મોરબીની વાણિયણ

ગઇકાલે ટહુકોની ત્રીજી વર્ષગાંઠ પર મુકુલભાઇએ સ્પેશિયલ ગીત લખીને મને અને સૌને એક અમુલ્ય ભેટ આપી છે.. મુકુલભાઇ, આભાર કહીને આ ભાર ઓછો નહીં કરું! હું એ માટે હંમેશા આપની ઋણી રહીશ.! અને શુભેચ્છા પાઠવનાર દરેક મિત્રોનો પણ ખૂબ ખૂબ આભાર..!

આજે સાંભળીએ હેમુ ગઢવી અને દીના ગાંધર્વના સ્વરમાં આ ખૂબ જાણીતુ લોકગીત.

એવોયે વખત હશે, જ્યારે વાણિયા જેવી પોચી જાત અને તેમાંયે એક અબળા, પોતાના ઉપર કુદ્રષ્ટિ કરનાર રાજાને પણ કાળજે કારી ઘા પડે તેવો માર્મિક જવાબ આપીને ભોંઠો પાડતી. જીવાજી ઠાકોરે રોજ રોજ લાલચો દીધી. વાણિયાણીએ ખામોશ પકડી. પણ આખરે તો એણે રાજાની રાણીઓની, રાજ્યની અને મસ્તકની જ હરરાજી બોલાવી,ત્યારે ઠાકોર ઘોડાં પાવા જવાનું ભૂલી ગયા.- ‘રઢિયાળી રાત’ -સંપાદક-ઝવેરચંદ મેઘાણી

સ્વર : હેમુ ગઢવી, દીના ગાંધર્વ

કૂવા કાંઠે ઠીકરી,કાંઇ ઘસી ઊજળી થાય,
મોરબીની વાણિયણ મછુ પાણી જાય;
આગળ રે જીવોજી ઠાકોર,
વાંહે રે મોરબીનો રાજા,
ઘોડાં પાવાં જાય.

કર્ય રે, વાણિયાણી, તારા બેડલાનાં મૂલ;
જાવા દ્યો,જીવાજી ઠાકોર,
જાવા દ્યો, મોરબીના રાજા,
નથી કરવાં મૂલ;
મારા બેડ્લામાં તારા હાથીડા બે ડૂલ.—મોરબી0

કર્ય રે, વાણિયાણી, તારી ઇંઢોણીનાં મૂલ;
જાવા દ્યો,જીવાજી ઠાકોર,
જાવા દ્યો,મોરબીના રાજા
નથી કરવાં મૂલ;
મારી ઇંઢોણીમાં તારાં ઘોડલાં બે ડૂલ.—મોરબી0

કર્ય રે, વાણિયાણી, તારા વાટકાનાં મૂલ;
જાવા દ્યો, જીવાજી ઠાકોર,
જાવા દ્યો, મોરબીના રાજા,
નથી કરવાં મૂલ;
મારા રે વાટકામાં તારું રાજ થાશે ડૂલ.—મોરબી0

કર્ય રે, વાણિયાણી, તારી પાનિયુંનાં મૂલ;
જાવા દ્યો, જીવાજી ઠાકોર,
જાવા દ્યો, મોરબીના રાજા,
નથી કરવાં મૂલ;
મારી પાનિયુંમાં તારી રાણિયું બે ડૂલ.—મોરબી0

કર્ય રે , વાણિયાણી , તારા અંબોડાનાં મૂલ,
જાવા દ્યો, જીવાજી ઠાકોર,
જાવા દ્યો, મોરબીના રાજા,
નથી કરવાં મૂલ;
મારા અંબોડામાં તારું માથું થાશે ડૂલ.—મોરબી0

(આભાર :મા ગુર્જરીના ચરણે….)

Love it? Share it?
error

28 replies on “મોરબીની વાણિયણ”

 1. Lata Hirani says:

  ટહુકાની ત્રીજી વર્ષગાંઠે શુભેચ્છાઓ..

  ઘણા વખતે આ જુનુઁ ગીત વંચવું ગમ્યું…

 2. અમે બધા મિત્રો સાથે મલિને મોર્બિનિ વાનિયાનિ ગિત સાન્ભળિ ને હેમુ ગઢવિ ને અન્તર મનથિ યાદ કર્યા .

 3. ashalata says:

  સરસ ઘણા સનય પછી સાભળવા મળ્યુ

 4. M.G.Raval says:

  જયશ્રિ બેન આભાર
  ૫હેલી વાર સાભ્લ્યુ ખુબ મજા આવી ૫ણ ૫ઉરુ સમ્ભ્ળાયુ
  નહિ.

 5. gautam says:

  so a good coverage in three years.. and many more to cover !
  remain ..fresh with new postings..eventually many will be with you.
  warm wishes
  gautam

 6. હેમુ ગઢવી નુઁ આ અદભુત ગીત પણ એક અફસોસ આવા મહાન કલાકારનાં ગણીને પાંચ સાત ગીતો મળે છે

 7. JATIN PANDYA says:

  what a pity that a few decades ago, due to an “error ” by a technician of All India Radio – Rajkot, audio Reel Hundreds of songsfull of Hemu Gadhvi was destroyed.

  Not to mention being the best, had many rivals, influential enough to engineer a sabotage.

 8. Jitendra rathod says:

  Aaje to dil na tar tuti gaya.jayashree.Hemu Gadhavi no avaj -amulya ane amulya.

 9. Jitu Rathod says:

  Hi Jayashree,
  Could you get me follwoing from Hemu Gadhavai please ??
  Pele pel jugma tu hati pingla ne ame to raja raam na.
  Sava bashernu mar datardun lol
  Kachhma Anjar mota shehar chee ji re
  Ame mayara re Gokul gaam na
  Kaan tari moraliye, mohine rota bal melya
  Julan morali vaagi re rajana kunvar
  Thank you.

 10. Jitu Rathod says:

  Hi Jayashree,
  This is wonderful.

 11. kirit says:

  where is link for downloading mp3 ?

 12. vipulpatel954 morbi(rajkot) says:

  CITY TILES
  MORBI
  RAJKOT

  This is wonderful songs.

  સરસ ઘણા સનય પછી સાભળવા મળ્યુ

  Thank you.

 13. Maheshchandra Naik says:

  સરસ કાઠીયાવાડી તળપદી ભાષામા લખાયેલુ ગીત સામ્ભળી શ્રી હેમુભાઈની યાદ તાજી કરાવવા બદલ આપનો આભાર………….

 14. Hitesh Mehta says:

  bahuj saras git che…

 15. madhu vara says:

  wow what a song………… after long time i heard this song in this site im so glad my friend told me to logon to this site im so so happy..

 16. sharad radia says:

  I have heard Hemu Gadhvi’s quite a few song. Each and every one are superb. This was the only one I did not have an opportunity.
  I like to hear Ramdev Pir no helo.
  Jesel Toral Ni Jugal bandhi.
  My day starts with Tahuko and ends with Tahuko. Bring me to my child hood, youth, some of the recent past.

 17. BHARATKUMAR H SANGHVI says:

  mara morbi nu geet sambhali ne dil khoob khush thayu che aabhar.

 18. BHARATKUMAR H SANGHVI says:

  very very nice native plce songs today only i heard full songs in my life thanks

 19. Himanshu Trivedi says:

  Can someone please throw some light on the following question:
  I think Dina Gandharva then came to be known as Dina Pathak, one of the most famous actresses of Hindi cinema (she used to do lot of Gujarati theatre when she was known as Dina Gandharva)? As Dina Gandharva, “Mena Gurjari” was her sterling performance and as Dina Pathak, she has been in many well-known roles, including Khoobsoorat (Rekha starrer)and GolMaal (where she played hired mother to Amol Palekar) – I am not sure but I think they are both one and the same person.

  Thank you.

 20. Jayshree says:

  Here is what I found about Dina Pathak:

  http://en.wikipedia.org/wiki/Dina_Pathak

 21. જયશ્રીબેન,
  મોરબીની વાણિયણ
  By Jayshree, on June 13th, 2009 in ગીત , ઝવેરચંદ મેઘાણી , ટહુકો , દીના ગાંધર્વ , લોકગીત , હેમુ ગઢવી. આ ગીત વિશે, સ્વર વિશે અને તેના ગાયક અને ગાન વિશે લખવા કલમ આગળ ચાલતી જ નથી. પાચ વાર સાંભળી પણ સાંભળીયાનો સંતોષ થાતો ન હતો.
  ચન્દ્રકાન્ત લોઢવિયા.

 22. bharatkumar h sanghvi says:

  jayshreeben.
  u r right
  dinaben ghandharva and pathak r same

 23. મજા આવિ ગઈ. ખુબ ખુબ આભાર

 24. Virendra Shukla says:

  હેમુભૈ નુ જાનિતુ ગિત “વહુ કરેચ્હે અપન ઘર નિ વત જો અ વહુએ વગોવવ્યા મોતા ખોર્દરે લોલ્” તમે આ ગિત મુકિ સકો ? હેમુ ભૈ ન કન્થે ગયેલુ.
  વરસોથિ નવ્રત્રિ મ આ ગિત સમ્ભલુ હતુ.અજે યાદ અવિ ગયુ. બધ ગિત બહુજ સરસ ચ્હે.

 25. હું મોરબીનો એટલે આ ગીત પોતીકું લાગે. મોરબીના જયાબેન, મનુબેન અને ઇન્દુબેન શાહ બહેનો એ, તે સમયે (સાઈઠનો દશકો), હેમુ ગઢ્વી સાથે ઘણા યાદગાર લોક્ગીતો ગાયેલા. આ ગીતો માત્ર રેડિયો પર સાંભળવા મળતા. તેમાંનુ એક યાદગાર રુપક “કવડા સાસરીયા” એ, તે સમયે ઘણી લોકપ્રિયતા મેળવેલી. લગભગ લુપ્ત થયેલા લોક સાહિત્ય અને તેને આધારિત સર્વ કલામાં પ્રાણ ફૂંકનાર ઝવેરચ્ંદ મેઘાણી અને પ્રત્યેક ગુજરાતીના ઘટમાં લોક્ગીતોને ધરબી દેનાર હેમુભાઈ ગઢવીની જોડીએ લોક-સંસ્કૃતીની ઉમદા સેવા કરી છે.

 26. Punit J. Nandaniya says:

  આ એક સત્ય ઘટ્ના ઉપર આધારિત ગિત છે.
  આ વખ્તે મોરબીની વાણિયણ એ શ્રાપ આપ્યો હતો કે હે રાજા તારુ મોરબિ ૩ વખત નાસ થસે.
  મારિ જાણ્કારિ પ્રમાણે ૨ વખત મોરબિ નો નાસ થઇ ચુક્યો છે.

 27. Naranbhai Padsala says:

  ઘણા વર્ષો પછી આ ગીત સાંભળવા મળ્યુ.બાળપણના એ દિવસો યાદ આવી ગયા જ્યારે રેડીયો પર આ ગીતો ગુંજતા.સાંભળ્યુ છે કે હેમુ ગઢવીનું અવસાન થતા દીના ગાંધર્વએ ગીત ગાવાનું છોડી દીધેલું અને કહેલું કે મોરલો ગયો અને હવે ઢેલ ગીત કેમ ગાય?.હેમુ ગઢવીના અમર ગીતો એટલે આપણી સૌરાસ્ટ્રની લોક સંસ્કૃતીના મીઠા ઝરણા.
  “ચઢશે ઘટા ઘન ઘોર ગગનમાં ,મેઘ જળ વરસાવશે,ગહેંકતા ગાતા ગીર મોરા પિયુ ધુન પુકારશે,ત્યારે આ ધરા સૌરાસ્ટ્રને યાદ હેમુ આવશે.”ક્યાં આજના ધમાલિયા યુગના ઢંગ ધડા વગરના ગીતો અને ક્યાં આવા મધુર ગીતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *