હાથને ચીરો તો ગંગા નીકળે – રમેશ પારેખ

ટહુકો પર પહેલા રજુ થયેલી ગઝલ, સ્વર – સંગીત સાથે ફરી એકવાર.

gangotri( ગંગોત્રી )

સ્વર : આશિત દેસાઇ, હેમા દેસાઇ ; આલ્બમ : ગઝલ રેશમી

હાથને ચીરો તો ગંગા નીકળે
છેવટે એ વાત અફવા નીકળે.

બોમ્બની માફક પડે કાયમ સવાર
એ જ કચ્ચરઘાણ ઘટના નીકળે.

કોઇ સપનું છીછરું વાગ્યું હતું
ને જનોઇવઢ સબાકા નીકળે.

સ્તબ્ધ આંખોની કરો ખુલ્લી તપાસ,
ભોંયરાઓ એના ક્યાં ક્યાં નીકળે.

એ શું ક્બ્રસ્તાનનું ષડયંત્ર છે?
મુઠ્ઠીઓ ખૂલે તે મડદાં નીકળે.

દાબડીમાં એક માણસ બંધ હોય
ઢાંકણું ખોલો તો લાવા નીકળે.

વક્ષની ખંડેર ભૂમિ ખોદતાં
કોઇ અશ્મીભૂત શ્રધ્ધા નીકળે.

માર્ગમાં આવે છે મૃત્યુની પરબ
જ્યાં થઇ હરએક રસ્તા નીકળે.

ર નીરંતર મેશ-માં સબડે અને
સુર્ય પણ નીકળે તો કાળા નીકળે.

 – રમેશ પારેખ

21 thoughts on “હાથને ચીરો તો ગંગા નીકળે – રમેશ પારેખ

 1. ashish joshi

  આ આલ્બમ નુ નામ “ગઝલ રેશમિ” છે. આ આલ્બમ મા આસિત દેસાઈ અને હેમા દેસાઈ એ પોતાનો સ્વર આપેલો છે.

  આશિષ
  ભારત

  Reply
 2. Vihang Vyas

  વાહ વાહ્…..
  વક્ષની ખંડેર ભૂમિ ખોદતા, કોઈ અશ્મિભૂત શ્રદ્ધા નીકળે…..

  Reply
 3. Harshad Jangla

  છેલ્લી બે પક્તિ ઓ માં પોતાનું નામ મુકવાની નવીનતા
  બહુ ગમી
  આભાર જયશ્રી

  Reply
 4. Darshan shah

  અસ્તબ્ધ આંખોની કરો ખુલ્લી તપાસ,
  ભોંયરાઓ એના ક્યાં ક્યાં નીકળે.

  Meaning of this pankti is very nice. kahi shkay ke haju dariya ni undan ma pan koi navinta rahi che je samjvi khubaj hard che….

  Reply
 5. PRAGNESH PANDYA

  હ્ર્દયસ્થ કવિ રમેશ પારેખ ને ઉત્તમ અંજલિ.
  અમરેલી મા કેટ્લી યે વાર રુબરુ સામ્ભળ્યા, પણ હવે તો માત્ર યાદૉ જ વાગોળવી રહી.
  સેંકડૉ જોજ્ન દુર રહિ, ગુજરાતી માટે થતુ કાર્ય પ્રશંસનીય.

  Reply
 6. Shah Pravin

  ‘પછી રાત પડી, એ તો એવી પડી કે નથી જેની સવાર હજી થઇ!’
  —–રમેશ પારેખ.

  Reply
 7. sneh

  thanks for sharing really….
  bahu pehla aa ek var sambhleleu…ane aaje fari sambhlyu…kharekhar…bahu j saras..and unusual..shabdo che kavi na..

  Reply
 8. Girish Makwana

  “બહુ એ દિલ ને ના કહ્યુ છ્તાય મહોબ્બ્ત કરી બેઠુ..”આ ગઝ્લ આનંદ કુમાર સી એ ગાય છે, જો એ તમો ફર માઇશ પુરી કરશો તો તમારો આભાર
  ગિરીશ મકવાના, મેલબોર્ન , ઓસ્ટ્રૅલિયા

  Reply
 9. jayesh panchal

  Dear Jayeshreeji,

  some how I cannot start my player properly. It starts & immediately stops & freeze my computer.It will be my pleasure if you can set it.
  Thanks
  Jayesh Panchal

  Reply
 10. sachin Padhye

  I have gone through the album “Sur Vaibhav” Thoroughly and amazed that there were no names of poets on it so will you please send me the names of the same along with the lyrics.

  Sachin Padhye

  Reply
 11. Manubhai Raval

  કોઇ સપનું છીછરું વાગ્યું હતું
  ને જનોઇવઢ સબાકા નીકળે.

  દાબડીમાં એક માણસ બંધ હોય
  ઢાંકણું ખોલો તો લાવા નીકળે.

  સુન્દર મર્મ સ્પર્શી ગઝલ.

  Reply
 12. Apurva Mehta

  Wow…Each word has what a deep meaning, each word relates our life with our surroundings, give us a way to live a life happily…just fabulous…

  Reply
 13. Apurva Mehta

  Wow…Each word has what a deep meaning, each word relates our life with our surroundings, give us a way to live a life happily…just fabulous…

  Reply
 14. Rekha shukla(Chicago)

  દાબડીમાં એક માણસ બંધ હોય
  ઢાંકણું ખોલો તો લાવા નીકળે.
  સુન્દર મર્મ સ્પર્શી ગઝલ…!!

  Reply

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *