કવિ શ્રી ઝીણાભાઈ દેસાઈ ‘સ્નેહરશ્મિ’ ને એમના જન્મદિવસે હ્રદયપૂર્વક શ્રધ્ધાંજલી.. ! અને સાથે એમનો આ ગરબો બે અલગ-અલગ સ્વરાંકન સાથે.. આરતી મુન્શીના મીઠેરા સ્વર સાથે…!
સ્વર :આરતી મુન્શી
સ્વરાંકન : એફ. આર. છીપા
.
સ્વર :આરતી મુન્શી
સ્વરાંકન : ભાઇલાલભાઇ શાહ
.
ઓઢણી લહેરલ લહેરલ જાય,(૨) હો વાદળી લહેરલ જાય..
મલકે નમણી નાર..(૨)
લહેરલ લહેરલ લહેરલ લહેરલ જાય…
વીજની ગૂંથણી વેણીમાં કંઈ, ગૂંથ્યા તેજલ ફૂલો
મોતી જેવા તારલાની (૨) તારે અંબોડલે ઝૂલ,
હો વાદળી લહેરલ જાય..
લહેરલ લહેરલ લહેરલ લહેરલ જાય…
સોનલાની પુર સોનલ ઝૂમણાં, લખલખ રુપોને અંબાર,
તારી શી ઓઢે નવરંગ ચૂંદડી, દિશ દિશ લહેરે મલહાર,
હો વાદળી લહેરલ જાય..
લહેરલ લહેરલ લહેરલ લહેરલ જાય…
આભ ઝરુખે આવી તું ખેલતી, સખી સૈયર સાથ,(૨)
રાસની કંઈ જામે રમણા (૨) છ્લકે સાગર સાત..
હો વાદળી લહેરલ જાય..
લહેરલ લહેરલ લહેરલ લહેરલ જાય…
ચૂંદડીમાંથી રંગ ચૂએને, ધરતી ભીંજાઈ જાય (૨)
પાંગરી મારી મનની કૂંપણ (૨) હૈયું ઝોલાં ખાય..(૨)
હો વાદળી લહેરલ જાય..
લહેરલ લહેરલ લહેરલ લહેરલ જાય…
મલકે નમણી નાર..(૨)
———–
આભાર : સિધ્ધાર્થભાઇ ઝીણાભાઇ દેસાઇ, મેહુલ શાહ
વાહ્ .
આ ગેીત ના શબ્દો મા જુદુ ગયુ છે.
મલકે નમણિ કાય – એમ છે
ેતેજલ ફુલ – એમ છે.
સરખિ સહિયર્ – એમ છે
સોનલ નેપુર – એમ છે
sorry for this changes..
plz i wnt the song “sapna na vavetar” plz upload it
Can YOU please arrange for me the Title song of Gujju TV serial “SAPANA NA VAVETAR”
Thanks!
Krunal
ઝીણાદાદા અને ભાઈલાલભાઈ …. સાથે હોય એટલે સુંદર સર્જન !! આરતી મુન્શી પણ સી.એન.નાં જ …
નવું સ્વરાંકન પણ સરસ થયું છે !!
ખુબ સુંદર ગાયકી
મે સ્નેહ્સુર્અના ગિતોમા ગરબો લેવાનુ વિચારુ ત્યારે ચિપાસહેબે આ જ ગરબો લેવાનો આગ્રહ કર્યો અને ગવ્દાવવાનુ આરર્તિબેન પાસે જ આગ્રહ રાખ્યો.અને આરતિબેન સહર્સ સ્વિકારિ લિધુ