારણ એ એક સ્વસ્થ સર્જન છે.કલ્પન ની ગહનતા પામવા મન ની વિશાળતા અને કાવ્ય ને સમઝવામાટે ની તત્પરતા સાથેના ખુલ્લા દિલનો હું માલિક છું.
હું પરિચિત ભીંતમાં…… કલ્પનની ગહનતા પામવી પડે….
સરસ રચના……
કાવ્યાની વાત એક રીતે સાચી છે. જો કે ગઝલનું સ્વરૂપ જ એવું છે, એ ગીત જેટલું સરળ અને સાહજીક નથી. એમાં રદીફ અને કાફિયાની ગોઠવણીથી એક ચોટ ઊભી થવી જરૂરી છે. આજ કાલ ગઝલો એટલી બધી લખાય છે અને દરેક નવા કવિને ગઝલો જ લખવી છે એટલે માત્ર ચોટ ઊભી કરવાના કૃત્રિમ પ્રયત્નોમાં ગઝલ મરી જતી હોય છે. જો કે દિલીપ મોદીની આ ગઝલમાં એવી કૃત્રિમ ગોઠવણી નથી લાગતી. દિલીપ મોદી એક ઘડાયેલા શાયર છે.
દરેક વાચક માટે કવિતા મૂલવવાના પોતાના ધોરણો હોય છે. બધાને બધી જ કવિતા સારી લાગે (કે ખરાબ લાગે) એવું જરૂરી તો નથી. વાચકને કવિતા સારી કે ખરાબ લાગવાથી કંઈ કવિતા સારી કે ખરાબ થતી નથી. કવિતા તો જે છે એજ છે, કોણ કવિતાને કેટલું સમજે છે એના પર બધો આધાર છે. કવિતાને વિચાર વિસ્તાર કે આસ્વાદના લટકણિયા લગાડીને નિબંધ ના લખવાના હોય. કવિતાની દરેક લીટી સમજવાની પળોજણમાં પડ્યા વગર ફ્ક્ત એને વાંચીને જે કંઈ ભાવ ઉદ્ભવે એને માણવાની જ મઝા હોય છે.
તો ચાલો કવિતા વાંચીએ અને અંગત રીતે અનુભવીએ…મોં માથા વગરના આસ્વાદ અને વિવેચનનું કામ કવિતા ચૂંથવાવાળા કાગડાઓને સોંપીએ.
yes, just as vivek said.
everyone has his own feelings, and own way to express the same.
કવિતા વિશે સહુનો પોતાનો અંગત અભિપ્રાય હોઈ શકે એટલે કોઈ એક ભાવક કવિ કે કવિતાની ઝટકણી કાઢે તો એના પર તૂટી પડવું યોગ્ય નથી…
નિઃશંકપણે આ ગઝલ દિલીપ મોદીની ઉત્તમ ગઝલોમાંની એક નથી જ… મને પોતાને આ ગઝલમાં કેટલાક શેરમાં ખાસ ગતાગમ પડતી નથી… કોઈ વિચાર વિસ્તાર કરી આપે તો મહેરબાની થશે…
કાવ્યા,
અગર આ કાવ્ય નથી તો… ? કાવ્ય કોને કે’વાય ?
anyways,
one’ve own view-point.
nice gazal…. jayashree !!
This poetry needs capability to imagine the one can have a feeling …
સરસ ગઝલ છે.
whre is track jayshreeben ?????
Regards
Rajesh vyas
Chennai
કવિની આટલી ઊન્ડી અનુભૂતિએ ઉતરવુ એ લોઢાના ચણા ચાવવા જેવુ અઘરુ લાગે છે!
મનને છોડીને વિચારો ક્યાં જશે ?
શ્વાસોને છોડીને શરીરો ક્યાં જશે ?
શ્વાસના સામીપ્યમાં તો કૈંક છે.
લાગણીથી અકબંધ સંબંધ ક્યાં જશે ?
ક્ષુબ્ધ ઘટના ચોતરફથી ઘૂઘવે,
હાથમાં મેંદીની આશા ક્યાં જશે ?
such a niceone………
સુંદર રચના…
ગઝ્લ અને શાયરિ આપો
અભિપ્રાયો બાબત, પસંદ અપની અપની, ખ્યાલ અપના અપના….ગઝલ, ગીત, કાવ્ય અને સાહિત્યનો આનદ અનેરો હોય જ છે…..તમારો આભાર……
કાવ્યા, હુ તમારિ સાથે સહમત નથિ. દરેક ને પોતાનિ લાગણિઓ વ્યકત કરવાનો આધિકાર ચ્હે.
જય્શ્રેી બેન્,
Please do not publish such poor quality Poetry on Tahuko.
This poetry is not a poetry but playing of words…with Radif and kafiya
લ્યો, હકીકત ધૂળમાં છુપાઈ ગઈ,
પારદર્શક શ્વેત પગલાં ક્યાં જશે ?
ક્ષુબ્ધ ઘટના ચોતરફથી ઘૂઘવે,
હાથમાં મેંદીની છાયા ક્યાં જશે ?
These lines do not make any feelings or sense.
આવિ કવિતા છાપશો તો
સાચિ કવિતા કયા જ શે ?
લ્યો, હકીકત ધૂળમાં છુપાઈ ગઈ,
પારદર્શક શ્વેત પગલાં ક્યાં જશે ?
Very Good Imagination..
Sounds like gulzar style poetry