‘ક્ષેમુ દિવેટીઆ’ સ્પેશિયલ 5 : માધવે રાધા જ્યાં અધરે ધરી… – ઉશનસ

વાત સૂર-સંગીતની હોય કે પ્રેમની, રાધા-માધવ અને વાંસળી વગર અધૂરી જ કહેવાય… જાણે રાધાના આવતા એના ઝાંઝર રણકે એના અવાજ સાથે શરૂ થતું સંગીત અને એમાં આરતી મુન્શીનો વાંસળીના સૂર જેવો મીઠેરો અવાજ.. રાધા-માધવની સાથે સાથે આપણે ય સૂર સૂર થઇ જઇએ એવું ગીત…

સ્વર : આરતી મુન્શી
સંગીત :  ક્ષેમુ દિવેટીઆ

This text will be replaced

માધવે રાધા જ્યાં અધરે ધરી કે આખી
વાંસળીની જેમ ઉઠી વાગી
સાત સાત સૂરના મેઘના ધનુષ જેમ
રોમ રોમ રાગીણી જાગી ….

સાત સાત સૂરોનું ગૂંથેલું મોરપીંછ
જેવું જરાક નમી ઝૂક્યું
પ્રેમને જરાક પાન આખુંય સામ ગાન
વેધ વેધ વેદ જેમ ફૂંક્યું
વેગળી કરે છે તોયે વાગે છે મોરલી
એકલીય માધવની રાગી ! ….

ફૂંકે તે સૂર સૂર, ઝીલે તે સૂર સૂર
સૂર સૂર શ્યામ અને રાધા
ખીલ્યું છે સૂરધનું આંખનાં અગાધ એમાં
ઓગળે છે દ્વેત આધા આધા
સૂરનો ત્રિભંગ સોહે મોહે વરમાંડ, આજ
અદકું કંઇ વિશ્વ વરણાગી….

15 thoughts on “‘ક્ષેમુ દિવેટીઆ’ સ્પેશિયલ 5 : માધવે રાધા જ્યાં અધરે ધરી… – ઉશનસ

 1. Rajesh

  nice creation……..
  BUt want to tell you all ‘tahuko’ readers one thing that this website never give chance to new poets and never provide platform for them to produce their creations on ‘tahuko.com’
  Only famous kavita and poets are not all about ‘tahuko’ but tahuko is where not famous poets are also invited…..

  Reply
 2. santhosh

  hi..it is nice to go through your blog…keep writing the good one..
  by the way, when i was searching for the user friendly and easy Indian Language typing tool (including Gujarati)..found..”quillpad” http://www.quillpad.in

  are u using the same…?

  Expressing one’s inner feelings in his/her own mother tongue is such a wonderful experience….

  popularize and protect the Native Language…

  Maa Tuje Salaam…

  Reply
 3. parikshit s. bhatt

  આ જ તો મઝા છે જુના ગીતો ની….ઉત્તમ રચનાઓ ને બસ…સાંભળ્યા જ કરો….ભાવુક શબ્દો…મધુર સ્વર અને શ્રવણીય સ્વરાંકન…

  Reply

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *