રાતભર ફૂલનું દિલ બળે,
કીર્તિ જેવું ઝાકળ મળે.
માન હો કે અપમાન હો,
બન્નેમાં દશા ખળભળે.
લાગણીને શું દઉં હવા,
સહેજ તિરાડે નીકળે.
તું કહે તે મંજૂર હશે,
જો જરા આ પાંપણ ઢળે.
વાત થઇ શકશે આપણી,
જો અહંની આડશ ટળે.
ટેકરા-ખાડા નકશામાં,
સાવ સીધા છે કાગળે.
જે દુઆ તેં દીઘી નથી,
કોણ જાણે શાને ફળે !
આંખે વરસે વર્ષા પછી,
કોઇ વાદળની અટકળે.
‘કીર્તિ’ ત્યારે બસ ચેતજો,
દોસ્ત પાછળ ટોળે વળે.
કિર્તિઅંકલ,
આશિષના વંદન.
કીર્તિ’ ત્યારે બસ ચેતજો,
દોસ્ત પાછળ ટોળે વળે.
ખરેખર જિવનમાં ઉતારવા જેવો શેર છે.
Chi.Jayashree,
Hope you remember me.
I am in Canada now and will be in US from 3rd to 12th Oct. for a short period. At present I am at my daughter’s home. My Tel: nos.are
Canada: 905 487 0087 (Brampton, ON)
US: 856 751 8773 ( New Jercy)
With Blessings,
Kirtikant Purohit.
સરસ…