‘ક્ષેમુ દિવેટીઆ’ સ્પેશિયલ 1 : ગોરમાને પાંચે આંગળીએ પૂજ્યાં – રમેશ પારેખ

ગુજરાતી સંગીતપ્રેમીઓ માટે ખુશીના સમાચાર… આપણા વ્હાલા સંગીતકાર શ્રી  ક્ષેમુ દિવેટીઆને એમના સંગીતક્ષેત્રના પ્રદાન માટે ‘અવિનાશ વ્યાસ’ એવોર્ડ ‘ પૂજ્ય મોરારીબાપુ’ ના હસ્તે આવતી કાલે ’17મી ફેબ્રુઆરી’ ના દિવસે અર્પણ કરવામાં આવશે.

‘કાશીનો દિકરો’ માટે ‘શ્રેષ્ઠ સંગીતકાર’નો એવોર્ડ મેળવનાર શ્રી  ક્ષેમુ દિવેટીઆની ‘સંગીત સુધા’ એ ગુજરાતી સુગમ સંગીતનો અમુલ્ય હિસ્સો છે. એમણે કેટલાય નાટકો માટે પણ સંગીત આપ્યું છે.. એમના ગીતો ગુજરાતી સંગીત જગતમાં એક અનોખું સ્થાન ધરાવે છે, અને એમનું યોગદાન માટે આપણે સર્વે એમના હંમેશા ઋણી રહીશું.

એમના સ્વાસ્થ્ય અને દીર્ઘાયુ માટે આપણા બધા તરફથી શુભેચ્છાઓ સાથે આજથી એક અઠવાડિયા સુધી ઉજવીએ એમના ગીતોનો ઉત્સ્વ…

અને શરૂઆત કરીએ ‘કાશીનો દિકરો’ ફિલ્મના આ ગીતથી…

સ્વર – વિભા દેસાઇ
સંગીત – ક્ષેમુ દિવેટીયા
ગુજરાતી ફિલ્મ – કાશીનો દિકરો

ગોરમાને પાંચે આંગળીએ પૂજ્યાં ને નાગલા ઓછા પડ્યા રે લોલ
કમ્મખે દોથો ભરીને કાંઇ ટાંક્યા ને આભલાં ઓછાં પડ્યા રે લોલ

માંડવે મ્હેક મ્હેક જૂઇની વેલ કે જૂઇના રેલા દડે રે લોલ
સૈ, મારે નેવાંનું હારબંધ ટોળું કે સામટું મોભે ચડે રે લોલ

ત્રાજવે ત્રંફેલા મોરની ભેળી હું છાનકી વાતું કરું રે લોલ
લોલ, મારે મોભરે કાગડો બોલે ને અમથી લાજી મરું રે લોલ

મેંદીએ મેલું હું મનની ભાત્ય ને હાથમાં દાઝ્યું પડે રે લોલ
આડોશપાડોશ ઘમ્મકે વેલ્યું ને લાપસી ચૂલે ચડે રે લોલ

સૈ, મારી ઊંબરાની મરજાદ કે ઓરડા ઠેસે ચડ્યા રે લોલ
લોલ મારે પથ્થરને પાણિયારે કે જીવતાં મોતી જડ્યાં રે લોલ

લોલ, ઊભી આંગણે નાગરવેલ કે પાંદડા તૂટ્યા કરે રે લોલ
ઓરડે વાની મારી કોયલ આવે ને કાંઇ ઊડ્યા કરે રે લોલ

– રમેશ પારેખ (૨૬ સપ્ટેમ્બર, ૧૯૬૮)

——————
આ ફિલ્મના બીજા ગીતો તમે ટહુકો પર અહીં સાંભળી શકશો.

ઝીણાં ઝીણાં રે આંકેથી અમને ચાળિયા – અનિલ જોશી

કેવા રે મળેલા મનના મેળ – બાલમુકુન્દ દવે

સાંભરણ – માધવ રામાનુજ

40 replies on “‘ક્ષેમુ દિવેટીઆ’ સ્પેશિયલ 1 : ગોરમાને પાંચે આંગળીએ પૂજ્યાં – રમેશ પારેખ”

 1. sudhir patel says:

  શ્રી ક્ષેમુ દીવેટિયાને આ એવોર્ડ બદલ હાર્દિક અભિનંદન!
  શ્રી રમેશ પારેખનુ આ લોકગીતની કક્ષાને પણ ઓળંગતું અદભૂત ગીત અને એટલી જ સુંદર સંગીતમય રજૂઆત.
  સુધીર પટેલ.

 2. utsavraval says:

  શ્રી ક્ષેમુ દીવેટિયાને આ એવોર્ડ બદલ હાર્દિક અભિનંદન !

  શ્રી રમેશ પારેખ આભાર!
  Jayshree……..

 3. ક્ષેમુ દીવેટિયાને એવોર્ડ બદલ હાર્દિક અભિનંદન, ખૂબ સરસ કાર્ય બદલ આ તો થવુંજ જોઈએ.
  ધન્યવાદ

 4. ખૂબ ખૂબ હાર્દિક અભિનંદન, શ્રી ક્ષેમુ દીવેટીયાને, શ્રી અવિનાશ વ્યાસ એવોર્ડ મેળવવા માટે.

  જ્યારથી ફીલ્મ કાશીનો દીકરો જોઇ અને તેનું સંગીત માણ્યું છે ત્યારથી જ હું તેમના સંગીતનો આશિક છું.

 5. શ્રી ક્ષેમુ દીવેટિયાને હાર્દિક અભિનંદન !

  ર.પા.નું સદાબહાર ગીત ફરી માણવા મળ્યું… મજા આવી…

 6. Ramesh Shah says:

  ખુબ ઉચીત કામ કર્યુઁ. દીવેટિયાશ્રીને ખુબ અભિનંદન.

 7. ashalata says:

  શ્રી ક્ષેમુદિવેટિયાને ખુબ ખુબ અભિનન્દન

 8. Dr.Hitesh Chauhan says:

  જય શ્રીકૃષ્ણ,

  શ્રી ક્ષેમુ દીવેટિયાને હૃદયપૂર્વક અભિનંદન.
  અને રમેશ પારેખના ગીતનું તો પૂછવું જ શું?
  ૧૪મી એ મનનો વિશ્વાસ નામક મારા બ્લોગને આપ સર્વના સહકારથી એક વર્ષ પૂર્ણ થયુ તો આ પ્રસંગે આપ અમ આંગણૅ પધારી બે બોલ કહેશો તેવી આશા.

 9. Vijay Shah says:

  શ્રી ક્ષેમુદિવેટિયાને ખુબ ખુબ અભિનન્દન
  અને જયશ્રી બેનનો આભાર.. આ માહીતિ આપવા બદલ્…

 10. જય પટેલ says:

  મારી આંખે કંકુના સુરજ આથમ્યાં…રાવજી પટેલ નું ગીત…
  કાશીનો દિકરો ફિલ્મ માં છે જે આ લીસ્ટ માં નથી..સ્વર… રાસબિહારી દેસાઈ…
  લીસ્ટ અપડેટ કરશો…આભાર..

 11. ZAKAL says:

  રમેશ પારેખના ગીતો માટે ધણીવાર લોકગીત શબ્દ વપરાય છે અને તે સાબિત કરે છે કે રમેશ પારેખની કવિતાઓ લોકોના હૃદયમાં સ્‍થાપતિ થઇ ગઇ છે…. પછી તે સાવરીયો રે … હોય કે ગોરમાને….

  આ ગીતને હું ધણા વર્ષોથી શોધતો હતો ત્યાં જયશ્રીબેનનો મેઇલ આવ્યો અને જાણે બગાસુ ખાતા પતાસુ મળ્યું…..
  ટહુકો.કોમ નો આભાર માનીએ એટલો ઓછો છે અને સતત આવી સરસ રચનાઓ બધાને મળતી રહે તેવી અભિલાષા સાથે….

 12. Harshad Jangla says:

  ક્ષેમુભાઈ ને અંતર ના અભિનન્દન
  -હર્ષદ જાંગલા
  એટલાન્ટા, યુએસએ

 13. Mahesh Dave says:

  Kshemubhai’s compositions bring fresh showers for the thirsting music lovers of Gujarat.May God grant him many more creative years to allow us to hear his soft soothing notes vibrating in all music to come. Kshemubhai, on behalf of all music lovers of Gujarat I’d like to say “We – are we not formed, as notes of music are, / For one another…? — Mahesh

 14. […] પુરુષોત્તમ ઉપાધ્યાય જેમને ગુજરાતી સંગીતના ભિષ્મપિતામહ કહીને અવિનાશ વ્યાસ પછીનું સ્થાન આપે છે, એવા ક્ષેમુદાદાની ખોટ ગુજરાતી સંગીત જગતને હંમેશા સાલશે. ‘કાશીનો દિકરો’ ફિલ્મના ગીતો માટે એમને શ્રેષ્ઠ સંગીતકારનો એવોર્ડ મળ્યો, પરંતુ એ એકમાત્ર એવી ફિલ્મ હતી જેમાં એમણે સંગીત આપ્યું. અને થોડા સમય પહેલા જ એમના ગુજરાતી-સંગી… […]

 15. Krutesh Patek says:

  બહુ જ સરસ્

 16. Jayesh Darji says:

  the music of this is song takes me in the
  deep subconcious meditation. everyday i hear this
  song. i have no words for super spiritual kind of
  music of this song.
  Kshemu Divetia – the legend

  From, Bahrain

 17. Gemini Mehta says:

  It will be much better if due credit also given to singer of all songs. For above songs you mentioned Music arrange By & lyrics But who is the female singer ?

  Please start mentioning the name along with other detail.

  Excellent efforts to keep

 18. keishnakant panchal says:

  સાવન ના મહિનામા આ ગીત બચપણની યાદ અપાવી જાય છે

 19. nilesh patel says:

  ખુબ સરસ…. મે એક દિવસ મા ૨૫-૨૬ વખત આ ગીત સાભળ્યુ…..

  મને કોઈ નિચેના શબદો નો અર્થ સમજવશો તો આભાર્…..

  ૦. નાગલા
  ૧. નેવાંનું હારબંધ ટોળું કે સામટું મોભે ચડે રે લોલ…
  ૨.ત્રાજવે ત્રંફેલા મોરની ભેળી
  ૩. આડોશપાડોશ ઘમ્મકે વેલ્યું ને
  ૪. મરજાદ

  નિલેશ

 20. Bharat Patwala says:

  શ્રિ હેમુ દિવેતિઆ ને હર્દિક અભિનન્દન્.વર્શ ૨૦૧૧ નિ શરુઆત આ ગીતથિ કરિ.કાશિનો દિક્રો ફિલ્મ બહુ વશો પહેલઅ જોઇ હતિ તેનિ યાદ તાજિ થૈ!આ સુન્દર ગિત રજુ કરવા બદલ જયશ્રિબેન નો આભાર. ઉપર નિલેસભઈ ના જનાવ્યા મુજબ શ્બ્દોના અરથ સમજાય તો વધુ આનન્દ આવે.
  * કલ્યાનથિ ભરત ના નમસ્કાર*

 21. shruti maru says:

  આ ગીત મારું મનપસંદ છે. ૧૨ ધોરણમાં ગુજરાતી ના પુસ્તક માં વાંચ્યુ ત્યારથી વાંચું છું.ગીતમાં ગોરમા ના લગ્ન માટેનો ઉત્સુક બની છે.આ ગીત નો અર્થ ખુબ ગુઢ છે.

  NILESHBHAI AND BHARAT BHAI MATE SHABDO NO AARTH AHINYA MUKI RAHI CHHU

  ૧.નાગલા નો અર્થ છે— ગૌરીવ્રત માટ કંકુ લગાવેલ રુ ની વાટમાંથી બનાવેલી સેર

  ૨.નેવાંનું હારબંધ ટોળું કે સામટું મોભે ચડે રે લોલ…——નેવાં—છાપરાનો છેડાવાળો ભાગ —-અહીયાં આ પંક્તિ ન અર્થ (માંડવડે જુઈની વેલો ચઢાવી છે અને ઍની હારો(રેલા)લટકે છે. અને કાવ્યનાયિકાનાં આંસું જાણે કે ઊડી ઊડીને મોભે ચઢે છે.
  અથવા અશ્રુજળ મોભેથી નીચે ઝ્મે છે.
  સામટું—-ભેગું
  મોભ—છાપરાના ટેકારુપ મુખ્ય આડું લાકડું.

  ૩.ત્રાજવે ત્રંફેલા મોરની ભેળી——–ત્રાજવા ત્રંફેલા-શરીર ઉપર છુંદણાં છુદાવવાં, ભેળુ,ભેળી=સાથે, (અહિયા આ પંક્તિ નો અર્થ છે==ત્રાજવે ત્રંફેલા મોરની ભેળી એ કાવ્યનાયિકા એક્લી એકલી વાતોએ ચઢે છે.)

  ૪.આડોશપાડોશ ઘમ્મકે વેલ્યું ને====આડોશપાડૉશમાં લગ્નની વહેલ જોડાય છે ને લાપસી ચુલે ચઢે છે.પણ કાવ્યનાયિકા ના પોતાના ઘરમાં(પોતાનો) એવો અવસર આવ્યો નથી.
  ઘમ્મકે==જોશ ભેર આવવું.

  ૫.મરજાદ===મર્યાદા
  અહિયાં આ શબ્દ નો અર્થ=====સમાજનું બંધન એવું છે કે ઉંબરની સીમા છોડી બહાર નીકળી શકાતું નથી.

  આશા છે કે આ શબ્દોનો અર્થ યોગ્ય રીતે સમજી શક્શો.

  my email id is here=
  shrutimaru1991@rediff.com

 22. Jayesh Darji says:

  who is the singer?

 23. Nilesh says:

  ખુબ ખુબ આભાર શ્રુતિબેન …….. આસુ નિ વાત ના સમજાઈ ……

 24. Rajniakant says:

  રમેશ પારેખ ના ગીતો વર્ષો સુધી લોકોના હૃદયમાં સચવાયેલા રહેશે.

  • Rajnikant says:

   શબ્દોનો અર્થ સમજવા બદલ શ્રુતિબેન નો ખુબ આભાર

 25. navlik rakholia says:

  શ્રી ક્ષેમુ દીવેટિયાને આ એવોર્ડ બદલ હાર્દિક અભિનંદન!
  શ્રી રમેશ પારેખનુ આ લોકગીતની કક્ષાને પણ ઓળંગતું અદભૂત ગીત અને એટલી જ સુંદર સંગીતમય રજૂઆત.
  સુધીર પટેલ.

 26. dipti rathod says:

  bahu saras website che.

 27. Rajesh sudrasana says:

  વાહ ખુબજ અદભુત

 28. thankyou Jayshree. It is amazing how one link connects you to so many songs.

  and thankyou shruti ben for your explanation

 29. ગીરીશ પલાણ says:

  સો સો સલામ રમેશભાઈ ને …..!!!
  ધન્યવાદ .

 30. kaushik joshi says:

  ગીત સાંભળી શકાતું નથી,શું લખું?

 31. Himanshu Lakhani says:

  hamana thi geet sambhalva malta nathi, shu site update ma che ?

 32. parth says:

  ખુબ જ….સરસ

 33. Mukund Desai'MADAD' Surat says:

  સુન્દર

 34. kishor dave says:

  evergreen song,melodius and emotional.perhaps after 30 years I heard this song

 35. ROHINI VYAS says:

  ABHINANDAN PURASKAR MAL VA BADAL

 36. બવ મસ્ત !!

  પ્રવીણ સરવૈયા

 37. અજય મિસ્ત્રી says:

  જયશ્રીબેન,ફિલ્મ કાશીનો દીકરો નું ગીત જેટલીવાર સાભળું છું તેટલી વાર વધારેન વધારે ગમે છે.એક હીક્કત દોષ તરફ ધ્યાન દોરું છું.આ ગીત સંતુ રંગીલી ફેમ ગરબાના એકે લાલ દરવાજે તંબુ તાણ્યા ના ગાયિકા હર્ષિદા રાવલ જેમનું તાજેતરમાં અવસાન થયું એમણે ગયું હતું.વિભા દેસાઈ નહિ.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *