ભીનાશનું કારણ અને તારણ – સૌમ્ય જોશી

વર્ષો પછીથી આજ પાછી શાયરી કહેવાઇ ગઇ,
મૌનની જાહોજલાલીઓ ફરી લૂંટાઇ ગઇ.

તીવ્રતા બુઠ્ઠી થઇ ને ગાલગાના બંધનો,
બેડીઓનો દેશ છે ને કરવતો ખોવાઇ ગઇ.

એ જ કિસ્સો, એ જ લોકો એ જ અધૂરા સ્વપ્ન બે,
કેટલી ચીજોથી સાલી જિંદગી ટેવાઇ ગઇ.

શું કરું મારા રુદનની સાબિતીનું શું કરું,
એક ક્ષણ ખાલી હસ્યો એમાં છબિ ખેંચાઇ ગઇ.

આજ મારી કાયમી ભીનાશનું કારણ કહું ?
એક નદી મારા સુઘી આવી અને ફંટાઇ ગઇ.

37 replies on “ભીનાશનું કારણ અને તારણ – સૌમ્ય જોશી”

  1. “FILE NOT FOUND” appears when one wants to hear Bhagwan Mahavir ane Jetho Bharvad. Can you please do something about it Jayshreeben!? Thank you.

  2. આજ મારી કાયમી ભીનાશનું કારણ કહું ?
    એક નદી મારા સુઘી આવી અને ફંટાઇ ગઇ સરસ સઊન્દર રચના.

  3. ખુબ સરસ , સોમ્ય સર નિ ‘કુતરુ ‘નામે એક ક્રુતિ મલિ શક્શે તો આપનો આભાર્.

  4. સૌમ્યભાઈ…ખુબ જ સુન્દર..બસ એક વાર તમને મડવુ છે..
    And Jatshree ben i think that u know that Saumya bhai is also a good writer…director of theatre…

  5. આજ મારી કાયમી ભીનાશનું કારણ કહું ?
    એક નદી મારા સુઘી આવી અને ફંટાઇ ગઇ…

    Nice one…

  6. આજ મારી કાયમી ભીનાશનું કારણ કહું ?
    એક નદી મારા સુઘી આવી અને ફંટાઇ ગઇ.

    સુંદર શેર…

  7. અફલાતૂન!!!

    એ જ કિસ્સો, એ જ લોકો એ જ અધૂરા સ્વપ્ન બે,
    કેટલી ચીજોથી સાલી જિંદગી ટેવાઇ ગઇ.

  8. એ જ કિસ્સો, એ જ લોકો એ જ અધૂરા સ્વપ્ન બે,
    કેટલી ચીજોથી સાલી જિંદગી ટેવાઇ ગઇ.
    અદ્ભુત્!
    આફરીન..આફરીન !!!

  9. આજ મારી કાયમી ભીનાશનું કારણ કહું ?
    એક નદી મારા સુધી આવી અને ફંટાઈ ગઈ.
    ખુબ સરસ્…………..

  10. really really njoy so much …. i am so proud that i am yr student Saumya sir. Your one of favorite words “saali, saalu….” aah! remembers me that days of “Drama “…..

  11. એજ કિસ્સો, એજ લોજકો, એજ અધુરા સ્વપ્ન બે……

    ખુબ જ સરસ ….

  12. સૌમ્ય ,
    બહુ વર્શો વિત્યા તને મલે.
    ટહુકાએ તારિ યાદ અપાવિ દિધિ.
    મૌનસ્

  13. Beautiful,very picturusque too! I loved the whole piece,yet,I loved the last 6 lines in particular.It has piercing edge!It hurts!Very transperent!
    One more thing,I was trying to locate you on web since I became ardent fan of yours after watching”Dost,chokkas ahyinya ek nagar vastu hatu”,some 4 yrs back,in Vadodara,C.C.Mehta auditorium.
    Have not been repeating it?I & my friends are still waiting for it eagerly to watch again!I salute you for this play,for the courage & for bring out the bitter truth…Hope it was an eyeopener to many.
    Kudos to you!Please come out with more so!
    I hope to meet you personally someday in Vadodara!
    Warm wishes.

  14. માઝમ રાત ને ગરબે ઘુમે ચનિયાચોડિ ઘાઘરા, ને કુતરાના તો ભિડની વચ્ચે ખોવાયા છે થાંભલા…. was something like this I want to read the whole thing. Long time back, maybe 10-12 yrs back I saw it on DD, it was Haasya kavi sammelan. Please, મારી આ ઇચ્છા પુરી કરશો….

  15. Dear સૌમ્ય
    Miss you dost…

    Jayshri ben
    ઊત્તમ કાર્ય.

    Shailesh

  16. ‘ભરવાડ અને મહવઈરસવઆમિ’ કવિતા મુકવા નમ્ર અરજ ચ્હે…મેહુલ

  17. ખુબ સરસ સૌમ્યસર્ ખુબ મજા પડી..બિજિ કવિત્આ ઓનો આસ્વઅદ્ માણવા મલે તો મજઅ પડી જાય્..

  18. If this reaches out to Saumya Joshi…I will be one of the happiest person on earth. One of the great things I miss here very sorely in New Zealand is TO HEAR YOU LIVE RECITING YOUR POETRY and missing acting with you as well. You have been one of the finest human beings I have ever known. Keep writing mate, as you are a great poet of a wonderful language.

  19. Saumya Sir You are a great Poet and writer no doubt about it.I am greatful to you if i get to hear “dikari mari vahalno dario….”

  20. ખુબ સરસ, જો સૌમ્ય જોશીનિ બિજિ કવિતા જેમ કે “કુત્ રો ” અને “મારિ નેનકિ બુન જોને રોઇતિ” મલે તો ખરેખર આભરિ રહિશ્.
    અને “હુ તો સુરજ મુખિ નુ એક નાનકદુ ફુલ ” પન સાભ્લવા નિ બહુ ઇચ્હા પુરિ કરશો.

    ભુપેન્દ્ર.

  21. આજ મારી કાયમી ભીનાશનું કારણ કહું ?
    એક નદી મારા સુધી આવી અને ફંટાઈ ગઈ.
    ખુબ સરસ્…………..

  22. શું કરું મારા રુદનની સાબિતીનું શું કરું,
    એક ક્ષણ ખાલી હસ્યો એમાં છબિ ખેંચાઇ ગઇ….

    …મિરઝા ગાલિબનો એક શેર યાદ આવી ગયો:

    ઉનકે દેખેસે જો આ જાતી હૈ મુંહ પર રૌનક,
    વો સમઝતે હૈં કિ બિમારકા હાલ અચ્છા હૈ.

  23. સરસ, ખુબ સરસ્… આભાર્
    સૌમ્ય જોશી
    — દેવદત્ત ઠાકર

  24. SO CALLED DIFFERENCE BETWEEN NET AND FACE TO FACE MEETING DOES NOT EXITS AS FAR AS THIS POEM IS CONCERNED….I CAN FEEL THE BEATS OF THIS POEM…VERY WELL EXPRESSED.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *