સૈયર મારો સાહ્યબો રીસાયો સારી સાંજ – મેઘલતા મહેતા

રીસાયેલા સાહ્યબાને મનાવવા આ ગીત/ગરબાની નાયિકાએ કેટકેટલું કરવું પડ્યું… પણ જોવાનું એ છે કે સાહ્યબો આખરે કઇ તરકીબથી રીઝાયો એ તો ખબર જ ના પડી.. (નહીંતર કોઇકવાર મારે/તમારે રીસાયેલા સાહ્યબાને મનાવવામાં કામ લાગ્યું હો’ત :) )

સ્વર : માધ્વી મહેતા
સંગીત : દિલીપ ધોળકિયા

This text will be replaced

સૈયર મારો સાહ્યબો રીસાયો સારી સાંજ

એને કેટલું મનાવ્યો,
કંઇ કંઇ રીતે મનાવ્યો
સૈયર તોયે સાહ્યબો રીસાયો સારી સાંજ

સૈયર મેં તો હોંશે હોંશે રાંધ્યા ધાન
સૈયર મીઠા મીઠા રાંધ્યા પકવાન
તો યે સાહ્યબો ન રીઝ્યો સારી સાંજ

સૈયર મેં તો સોળે સજ્યા શણગાર
સૈયર સજ્યાં ઝળહળતા હીરાના હાર
તો યે સાહ્યબો ન રીઝ્યો સારી સાંજ

સૈયર મેં તો થાકી લીધા રે અબોલડા
સૈયર હું તો બેસી રહી ચૂપચાપ
તો યે સાહ્યબો ન રીઝ્યો સારી સાંજ

સૈયર મારા મૌનનો કરાવ્યો એણે ભંગ
સૈયર મારો સાહ્યબો રીઝી ગ્યો મુજ સંગ
સૈયર.. હે સૈયર.. હે હે સૈયર…
સાહ્યબો રીઝાયો સારી સાંજ…

18 thoughts on “સૈયર મારો સાહ્યબો રીસાયો સારી સાંજ – મેઘલતા મહેતા

 1. K

  Very sweet voice……a nice composition too…hoyaj ne Diggaj chhe…thanks
  kok risayu chhe, kaam laagse….

  Reply
 2. જય પટેલ

  વાહ..ઘણા દિવસે મધુર ગીત મધુર સ્વર સાથે ટહુકા પર રણક્યું.
  સાહ્યબો થઈને રિસાયો..!! કંઈ નહિ કદિક આવું પણ થાય..
  જયશ્રીબેન..સાહ્યબાને મનાવવાની ટીપ આપું..જે આ ગીતમાં જ મોજુદ છે…!!!
  સૈયર મેં તો થાકી લીધા રે અબોલડા
  સૈયર હું તો બેસી રહી ચુપચાપ
  હવે તમે આનો પ્રયોગ અમિતભાઈ પર ના કરતા..!!!
  સુંદર રજુઆત..આભાર.

  Reply
 3. dharmesh

  ક્યારેક વગર કારણે આમજ રિસાય .. એમના નખરા જોવા મા.. પણ મજા હોય છે…

  શું ખબર કદાચ સાયબો એજ કરતો હોય ? !!

  Reply
 4. manvant

  સમીસાંજે ,મૌનભંગ કરીને આખરે તો સાહ્યબો રિઝાયો જ !

  Reply
 5. Anar Premal

  It has been close to an year that I have migrated to USA after marriage. Thanks to Tahuko people like me can still listen to beautiful compositions which are so very close to heart.
  Words are not enough to express my gratitude and appreciate your dedication and hard work. Thanks indeed.
  I would very much appreciate if you play:
  (i) Hey Chandramauli Hey Chandrashekhar by the great legend Shri Rasbiharibhai Desai;
  (ii) Ek Raja hatoh ek Rani Hati ey toh mari ney tari kahani hati by my all time favourite singers Shri Ashitbhai Desai and Mrs. Hemaben Desai and lastly-(iii) Ek pachi Ek pachi pachi again by Ashitbhai and Hemaben Desai.

  Warm Regards,
  Anar

  Reply
 6. nilesh patel

  Very sweet voice……a nice composition too…hoyaj ne Diggaj chhe…thanks
  kok risayu chhe, kaam laagse….

  સમીસાંજે ,મૌનભંગ કરીને આખરે તો સાહ્યબો રિઝાયો જ !

  સુદર .. સૈયર મારા મૌનનો કરાવ્યો એણે ભંગ..

  ક્યારેક વગર કારણે આમજ રિસાય .. એમના નખરા જોવા મા.. પણ મજા હોય છે…

  શું ખબર કદાચ સાયબો એજ કરતો હોય ? !!

  સાયબો અંતે રિસામણાંથી જ રિઝાયો. મારી ધર્મપત્નીનો જૂનો ને અચૂક પ્રયોગ યાદ આવી ગયો!
  સરસ ગીત

  fir wahi fasaana afsaana sunaati ho,
  dil ke paas hoon keh kar dil jalati ho,
  beqaraar hai aatish-e-nazar nazar se milne ko,
  to Fir kyon nahi pyaar jataati ho
  jabhi dekhti hai mujhe nazre jhuka late wo
  khuda ka shukra hai hameiN pehchan to leti woh!

  Reply
 7. Saarthak

  વાહ માધવીબેન મઝા આવી ગયી ;)ઘણા વખતે તમારો અવાજ સાંભળ્યો.. ઘણી યાદો તાજી થયી ગયી. શું રણકો છે !! અને કાવ્ય નુ માધુર્ય તો ખરું જ.

  Lets have some more of you on Tahuko..

  Saarthak,
  Gandhinagar

  Reply
 8. Palak

  મધ્વિબેન ખુબ ખુબ અભિન્નદન્ We heard your voice in Tahuko, this is one of my favorite song.It has very nice composition and beautiful words with beautiful voice.You are the best.

  Reply
 9. rajnikant shah r

  સૈયર મેં તો થાકી લીધા રે અબોલડા
  સૈયર હું તો બેસી રહી ચૂપચાપ
  તો યે સાહ્યબો ન રીઝ્યો સારી સાંજ

  we have t.v.serial as ‘tarak mehtanaa undha chashma’where in dayabhabhi plays the same trick !!!!!

  Reply
 10. shabbir husayn

  મીઠુ ગીત, મીઠો અવાજ, મીઠી કવિતા, મીઠુ સન્ગીત, ઘણી મજા આવી.

  Reply
 11. manu

  રિસામણા,મનામ્ણા નિ મજા, સુન્દર સ્વરમા.
  બહુ સરસ.

  Reply
 12. manubhai1981

  મેઘલતાબહેના,માધ્વીબહેનના અવાજમાઁ તમે આખરે તો
  સાહ્યબો રિઝાવ્યો જ ને ?ખૂબ આનઁદ થયો !આભાર !

  Reply

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *