કવિતા – સુરેશ દલાલ

તને જ આપવા માટે મેં કેટલાયે સમયથી
મારી કવિતાની ડાયરીમાં એક ફૂલ મૂકી રાખ્યું હતું.
આજે અચાનક ઘણા વર્ષો પછી ડાયરી ખોલી ઃ
સુકાઇ ગયેલા ફૂલમાંથી હજીયે આવે છે તારી સ્મૃતિની સુગંધ.

– સુરેશ દલાલ

5 replies on “કવિતા – સુરેશ દલાલ”

  1. આજે અચાનક ઘણા વર્ષો પછી ડાયરી ખોલી ઃ
    સુકાઇ ગયેલા ફૂલમાંથી હજીયે આવે છે તારી સ્મૃતિની સુગંધ.

    ખૂબસુરત…

  2. ઉમાશન્કર જોશી યાદ આવ્યા , એક પન્કતિ લખુ ? માટી તને મ્રુદુ ફુલ બનીને મહેકવાનુ સૂઝ્યુ ક્યાથી ? (ઉ. જો.)

  3. આજે અચાનક ઘણા વર્ષો પછી ડાયરી ખોલી ઃ
    સુકાઇ ગયેલા ફૂલમાંથી હજીયે આવે છે તારી સ્મૃતિની સુગંધ.
    ખૂબ ગમતી પંક્તી વાંચતા જ તુષાર યદ આવ્યો
    જે કંઇ જીવાયું ને જીવવા જે ધાર્યું’તું
    સાચવીને રાખ્યું’તું,અશ્રુ એ જે સાર્યું’તું;
    ડાયરીના પાનાની એ સફરને કાપીને
    લ્યો, અમે તો આ ચાલ્યાં.

    ફૂલ ઉપર આ ઝાકળનું બે ઘડી ઝળકવાનું યાદ
    તોયે રહી જાતું બેઉને આ મળવાનું;
    અંતરના અંતરને એમ સ્હેજ માપીને લ્યો,
    અમે તો આ ચાલ્યાં.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *