તમને ખબર નથી કે અમારા પ્રવાસમાં,
થીજી રહ્યું છે મૌન હવે શ્વાસ શ્વાસમાં !
ઝાકળ વિશે મળ્યો છે મને પત્ર એકદા,
ઊકલે કદાચ તારા નયનના ઉજાસમાં !
મારા હરેક સ્વપ્નની સૂની કિનાર પર,
ડોકાઇ કોણ જાય છે કાળા લિબાસમાં !
પામી ગયો છું અર્થ હવે ઇન્તેઝારનો,
જંગલ ઊગી ગયાં છે હવે આસપાસમાં !
ખાલી ક્ષણોના જામથી છલકાય શૂન્યતા,
વધઘટ કશી ન થાય સુરાલયની પ્યાસમાં !
હકિકત થિ કતરાય ને જિવિ રહ્યા ચ્હે સ્વપ્નલયમા
જયશ્રિ,
ખુબ જ સુન્દર. રાજેન્દ્રભાઈ નેી આ જ તો મઝા ચ્હે
Shri Rajendrbhai this gazal is very good …i like this gazal very much…
થીજી રહ્યું છે મૉન….
સુંદર
કવિવર શ્રી રાજેન્દ્ર શુક્લની રચનાઓમાં બહુધા છલકાતા ભગવા રંગના સ્થાને આ સાવ નવો રંગ પણ ખાસ્સો મનમોહક લાગે છે. આ બે શેર ખાસ ધ્યાન દઈને વાંચવા જેવા લાગ્યા:
મારા હરેક સ્વપ્નની સૂની કિનાર પર,
ડોકાઇ કોણ જાય છે કાળા લિબાસમાં !
પામી ગયો છું અર્થ હવે ઇન્તેઝારનો,
જંગલ ઊગી ગયાં છે હવે આસપાસમાં !
પામી ગયો છું અર્થ હવે ઇન્તેઝારનો,
જંગલ ઊગી ગયાં છે હવે આસપાસમાં !
હા જયશ્રી, અમુક ઇન્તેઝાર ખરેખર એટલા લાંબા હોય છે.
રચનાનું શિર્ષક વાંચીને મને એમ કે સાથેનો ફોટો જુદો હશે. 🙂