લાઈન લગાવો ! – મુકુલ ચોકસી

આજકાલ ભારતમાં ચૂંટણીની હવા ફૂંકાઈ રહી છે. આપણે સૌ ભારતીયો ગંદા રાજકારણને સુધારવાની કાયમ વાત કરતા હોઈએ છીએ. એ જ રાજકારણ અને નેતાઓને બદલવાનો મોકો દરેક નાગરીક પાસે છે જ, મતદાન ! પરંતુ જ્યારે ચૂંટણીમાં મત આપવાની વાત આવે ત્યારે સાવ નિરાશાવાદી વલણ અપનાવીએ છીએ… કે આપણા એક મતથી શું થવાનું હતું? પરંતુ જેમ કાંકરે કાંકરે પાળ બંધાઈ અને ટીપે ટીપે સરોવર ભરાય, એવી જ રીતે એક એક નહીં અપાયેલાં મતોની સંખ્યા કેટલી હશે એ કદી વિચાર્યું છે? બની શકે કે એ નહીં અપાયેલા મતો જ રાજકારણનો આખો ઈતિહાસ બદલવા માટે સમર્થ હોઈ…! પરંતુ જ્યાં સુધી મત આપશો નહીં ત્યાં સુધી તમને કેમ ખબર પડશે…?!

તો દરેક નાગરીકને મત આપવા માટે ઉત્સાહિત કરવા માટે મુકુલ-મેહુલની જોડીએ સૌને મતદાન કરવાની પ્રેરણા આપવા માટે એક અભિયાન હાથ ધર્યુ છે… લાઈન લગાવો… તો ચાલો મિત્રો, અત્યારે આ ગીતને સાંભળવા માટે તો તમારે લાઈન લગાવવાની બિલકુલ જરૂર નથી… પરંતુ હા, એપ્રિલની 30મી મતદાન કરવા માટે તો તમે જરૂર લાઈન લગાવશો ને?!

લાઈન લગાવો… લાઈન લગાવો

હિન્દુસ્તાનના ભાવિને ઉંચે લઈ જઈએ આવો
ચુંટવાની તાકાતથી રંગી નાખો સૌ ચુનાવો
લાઈન લગાવો…

લાંબી લાંબી લાંબી લાંબી લાંબી લાઈન લગાવો
બૂથોને છલકાવી દઈ મતદાનની ધુમ મચાવો
લાઈન લગાવો…

એક બટન દાબીને આખે આખો દેશ બચાવો
લોકશાહીના માથા પર મતનું એક તિલક લગાવો

પરિકલ્પના : મુકુલ ચોકસી
સંગીત : મેહુલ સુરતી
દિગ્દર્શક : યુનુસ પરમાર
કેમેરા : નીલેશ પટેલ
એડિટર : અમિત ભગત
ગાયકો: મેહુલ, ભાવિન, આશિષ, રૂપાંગ, નૂતન, ધ્વનિ
સોંગબર્ડ ફિલ્મ ડિવિઝન
સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રીઝ
અને
સિનિયર સિટિઝન કાઉન્સિલ ટ્રસ્ટની પ્રસ્તુતિ

6 replies on “લાઈન લગાવો ! – મુકુલ ચોકસી”

  1. મદ્મ્સ્ત ગેીત ઇલેક્શન સમ્ યે સાભ્લ્યુ. મજા આવેી ગઈ.
    જન્ તા જાગોને જાગ્રુત થઈ અવ શ્ય આપ્ નો કિમતેી મત આપો.

  2. પ્રિય મુકુલભાઈ અને મેહુલ,

    ખુબ ખુબ અભિનન્દન તમારી બન્નેની જનસેવા માટે! બહુ સુન્દર સઁગીત અને શબ્દો છે.

    ડો. દિનેશ ઓ.શાહ, ગેઈન્સવીલ, ફ્લોરિડા, યુ.એસ.એ. અને નડિયાદ, ગુજરાત, ભારત

  3. વાહ્… આખી ટીમને ખૂબ ખૂબ અભિનંદન !!
    હવે મત કોને આપવો પણ……?!!

  4. આ ગીતને મસ્ત appropriate music મેહુલ અંકલ દ્વારા મળ્યુ અને સાથે video direction and editing પણ સરસ થયુ.
    આખરે અમારા સુરતની પ્રજા છે. vote જાગ્રુતિ માટે નુ સુંદર લખાણ.

  5. સાવધાન..આ ગીત પુખ્ત વયના નાગરિકે જ જોવુ..મતાધિકાર તેઓ ને જ છે..માટે…અદભુત composition, Best performance by wellknown artists of surat..beautiful edited by Amit Bhagatwala,congratulation to entire team.. મતદાન માટૅની અપીલ, જોરદાર ગીત,શાનદાર અભીનય,વાહ… મેહુલ મુકુલ યુનુસ..તમો સુરત ની શાન છો..લોકો ફરી પાછા મત આપતા થઇ જ્શે..

  6. મુકુલભાઈ આપની વાત સાથે સંમત થતી
    મેં હમણાજ લખેલી રચના કેવી રહેશે……
    ડો. નણાવટી

    ….ચુટણી….ટાણે….

    ભલે સોડમ હશે સૌ ભાષણોમાં લાગણીઓની
    મને તો બૂ સતત આવી રહી છે માગણીઓની

    ન જાણે સા રે ગ મ પ ધ ની સા કઈ રીતે રચશે
    અસૂરો શી દશા કરશે બિચારી રાગિણીઓની

    ચડીને પીઠ પર, મૃગજળ સુધી દોડાવશે નક્કી
    પછી કરશે ઊજાણી, ખાલ ચીરી, સાંઢણીઓની

    નર્યા નફ્ફટ ફુગા અણઘડ હવાથી ખૂબ ફુલ્યા છે
    જરુરી છે સમજદારી તણી બસ ટાંકણીઓની

    જરા આળસને ખંખેરી જજો મતદાનને મંદિર
    કરી ઘંટારવો નીંદર હણો સમરાંગણીઓની

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *