ગૌરવ-કથા ગુજરાતની – શૂન્ય પાલનપુરી

સૌને મારા તરફથી ગુજરાતદિનની ખૂબ ખૂબ શુભેચ્છાઓ…

સંગીત: મેહુલ સુરતી
સ્વર: ભાવિન શાસ્ત્રી
ગાયકવૃંદ: નૂતન સુરતી, ધ્વનિ દલાલ, વ્રતિની ઘાડઘે

(ચંદ્ર ને સૂરજ કહે છે રાતદિ’, ‘જય સોમનાથ!’…. )

* * * * * * *

Audio clip: Adobe Flash Player (version 9 or above) is required to play this audio clip. Download the latest version here. You also need to have JavaScript enabled in your browser.

વિશ્વને રોશન કરી ગઇ દીપિકા ગુજરાતની,
સૂર્ય પણ જોતો રહ્યો જ્યોતિ-કલા ગુજરાતની.

‘ડાંગ’ માર્યાથી કદી પાણી જુદાં થાતાં નથી,
દુશ્મનોએ જોઇ છે ક્યાં એકતા ગુજરાતની?

મુક્તિ કેરા ગાલ પર લાલી અમસ્તી ના ગણો,
રંગ લાવી છે શહીદી-ભાવના ગુજરાતની.

ભાગ્ય પર પુરુષાર્થની મારી છે લોખંડી મહોર,
ભૂલશે ઇતિહાસ ના ગૌરવ-કથા ગુજરાતની.

ચંદ્ર ને સૂરજ કહે છે રાતદિ’, ‘જય સોમનાથ!’
કાળના હૈયે જડી છે અસ્મિતા ગુજરાતની.

માતા કેરા ચીર સાથે ખેલનારા! સાવધાન!
કૈં મહાભારત ન સર્જે ઉર વ્યથા ગુજરાતની.

શૂન્ય, મારી જિંદગીને તો જ લેખું ધન્ય હું,
મૃત્યુ ટાણે પણ મળે જો ગોદ ‘મા’ ગુજરાતની.

-’શૂન્ય’ પાલનપુરી

——————–
ગુજરાતના અને ગુજરાતીઓના ગુણગાન ગાતા બીજા થોડા ગીતો ટહુકો પર અહીં માણી શકો છો : ગુજરાતગીત

17 thoughts on “ગૌરવ-કથા ગુજરાતની – શૂન્ય પાલનપુરી

 1. Pinki

  વાહ્હ્…… !! મેહુલભાઈ, મને તો બહુ જ ગમ્યું.

  આ ગીત માટે તો ઑસ્કાર …….!!

  Reply
 2. dipti

  ખૂબ સુન્દર ગીત. અહી અમેરિકામા રહીને પણ ગુજરાત દિનની ઉજવણી કરાવી તે બદલ ખૂબ આભાર. રોજ રાતે સૂતા પહેલા ટહુકો સામ્ભળવાની ટેવ પડી ગઈ ચે.

  Reply
 3. Harsukh doshi

  Tahuko Roshan Kare chhe Gujarati Kavya Sangitno,
  Surya pan Joto Rahese Jayshrino Sokh Sangitno

  Reply
 4. Monark

  Gujarat Ni Garav Gatha Khub Saras Sarjai Che.

  Gujarat Ane Gujarati Ne Jivant Banave Che Tahuko.

  Reply
 5. Kantilal Parmar

  અતિસુંદર, ગુજરાતી હોવાનો ગર્વ આપે જરૂર કાયમ રહે એવી પ્રસાદી આપી.
  આભાર.
  કાંતિલાલ પરમાર
  હીચીન

  Reply
 6. કપિલ ભાટિયા

  excellent. આ ગીત સામ્ભ્ળી ને શરીર માં થર થરી આવી ગઈ

  Reply
 7. Jigar

  કેવાય કે મહોબત ના સ્વાલોના કોઇ ઉત્રર નથિ હોતા અને જેત્લા હોય તેત્લા સધર નથિ હોતા મલે એક્જ પ્રેમિને સાચિ લગન દિલ્નિ કે જેર પિનરા કાઈ શન્કર નથિ હોતા

  જય જય ગર્વિ ગુજરાતનિ

  Reply
 8. Nirav Pathak

  મેલ્બ્ન મ રહિને આ ગિત્ત સામ્ભલવાનિ બહુ મઝા આવિ ગ ઇ.

  Reply
 9. vijay narola

  ખૂબ સુન્દર ગીત. અહી અમેરિકામા રહીને પણ ગુજરાત દિનની ઉજવણી કરાવી તે બદલ ખૂબ આભાર. રોજ રાતે સૂતા પહેલા ટહુકો સામ્ભળવાની ટેવ પડી ગઈ ચે.

  Reply

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *