અસ્તિત્વ ? – નીલેશ રાણા

ન્યૂયોર્ક શહેરની આકાશ સાથે વાતો કરતી
ઇમારતોનાં ચોસલાંમાં
ગોઠવાયેલું મારું અસ્તિત્વ !

સમયની સાંકળો
ઓક્ટોપસના પગોની માફક વીંટાળતી મને
– ને ઘડિયાળના કાંટે હાંફતી જિંદગી
ઓરેન્જ જ્યૂસ, ટોસ્ટ અને કૉફી સાથે
જાગી જતું જીવન

કારનાં પૈંડાની ગતિમાં
કમ્પ્યુટરના કી-બોર્ડના અવાજમાં
બહેરું થયેલું જીવન

‘હલ્લો’, ‘હાઉ આર યુ?’, ‘ઇટ્સ એ નાઇસ ડે!’
ખુશબો વિનાનાં રંગબેરંગી પુષ્પોનો સ્પર્શ
‘હાય’ અને ‘બાય’ વચ્ચે લટકતા સંબંધો
કદીક મગરના આંસુ જેવાં સ્માઇલ
ને ચાડિયાનો ચહેરો

ડોલરની લીલી નોટ – ઝેરીલી નાગણ
લોહી ચૂસ્યા કરે
ને વલખાં મારતા સૂરજનાં ફિક્કા પડખાં,

સાંજે બીયરની બોટલ
ટીવીનો પડદો
અને આંધળી આંખો.

22 replies on “અસ્તિત્વ ? – નીલેશ રાણા”

  1. Dear Dr Nilesh,
    I have graduated from T N Medical College, Mumbai & joined in 1965. We had Nilesh Rana in our class. I am wondering if you are the same one , if so, then it will be a pleasant surprise. I have compiled database of our classmates. My e mail ID is jndalal@gmail.com.
    Dr Jyotirvadan Dalal

  2. જે દેશમા રહો તેને ‘વતન’ માનીને પ્રેમ કરો તો કોઇ ફરિયાદ ના રહે.

  3. વર્ષો પહેલા અમેરિકા આવીને વસેલા ગુજરાતી કે ભારતીયની લાગણીને બેખુબી વર્ણવી છે..આજના અમેરિકાનુ ચિત્ર જુદુ છે.

  4. જે બધા ને કવિત ના ગમિ એન મટે એ લોકો જવાબ્દાર નથિ કેમ કે એ લોકો એ ગુજરાત નિ જિન્દગિ ને જિવ તો હસે પન લોહિ મા નહિ ઉતરિ હોય કે ઉત્રિ હોય …જેનિ જેનિ Frequency મલે એને મલે …

  5. પિય જયશ્રિબેન
    મને હજુ બે દિવસ પહેલ જ આ વેબ મલિ ચેી અને જને ગોલનુ ગાદુ મલિઉ.
    મે ફરમાઇશ મોકલિ દિધિ ચ્હે મને કેમ જોવિ એ ખબર નથિ તો જનવ્શો.
    હુ અતિયરે તો તહુકમા દુબિ ગઇ ચ્હુ..તમારો આભાર માનવા માતે
    મારિ પાશે શબ્દ નથિ.
    ભારતથિ અહિ અવયાને ત્રિશ વરશ થયા.અને આજે મારુ સ્વપનુ
    પુરુ થઉ ચ્હે.
    પ્રભુ તમારિ બધિ કામના પુરિ કરે તેવા આશિસ સાથે શુભેચ્હા
    દેવિ ભારદ્વાજ્

  6. વાહ વિવેકભાઈ,
    તમારી નિરીક્ષણ શક્તિ ને સલામ.

  7. આમ તો આખી કવિતા અમેરિકામાં ભૂલથી કે લાચારીથી આવી ચડેલા એક માણસની અવઢવ સૂચવે છે પણ આ આખું ગદ્ય કવિતા બને છે એની આખરી ત્રણ પંક્તિઓના કારણે…

    સાંજે બીયરની બોટલ
    ટીવીનો પડદો
    અને આંધળી આંખો.

    આખી કવિતામાં આ ‘આંધળી’ શબ્દ જ ખરી ચોટ નિષ્પન્ન કરે છે…

    મારી દૃષ્ટિએ કવિએ ભલે શરૂઆતમાં મારું અસ્તિત્વ શબ્દ વાપર્યો હોય, વાત આપણા બધાની કરી છે… અમેરિકામાં રહેનારની પણ અને કદાચ આવી તંગદીલી વચ્ચે જીવતા તમામની…

  8. ઝગમગ અને ચક્રમ (ચકરમ્ નહીં)નાં વાંચકોની ક્વોલિટી તો ઘણી (ધણી નહીં) ઊંચી હતી… એનાં જેવી ગુણવત્તા હવે મળે જ ક્યાં છે?! એની સાથે તમારા ટહુકાની સરખામણી થાય એ તો ખૂબ જ સારી વાત ગણાય. જો કે હવે એનાં જેવી ગુણવત્તા ન મળે તોય ક્યારેક વાંચકો તો ચક્રમ જેવા જરૂર મળી જાય છે…! 😉

  9. સૌને યાદ રહે કે નિલેશભાઈએ આ કવિતા 1971 માં લખી છે… 38 વર્ષ પહેલાં !! ભારતથી અમેરિકા આવનાર ભારતીયોની ત્યારની મનઃસ્થિતી વર્ણવવાનો એમનો પ્રયાસ છે. ઘણા વર્ષો પહેલાં જ્યારે ભારતીયો પોતાનો દેશ છોડીને પોતપોતાના અંગત કારણોસર અમેરિકા જેવા ‘પરાયા’ દેશમાં આવતા ત્યારે એમણે અનુભવેલી ‘પોતાપણા’ની અછત કે ઓછપ, દેશનાં સ્વજનોથી વિખૂટા પડવાની પીડા અને જીવન જીવવા માટે જરૂરી એવો કરવો પડતો પોતાના અસ્તિત્વ માટેનો સંઘર્ષ… બસ, આટલી વાતોનાં અનુભવને કવિતામાં ઢાળવાની કવિએ અહીં કોશિશ કરી છે. વળી ત્યારે અત્યારની જેમ સસ્તા ફોન અને ફ્રી-ઈમેલ જેવી સુવિધા ન હતી, માત્ર સ્વજનો અને વતનથી વિખૂટાં પડી જવાની દુવિધા હતી. વતન છોડીને પરદેશમાં કેમ આવવું પડ્યું એ દરેક વ્યક્તિનો અંગત પ્રશ્ન છે જેના વિશે વિવેચન કરવું જરાય ઉચિત નથી. જે ભારતીયો 25-30 વર્ષ પહેલાં આવ્યા હશે, સૌથી વધુ એ બધા લોકો જ આ કવિતા સાથે અંગત રીતે જોડાણ અનુભવી શકે છે… જેને આ પીડાનો અહેસાસ થયો નથી એનો મતલબ એવું નથી કે આવી ફિલીંગ્સ કોઈને થઈ નથી. કવિનું એક કામ છે જે તે સમયની હકિકતને કવિતામાં ફ્રેમ ફરવી… અને એ કાર્ય આ કવિતામાં કવિએ સુંદર રીતે કર્યુ છે…. પછી તો ‘તુંડે તુંડે મતિર્ભિન્ના’…!!

  10. I’ve heard from someone, that some people can only see the “black dot” on a BIG white Screen..!
    And trully, I don’t see anything “black” here! It’s a harsh fact in today’s fast life. And why only NY or USA, every human being is running out of time.! they’ve everything but time.! Feelings and emotions are gradually fading.. or atleast it’s only limited to certain people. ખુશબો વિનાનાં રંગબેરંગી પુષ્પોનો સ્પર્શ that tells a lot.. Do we really have love and warmth for every human being just ‘cus it’s GOD’s Great creation??
    So, instead of cricising let’s get the “heart” of the poem and try work on it if we can..!
    Wonderful poem..! Nicely put it in words.
    Smiley

  11. Why people don’t read their own email first and then click on “post it” button.Why so much hurry???And the way this Preetam is writing I think only his priyatama can understand.What is this ???? His first comment and his second one !!!!!!Looks like there is no sense. AYOYM(Are you out of your mind) ?Nobody needs to know when you and Nileshbhai talks !!! Come on….Do you have any sense of what “truth” means ?? (according to your first comment ) Anyway……………….

  12. Re: Astitva,
    thanks to Jayshree ben for explanation given to criticisers. In future everyone will be careful to narrate their feelings, if they read and understand this explanation. Since 2 days I open this site to see what is coming next? an apology or futher remarks.

  13. જયશ્રી બેન્, “ટહુકો.કોમ’ ને મારી શુભ કામ ના, તમારી વેબ ને કારણૅ ઝગમગ અને ચકરમ્ ના વાચકો ની ભુખ પ્રુર્ણ થાય છે…..આ લખનાર નુ વાચન ધણૂ ઉચુ છે. બાકી નિલેશ રાણા માર્ર અગત મિત્ર છે અને તે મને બહુ જ સારિ રિતે ઓરખે છે. અમે રોજ રાતે ફોન પર વાત કરી ને કવિતા નો આનદ લુટી એ ચે….

  14. In the very begining the poet is saying that,”મારુ અસ્તિત્વ” This is his feeling for himself.Nobody needs to take it personal.If you don’t like it don’t read it.Nobody is forcing you.Is anyone ? I think we all are in the same boat in the middle of the ocean.Some are having fun and others have pain in their heart.We don’t no poet’s situation!!! Who we are to kick him out of the boat ???Instead, we should give him warmth so,He feels like staying with us.Ofcourse there are so many things positive about America.That does not wipe off the feelings of missing India.
    So I think enjoy and have a beautiful smile on your face.Take it easy. No need to be grumpy.

  15. કોઈની લાગણી ને ઠેસ પહોંચાડવી સરળ છે.. કળા ને બિરદાવવા માટે કળા ને અને કલકાર ને સમજવા જરૂરી છે, જે દરેક વ્યક્તિ માટે શક્ય નથી.

    જયશ્રીબેન, આ રચના પોસ્ટ કરવા માટે ધન્યવાદ.. ખૂબ સુંદર કામ કરો છો.. ચાલુ જ રાખજો.. ‘ટહુકો.કોમ’ ને મારી શુભેચ્છા..

    ‘મુકેશ’

  16. સારી ક્રુતિ! કવિએ પોતાના ભાવ જગતને વ્યક્ત કર્યુ છે. કવિતાથી અભિવ્યક્ત થતી લાગણી ન સ્પર્શે અગર ન રુચે તો તેનાથી કવિતા ગાર્બેજ નથી થતી કે કવિએ દેશવટો લેવાની જરુર નથી. જો આપણો તાળો ન મળે તો ન મેળવવો. નાહક દુઃખી ન કરવા અને ન થવુ.

  17. re; Astitva:
    special request to all criticisers. Each and every one have their own opinion,never criticise any creation. Critics and criticism have different meaning. It may be this case in this poem that writer had written for the sake of joke and enjoyment,that dosen!t mean it is garbage. moreover the person who owns this site is very careful in selecting and putting poem on the site.

  18. Deepa,

    If you read the poem carefully, you will notice the words – મારું અસ્તિત્વ !

    And I hope you understand the difference between મારું અસ્તિત્વ ! & ‘આપણું’ or ‘બધાનું’ અસ્તિત્વ !

    The poet is talking about his life/experience – not each and every person who is in New York or United States for that matter..!

  19. વાહ ગુરુ વાહ… અમેરિકાના રોજિંદા જીવન ની સાચી તસ્વીર બતાવી દીધી.. દિવસ ના દરેક તબક્કા ને (સવાર થી સાંજ) આબેહૂબ ચિતર્યો છે… દિલ ડોળી ગયું…

    ‘મુકેશ’

  20. not everyone live like you in america. if you are not happy here than leave and be the place where you find peace and happiness. i’ll pray for you.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *