સવાર – બરકત વિરાણી ‘બેફામ’


અહીંયા ઉજાગરાની નયનમાં રતાશ છે,
ને આભમાં છવાય છે લાલી સવારની.

( આખી ગઝલ કોઇ પાસે હોય તો મને મોકલી શકશો ? )

( કવિ પરિચય ) 

6 replies on “સવાર – બરકત વિરાણી ‘બેફામ’”

  1. થોડી અસર જુદાઇની એને ય જો હતે,
    થઇ ગઇ હતે અમારી મુલાકાત ક્યારની.

    વાહ …… બેફામ સાહેબ્….

  2. મેં જોઇ લીધી બાગમાં દુનિયા બહારની,
    વસ્તી છે ફૂલ કરતાં વધારે તુષારની.

    આ જિંદગી તો એના વિના કઇ રીતે વીતે ?
    ઘડીઓ વીતી રહી છે ફક્ત ઇન્તેઝારની.

    આ દિલનો મામલો છે,કોઇ ખેલ તો નથી,
    બાજી નહીં હું માની શકું એને પ્યારની.

    આધારની તલાશ છે મુખ ફેરવો નહીં,
    ઓ દોસ્તો, આ શોધ નથી કંઇ શિકારની.

    અહિંયા ઉજાગરાની નયનમાં રતાશ છે,
    ને આભમાં છવાય છે લાલી સવારની.

    એથી વિશેષ તેજ સિતારામાં હોય શું ?
    શોભા બની રહ્યાં છે ફક્ત અંધકારની.

    મનમાં હસી રહ્યો છું હું એની દયા ઉપર,
    જેણે દીધી છે ભેટ મને અશ્રુધારની.

    થોડી અસર જુદાઇની એને ય જો હતે,
    થઇ ગઇ હતે અમારી મુલાકાત ક્યારની.

    જાણે મરી જવું એ અહીં એક ગુનાહ છે,
    બેફામ એમ કેદ મળી છે મઝારની.

  3. વેબ ખુબ સરસ દેવેલોપ થયુ but if it’s possible in all view, add only print facility.
    Thanks for such type of web & give good collection to us.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *