તમે અહીંયા રહો તો … – ભાગ્યેશ જહા

થોડા દિવસો પહેલા બે સરખા જેવા ગીતો એક સાથે મોરપિચ્છ અને ટહુકો પર મૂકેલા; ( અમે દરિયો જોયો ને તમે યાદ આવ્યાં – ભાગ્યેશ જહા અને પાન લીલું જોયું ને તમે યાદ આવ્યાં – હરીન્દ્ર દવે )

આજે પણ કંઇક એવું જ…. “તમે અહીંયા રહો તો … ” અને “તમે વાતો કરો તો..” સુરેશ દલાલના હસ્તાક્ષરમાં “તમે વાતો કરો તો.. ” સ્વરબધ્ધ થયેલું છે, એટલે ઘણાં એ કદાચ સાંભળ્યું હશે. અને ‘તમે અહીંયા રહો તો, ‘ભાગ્યેશ જહા’ની બીજી રચનાઓ સાથે ‘આપણા સંબંધ’ આલ્બમમાં સોલીભાઇએ ખૂબ સરસ ગાયું છે.

સ્વર : સોલી કાપડિયા

This text will be replaced

તમે અહીંયા રહો તો મને સારું રહે
આ જળને વહેવાનું કંઇ કારણ રહે

તમે આંખોથી આંસુ નીચોવી લીધું
આ વાદળને રડવાનું કાનમાં કીધું
તમે આવજો કહીને પછી આવશો નહીં
તમે ભૂલવાની ભ્રમણામાં ફાવશો નહીં

આ શબ્દોને ઉંડું એક વળગણ રહે
આ જળને વહેવાનું કંઇ કારણ રહે

હવે સૂરજ આથમશે તો ગમશે નહીં
આ સપનાનો પગરવ વર્તાશે નહીં
રાતે તારાને દર્પણમાં ઝીલશું નહીં
અને આભ સાથે કોઇ’દિ બોલશું નહીં

મારા દર્દોનું એક મને મારણ રહે
આ જળને વહેવાનું કંઇ કારણ રહે

એક પંખી સૂરજ સામે સળગી જશે
એના સપનાઓ વીજળીમાં ઓગળી જશે
તમે ચીરી આકાશ ક્યાંય ઊડતા નહીં
આ ખારા સાગરને ખૂંદતા નહીં

અહીં વરસાદે વરસાદે ભીનું રહે
આ જળને વહેવાનું કંઇ કારણ રહે

અહીં ઉપવનમાં આંસુના ઉગશે બે ફૂલ
આંખ રડશે કે તડકામાં સળગી ‘તી ભૂલ
તમે આશાની આશામાં રડશો નહીં
તમે હસવામાં હસવાનું ભરવાનું નહીં

અહીં વૃક્ષોનું ડોલવાનું કાયમ રહે
આ જળને વહેવાનું કંઇ કારણ રહે

12 replies on “તમે અહીંયા રહો તો … – ભાગ્યેશ જહા”

 1. nainesh says:

  its very good, tame aavaj gito post kar ta raho to amne saru rahe…..:)

 2. nainesh says:

  ખુબ જ સરસ

 3. Gaurav says:

  સોલીભાઈ ના આવાજ મા જાદુ છે આ ગીત જેટલી વાર્ સાભળુ તેટલુ વધારે સારુ લાગે છે.. અદભુત્

 4. jigna says:

  અદભુત અદભુત કૈ શબ્દો જ નથિ મલ્તા હદ કરિ તમે તો

 5. Prarthana Jha says:

  પપ્પા ને સલામ……..

 6. ભાગ્યેશ જહાનુ આ કાવ્ય ખુબ ગમ્યુ.આ ચાર પંક્તિઓ ખાસ ગમી.

  હવે સૂરજ આથમશે તો ગમશે નહીં
  આ સપનાનો પગરવ વર્તાશે નહીં
  રાતે તારાને દર્પણમાં ઝીલશું નહીં
  અને આભ સાથે કોઇ’દિ બોલશું નહીં

  આફ્રીન્…

 7. Anila Amin says:

  હમણાજ નવુ નવુ કોમ્પ્યુટર શીખી છુ વડોદરામા આપ્ને ઘણી વાર સામ્ભળ્યા છે

  અમેરિકામા આવ્યા પછી કો. શિખવાનો ચાન્સ મળ્યૉ સાથે સાથે નેટ્ પર આપને

  સમ્ભળવાનો ચાન્સ પણ મળવા લાગ્યો. શબ્દો દ્વારા આપની સાથે આત્મીયતા બન્ધાઈ ગઈ

  હોય એવુ લાગે છે. એક ઓળખાણ આપુ કે આપની નાની દીકરી એલેમ્બિક વિદ્યાલયમા

  ધો.૧૧ અને ધો.૧૨મા મારી પાસે સન્સ્ક્રીત ભણતી હતી ત્યારે આપ અવારનવારશાળામા
  આવતાહતા અને અમને આપને સામ્ભળવાની તક મળતી હતી અત્ય્ન્ત સુન્દર રચના.

 8. Mehmood says:

  તમે આંખોથી આંસુ નીચોવી લીધું
  આ વાદળને રડવાનું કાનમાં કીધું
  તમે આવજો કહીને પછી આવશો નહીં
  તમે ભૂલવાની ભ્રમણામાં ફાવશો નહીં
  आँखों से आँसू बह आया, तेरी याद आ गयी होगी ।

  घबराना मत यह आँसू ही कल मोती बन कर आयेंगे
  विरह ताप में यह आँसू ही मन को शीतल कर जायेंगे,
  शायद यह आँसू ही पथ हों महामिलन के महारास का –
  इस चिंतन से सच कह दूँ ,पलकों पर बाढ़ आ गयी होगी,
  तेरी याद आ गयी होगी ।

 9. dipti says:

  તમે આવજો કહીને પછી આવશો નહીં
  તમે ભૂલવાની ભ્રમણામાં ફાવશો નહીં

  ચોટદાર શબ્દો…

 10. Keyur Pathak 'ChiraG' says:

  તમે આંખોથી આંસુ નીચોવી લીધું
  આ વાદળને રડવાનું કાનમાં કીધું
  તમે આવજો કહીને પછી આવશો નહીં
  તમે ભૂલવાની ભ્રમણામાં ફાવશો નહીં

 11. ketan c bhatt says:

  બહુ સારિ કવિતા બહુ વખત પચિ સાભલવા મલિ.

 12. bharatibhatt says:

  કોઇ કોઇ વાર તહુકોનો રસા સ્વાદ માનવા મલે ચ્હે,ખુબજ મજા આવે ચ્હે.જાને એક એક શબ્દને ધિરે ધિરે પિવા ધારતા હોય તેવુ લાગે.ખુબજ સારુ લાગ્યુ.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *