હું કશુંક પી ગયો છું…. – ગની દહીંવાલા

જો સુરા પીવી જ હો તો શાનની સાથે પીવો
કાં પ્રિયા કાં યાર બુધ્ધિમાનની સાથે પીવો
ખૂબ પી ચકચૂર થઇ, જગનો તમાશો ના બનો
કમ પીવો છાની પીવો પણ ભાનની સાથે પીવો
– ઉમર ખૈયામ અનુ.’શૂન્ય’ પાલનપુરી

સ્વર : પંકજ ઉધાસ

holding hands

.

ન તો કંપ છે ધરાનો, ન તો હું ડગી ગયો છું,
કોઈ મારો હાથ ઝાલો, હું કશુંક પી ગયો છું.

જો કહું વિનમ્ર ભાવે તો સૂરજ સુધી ગયો છું,
કે નજરનો તાપ જોવા હું નયન લગી ગયો છું.

હતો હું ય સૂર્ય કિન્તુ ન હતી તમારી છાયા,
ઘણીવાર ભરબપોરે અહીં આથમી ગયો છું.

આ હૃદય સમો તિખારો છે દઈ રહ્યો ઈશારો,
કોઈ કાળે સૂર્યમાંથી હું જુદો પડી ગયો છું.

નથી કાંઈ પ્રયાણ સરખું અને પથ કપાઈ ચાલ્યો,
નથી કાફલાની હસ્તી અને હું ભળી ગયો છું.

બહુ રાહતે લીધા છે મેં પસંદગીના શ્વાસો,
ન જિવાયું દર્દરૂપે તો સ્વયં મટી ગયો છું.

’ગની’ પર્વતોની આગળ આ રહ્યું છે શીશ અણનમ,
કોઈ પાંપણો ઢળી ત્યાં હું ઝૂકી ઝૂકી ગયો છું.

આભાર : જયદીપનું જગત

16 replies on “હું કશુંક પી ગયો છું…. – ગની દહીંવાલા”

 1. RAJENDRA TRIVEDI,M.D. says:

  Great GAZAL OF GANI DAHIWALA and PANKAJ UDAS.
  KEEP UP YOUR GOOD WORK IN YOUR BUSY LIFE FOR SURFER LIKE ME.

 2. Haresh Prajapati says:

  Great gazal !!!

  Simply awesome !!

  હતો હું ય સૂર્ય કિન્તુ ન હતી તમારી છાયા,
  ઘણીવાર ભરબપોરે અહીં આથમી ગયો છું.

  great lines !!

 3. Sabhar says:

  હજી સરસ કલેક્શન ભેગુ થાયી એવી આશા રાખીશ. ખુબ જ સરસ સાઈટ બનાવવા બદલ ધન્યવાદ. મારી માન્યતા એવી છે કે આપણી આ સરસ સાઈટ માં આપણું રાષ્ટ્ર ગીત પણ હોવું જોઇએ. મારી જેમ દેશની બહાર વસતા ભારતીયો માટે આ સાઈટ વરદાન સ્વરુપ છે. આ સાઈટ ના વખાણ શબ્દો માં કરવા મુશ્કેલ છે. જો મારે કોઇ ગુજરાતી ગીતો કે કવિતાઓ આ સાઈટ પર મુકવી હોય તો એના માટે મારી પાસે મારા મિત્રો અને મારા રસ ને કારણે મારી પાસે સારું કલેક્શન છે. જો એ કલેક્શન આ સાઈટ ના ઉપયોગ માં આવી શકે તો મને ગમશે. હું જાણવા ઈચ્છીશ કે આ બાબતે હું કેવી રીતે આ સાઈટ નો ઉપયોગી થઈ શકું? અલગ અલગ કવિઓ ની રચનાઓ નો આસ્વાદ કરાવતી આ સાઈટ માં સંગીત બધ્ધ કાવ્યો, ગઝલો અને અન્ય સાહિત્ય ક્રુતિઓ નો રસાસ્વાદ ટહુકો.કોમ દ્વારા થયેલો અન્ન્ય પ્રયાસ છે. ખુબ ખુબ આભાર.

 4. Himanshu Desai says:

  More of Gani Saheb….
  You have excellent collection …
  Ye dil Mange MORE….

 5. Balkrishna K. Vyas says:

  Thanks for such a wonderful song.
  Bahu j maja aavi gai.

 6. pathik says:

  અતિ સુન્દર ,સાભલિ ને હુ પિ ગયો

 7. poonamchand,ahmedabad says:

  ગાનિદહિવાલા નિ રચના અને પકજ ઉધાસ નો સ્વર એટલે જાણે સોને પે સુહાગા. ખુબ આભાર જયશ્રિબેન.

 8. vipul says:

  ખરેખર અદ્ભુત રચના
  ક્યારેક પીધા પિછ જુઓ કેવુ જાદુ કરે છે.!!!!!!!
  અંદર ઉતરે છે. આ િગત્……!

  Really Loved It..
  No more issues

 9. […] દ્વારા સ્વર અને સંગીતબધ્ધ કરેલ ગીત : “કૃષ્ણ સુદામાની જોડી” ટહુકા પર […]

 10. બહુ રાહતે લીધા છે મેં પસંદગીના શ્વાસો,
  ન જિવાયું દર્દરૂપે તો સ્વયં મટી ગયો છું.

  ’ગની’ પર્વતોની આગળ આ રહ્યું છે શીશ અણનમ,
  કોઈ પાંપણો ઢળી ત્યાં હું ઝૂકી ઝૂકી ગયો છું.

  કોએ કેફ નથિ હવે બાકી…………..

 11. pamaka says:

  હતો હું ય સૂર્ય કિન્તુ ન હતી તમારી છાયા,
  ઘણીવાર ભરબપોરે અહીં આથમી ગયો છું.

 12. Lalli Maroo says:

  હતો હું ય સૂર્ય કિન્તુ ન હતી તમારી છાયા,
  ઘણીવાર ભરબપોરે અહીં આથમી ગયો છું.

  આ હૃદય સમો તિખારો છે દઈ રહ્યો ઈશારો,
  કોઈ કાળે સૂર્યમાંથી હું જુદો પડી ગયો છું.

  આ ગઝલ સાંભળીને મારૂં “દિમાગ” કામ કરતુ બંધ થઇ જાય છે…

  લલીતકુમાર મારૂ
  મુંબઇ.

 13. Rekha says:

  કવિ કલપિ ના આત્લા સરસ્ ગિતો ગઝલો કોઇયે પન ગાયા નથિ !

 14. jalpa vyas says:

  નથી કાંઈ પ્રયાણ સરખું અને પથ કપાઈ ચાલ્યો,
  નથી કાફલાની હસ્તી અને હું ભળી ગયો છું.

  બહુ રાહતે લીધા છે મેં પસંદગીના શ્વાસો,
  ન જિવાયું દર્દરૂપે તો સ્વયં મટી ગયો છું.

  ખુબ જ સરસ આ પન્લક્તિ ચે કયાક ને ક્યાક દરેક મનુશ્ય ને આ પન્કતિ ઓ પોતાની જાત સથે મુલકાત કરવતતી હોય તેવુ લાગે છે.

 15. priti shah says:

  આ ગઝલ આશિત દેસાઈ ના સ્વર સ્વરન્કન મા પણ સાભળી ચ્હે એ મળે તો મુકવા વિનન્તિ

 16. Ahemad says:

  તમ મન્હર ઉધાસ નિ ઘઝલો મુકો તો મઝ આવે

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *