મનોજ પર્વ ૦૩ : વરસોનાં વરસ લાગે – મનોજ ખંડેરિયા / આદિલ મન્સૂરી

આજે મનોજ પર્વમાં માણીયે એક એવી ગઝલ, કે જે ફક્ત મનોજ ખંડેરિયાની જ નહીં, પણ ગુજરાતી સાહિત્ય જગતની અમર રચનાઓમાં એક ગણાય છે..!! જાન્યુઆરીમાં આ ગઝલ ટહુકો પર પ્રથમવાર મુકેલી, ત્યારે વિવેકભાઇએ પ્રશ્ન ઉઠાવેલો કે સ્વરાંકનમાં વચ્ચે વચ્ચે બીજા કોઇ કવિના થોડા શેર ઉમેરવામાં આવ્યા હોય એવું લાગે છે, એ શેર મનોજભાઇએ લખ્યા હોય એવું લાગતું નથી..!

ખરેખર તો ત્યારે મને એ વચ્ચે આવતા શેર વિષે વધુ માહિતી નો’તી, પણ આજે તમારા માટે એ ગઝલના કવિનું નામ સાથે એના બધા જ શેર પણ લઇને આવી છું.

સૌપ્રથમ તો સાંભળીયે, પુરુષોત્તમ ઉપાધ્યાયના સ્વરમાં – મનોજભાઇની આ ચિરંજીવ ગઝલ..! પ્રસ્તુત રેકોર્ડિંગ મનોજ ખંડિરિયાની વિદાય પછી એમને શ્રધ્ધાંજલીરૂપ યોજાયેલ કાર્યક્રમ ‘મનોજ પર્વ’ માંથી લેવામાં આવ્યું છે.

.

ક્ષણોને તોડવા બેસું તો વરસોનાં વરસ લાગે,
બુકાની છોડવા બેસું તો વરસોનાં વરસ લાગે.

કહો તો આ બધાં પ્રતિબિંબ હું હમણાં જ ભૂંસી દઉં,
અરીસો ફોડવા બેસું તો વરસોનાં વરસ લાગે.

કમળ-તંતુ સમા આ મૌનનેતું તોડ મા નાહક
ફરીથી જોડવા બેસું તો વરસોનાં વરસ લાગે

આ સપનું તો બરફનો સ્તંભ છે,હમણાં જ ઓગળશે
હું એને ખોડવા બેસું તો વરસોનાં વરસ લાગે

મને સદભાગ્ય કે શબ્દો મળ્યા તારે નગર જાવા,
ચરણ લઈ દોડવા બેસું તો વરસોનાં વરસ લાગે.

– મનોજ ખંડેરિયા

————————————-

અને હવે સાંભળીયે, ‘વરસોનાં વરસ લાગે’ રદ્દીફ લઇને કવિ શ્રી આદિલ મન્સૂરીએ લખેલી આ ગઝલ. આદિલભાઇએ આ ગઝલ, મનોજ ખંડેરિયાની વિદાય પછી, એમને ધ્યાનમાં રાખીને જ લખી છે..!

સ્વર : ચિનુ મોદી

.

કલમને બોળવા બેસું તો વરસોના વરસ લાગે.,
ને ખડિયા ખોળવા બેસું તો વરસોનાં વરસ લાગે.

અરે આ શબ્દની ખાણોના પથ્થરો તો ઉલેચ્યા પણ,
બધા જો તોળવા બેસું તો વરસોનાં વરસ લાગે

હતા આરંભથી સાથે, અને અંતે મળ્યા પાછા
સ્મરણ વાગોળવા બેસું તો વરસોનાં વરસ લાગે

આ લખ ચોરાશી ફેરાઓથી મુક્તિ ક્યારે મળવાની
બધું ફંગોળવા બેસું તો વરસોનાં વરસ લાગે

હવે પૂરી થશે ક્યારે આ પરકમ્મા કહો સાંઇ,
ભભૂતિ ચોળવા બેસું તો વરસોના વરસ લાગે.

કોઇ સૂતું છે કેવું સોડ તાણી મૌનના ઘરમાં,
એને ઢંઢોળવા બેસું તો વરસોના વરસ લાગે.

બધે ચારેતરફ હસ્તાક્ષર અંકિત છે કોઇના
દિવાલો ધોળવા બેસું વરસોનાં વરસ લાગે.

કોઇ સપનું બની આવે અને પળમાં સરી જાતું,
હું આંખો ચોળવા બેસું તો વરસોનાં વરસ લાગે.

હું જાણું છું કે તળિયે જઇ લપાયા છે બધા મોતી

ગઝલના જુનાગઢના ખડિયરોમાં જે ખોવાયા
જઇને ખોળવા બેસું તો વરસોનાં વરસ લાગે.

બધી ગલીઓ હવે તારી ગલી જેવી જ લાગે છે
નગર ભગોળવા બેસું તો વરસોનાં વરસ લાગે.

આ ધીમું ઝેર થઇ ચડતી બધી અંતિમ ક્ષણો ‘આદિલ’
આ વખને ઘોળવા બેસું વરસોનાં વરસ લાગે.

– આદિલ મન્સૂરી

————————————

અને હવે સાંભળીએ, આ બંને ગઝલ એક સાથે… પુરુષોત્તમ ઉપાધ્યાય અને આશિત દેસાઇના યુગલ સ્વરમાં..! ખૂબી એ છે કે પુરુષોત્તમ ઉપાધ્યાય મનોજભાઇની ગઝલના શેર રજૂ કરે છે, અને આશિત દેસાઇ સંભળાવે છે આદિલ મન્સૂરીની ગઝલ

સ્વર – સંગીત : પુરુષોત્તમ ઉપાધ્યાય – આશિત દેસાઇ

.

————————————

તા.ક. : આ ટહુકોનું રૂપ ફરીથી બદલાયેલું અને થોડું અતડું લાગે છે ને? થયું એવું કે હમણા હમણા જે નવું રૂપ હતું, એ easy navigation માટે જ બદલ્યું હતું, પરંતુ કોઇક કારણે એને લીધે જ ટહુકો ઘણો ધીમો થઇ ગયો હતો..! આ નવી રૂપ પણ થોડા દિવસ અજમાવી જોઇએ..! થોડી અગવડ પડશે કદાચ તમને.. ચલાવી લેશો ને? 🙂

33 replies on “મનોજ પર્વ ૦૩ : વરસોનાં વરસ લાગે – મનોજ ખંડેરિયા / આદિલ મન્સૂરી”

  1. ક્ષણો ને તોડવા બેસું તો વરસો ના વરસ લાગે, મનોજ ખંડેરિયા રચિત અને આશિત દેસાઈ દ્વારા ગવાયેલ આ ગઝલ ક્યાંય થી મળી શકે? અથવા જો કોઈ પાસે હોઈ તો મને મોકલશો ? આભારી રહીશ… નેટ ઉપર ક્યાંય મળતી નથી….. please help to find it…

  2. “હું જાણું છું કે તળિયે જઇ લપાયા છે બધા મોતી” — આ શેર પૂરો નથી. પૂરો લખશો તો ઘણો આભાર.

  3. કરમ ની જાળ ને તોડવા બેસું તો જનમો ના જનમ લાગે

    ને તારું નામ જો લેશું ભવોભવ ના ભરમ ભાંગે

  4. આ બે પન્ક્તિઓ મને યાદ ચ્હેલિ

    આ હ્ર્દય સમ્બન્ધ્ને તોદિ તમે ચાલ્યા
    કે જે વિકસાવવા બેસુ તો વર્સોના વરસ લાગે

  5. ખરેખર “ગુજરાતીમાં મનોજનો વિકલ્પ નથી.” એ વાત સો ટક ના સોના જેવી છે

  6. પુરુષોત્તમ ઉપાધ્યાયના કંઠે મનોજ ખંડેરીયાની ગઝલના ગહન,સૂક્ષ્મ ભાવો મનમાં ઉતારવાની,મમળાવવાની મસ્તી જ કંઈ ઔર છે.

  7. શ્રી મનોજભાઈ અને આદિલ મનસુરીના શબ્દો જીવનની વેદના વ્યક્ત કરી જાણે છે……શ્રી જયશ્રીબેન મનોજ પર્વ બદલ આભાર અને કવિઓને અભિનદન્….

  8. આ ગઝલમાત્ર ગઝલ નથિ પન વરસોનિ મેહનત હસે.

  9. આ બાબત વિશે અગાઉ કોઈ જાણકારી જ નહોતી… આવી ઉત્તમ અને અકલ્પ્ય માહિતી શોધી લાવવા બદલ આભાર, જયશ્રી’બેન’ !

    … અને દરેક પૉસ્ટના ઑડિયો તમે ક્યાંથી શોધી લાવો છે એ પણ મારા માટે એક કૌતુકનો વિષય બની ગયો છે, જયશ્રી’બેન’ !!!

  10. HOW CAN I MISS LISTENING “VARSONA VARAS LAGE” AND COMPLIMENTING TWO GREAT MAESTROS SINGING TOGETHER EK SE BADHKAR EK GAYAKI AND I FELT LIKE I AM SINGING WITH MY HEROS AND SURAJ KO AAINA DIKHANA NAHIN CHAHTA..KITANI BHI TAREEF KAREN PURI NAHIN HOGI..KUM LAGATI HAI..AUR JAB MANOJ AUR AADIL MIL GAYE TO “PU” AND ‘AD’ SE AUR ACHHI JODI KAHAN BANEGI..dHANYA THAYEE GAYO..AA SHABDO ANE AA SANGIT MARA KANO MAN OONGH MAN PAN GOONJTU REHSHE..KAANO MAN AA MISHRI SIDHI HRUDAY SUNDHI OOTARI GAYEE CHHE..BAHU KHOOB..MARHABA ! MARHABA!!

  11. આપનિ એક ગઝલ વિકલ્પ નો એક શેર બહુજ આકરો લગ્યો..હા ..આ ..હા..ભુલતો નથઇઇ
    ” Ladi j levoo rahyu mari sathe khud mare
    have to dost, aa sangharsh no vikalp nathi’
    kya baat hai…gajab thai gyo bapu…

    Bahu j umada..shaire ..javallej jova ke sambhalva male..

    “Pravahi anya na chale ghazal ni ragrag man
    Jaroori rakt chhe ne rakt no vikalp nathi”

    Aafreen !!! After many years I found so much..woh bhi sab kuchh ek saath..Dhanya thai gayo..kitane dino ke pyase honge..yaron socho to..jeva haal ane havaal sabit thai gaya..I am in so much hurry and want to read and enjoy everything in one day??? koi vikalp nathi ane shodhvo pan nathi..Aadil saheb ni Kaviraj Manojbhai ne aapeli shradhanjali..ne Dr Chinu Modi saheb na voice sambhalye pan varasona vana vayee gaya chhe..he is here like always with his extra ordinary n impressive voice and expression..Saheb Tane Salaam..
    PU (piyu ya ni ke..Purushottambhai Upadhyay)no rankar bhulye bhlay tem nathi..Adbhoot..Congratulations to Jaishreeben Patel for presenting on Tahuko and Family members of Manoj Khanderiya Saheb. Ek uttam kavi ne chhaje tevu maan samman to Manoh bhai ane involved everyone in it..Thanks Thanks to all for everything.. Mare to divas jaata varaso lagi jashe..

    Ek se badh kar ek shaire Manoj Saheb..maan gaye Bapu..
    Bijo koyee vikalp nathi..Aap ni kalam ne ane aap ne mari hazaro dua ane salaam

    Kaushik Trivedi

  12. મનોજભાઈની લાજવાબ ગઝલ!
    મિલિન્દ ગઢવીની વાત સાથે સંમત છું.
    સુધીર પટેલ.

  13. Manoj Parva is going great!!!

    Keep at least one Poet’s PARVA going all the time, along with regular posting… that would be interesting.

  14. સરખા રદીફ પણ જુદા કાફિયા સાથેની બે ગઝલો બે અદ્વિતિય ગઝલકારોના આગવા અંદાજમાં…ઉપરથી ચિનુકાકાનું પઠન….અગ્રણી ગાયકોના સ્વર….વાહ…

    મિલિંદભાઈ સાથે સહમત- મનોજ ખંડેરિયા એટલે નિઃશંકપણે ગુજરાતી ગઝલને નવા મુકામ પર લઈ જનારા પ્રમુખ આધુનિક ગઝલકારોમાંનું એક ઊંચુ/જાણીતું નામ. ઋજુ અને સૌમ્યભાવોને મુલાયમ પ્રતીકો દ્વારા રજૂ કરવામાં નિર્વિવાદ અજોડ આધુનિક ગઝલકાર.

  15. બન્ને રચના બહુ સરસ છે. દરેક શેરમાં નવી વાત! ટહુકો પર મુકવા બદલ આભાર!

  16. વાહ -વાહ

    લાગનિના અશ્રુમા ત્રુપ્તિનો પરમ એહસાસ લાગે
    ગઝલના દરિયામા કિનારાને તો વરસોના વરસ લાગે

  17. ક્ષણોને તોડવા બેસું તો વરસોનાં વરસ લાગે,
    બુકાની છોડવા બેસું તો વરસોનાં વરસ લાગે.

    કલમને બોળવા બેસું તો વરસોના વરસ લાગે.,
    ને ખડિયા ખોળવા બેસું તો વરસોના વરસ લાગે.

    કહો તો આ બધાં પ્રતિબિંબ હું હમણાં જ ભૂંસી દઉં,
    અરીસો ફોડવા બેસું તો વરસોનાં વરસ લાગે.

    કોઇ સૂતું છે કેવું સોડ તાણી મૌનના ઘરમાં,
    એને ઢંઢોળવા બેસું તો વરસોના વરસ લાગે.

    કમળ-તંતુ સમા આ મૌનને તું તોડ મા નાહક,
    ફરીથી જોડવા બેસું તો વરસોનાં વરસ લાગે.

    આ સપનું તો બરફનો સ્તંભ છે, હમણાં જ ઓગળશે,
    હું એને ખોડવા બેસું તો વરસોનાં વરસ લાગે.

    કોઇ સપનું બની આવે અને પળમાં સરી જાતું,
    હું આંખો ચોળવા બેસું તો વરસોનાં વરસ લાગે.

    મને સદભાગ્ય કે શબ્દો મળ્યા તારે નગર જાવા,
    ચરણ લઈ દોડવા બેસું તો વરસોનાં વરસ લાગે.

    હવે પૂરી થશે ક્યારે આ પરકમ્મા કહો સાંઇ,
    ભભૂતિ ચોળવા બેસું તો વરસોના વરસ લાગે.

  18. I was able to listen to this beautiful ghazal which is in a class by Itself ,however wordings&some shares/stanzas are different
    Dr Digesh chokshi

  19. I cannot listen to this ghazal.It will not play.I am the big fan of Manojbhai .His this ghazal &pakdo kalam are my favorite.Excellent job jayashreeben
    Dr Digesh chokshi

  20. નિઃશંકપણે ગુજરાતીના શ્રેષ્ઠ ગઝલકાર; મનોજ જેટલી ગુણવત્તા અને ધીરજ ભાગ્યે જ કોઇ ગઝલકારે જાળવ્યા છે. આ રદીફમાં આ પછી પણ પ્રયત્નો થયાં છે પરન્તુ સંપૂર્ણપણે નિષ્ફળ. સાંભળ્યુ છે કે આ રદીફ મૂળ તુરાબ ‘હમદમ’નો છે. આશ્ચર્યની વાત છે કે મનોજભાઇની એક જ રચના અહીં છે. શ્રી હર્ષદ ત્રિવેદીએ ધોરાજીમાં થયેલી એક અધ્યાપન શિબીરમાં કહેલું – “ગુજરાતીમાં મનોજનો વિકલ્પ નથી.” ડો. ઉર્વિશ વસાવડા સાથે થોડાં સમય પહેલા થયેલી ચર્ચા દરમિયાન તેમણે કહેલું – “મનોજ જેટલી ક્વોલિટી તેમજ હાઇટ કોઇ ગઝલકારમાં નથી.” તાજેતરમાં જ શ્રી સંજુ વાળાએ મને ફોન પર એક સંસ્મરણ વાગોળ્યુ, “શ્યામ સાધુ પર મેં લખેલો શ્રધ્ધાંજલી લેખ વાંચ્યા પછી મનોજભાઇએ મને કહેલું – તું સારું લખે છે ઍટલે શું અમારે મરી જવાનું?” અને પછી વિષાદભર્યા અવાજે ઉમેર્યું,”મિલિન્દ, અફસોસ એ વાતનો છે કે તેમના જીવતાં તેમના વિષે ક્યારેય લખવાનો ઉપક્રમ ન થયો.”
    છેલ્લે મને સૌથી વધુ ગમતો મનોજ એક શેર –
    “રહસ્યોની ગુફામાં જઇ નિસરવું યાદ આવ્યું નહિ
    સમયસર ખૂલ જા સિમ-સિમ ઊચરવું યાદ આવ્યું નહિ”
    – મિલિન્દ ગઢવી

  21. આ sound track મા- ગઝલમા – બે ગઝલ છે એમ લાગે છે.
    આશિત દેસાઇ ગાય છે તે કોઇ બીજાની ગઝલ હોય એમ લાગે છે. બન્ને ” હમરદીફ ગઝલો “….. સુન્દર પ્રયોગ !

  22. અદભૂત… આખેઆખી ગઝલ મસ્ત્… પણ આ શેર વધારે ગમ્યો… મઝા આવી ગઈ..

    મને સદભાગ્ય કે શબ્દો મળ્યા તારે નગર જાવા,
    ચરણ લઈ દોડવા બેસું તો વરસોનાં વરસ લાગે.

    ‘મુકેશ’

  23. નાનપણ થી મનોજકાકાની આ ગઝલ કેટલાય મુશાયરામા તથા અમારે ઘેર તમને મોઢે સાંભળી અને પછી મોટા થઈ ને ઘણા કાર્યક્રમમાં ખુદ ગાઈ છે….તે આખી સફર યાદ આવી ગઈ…..

  24. આ ઑડિયોમાં ઘણા શેર એવા છે જે ગઝલમાં નથી…. આ શેર મનોજભાઈએ લખ્યા છે? ચોળવા જેવો સુસ્ત કાફિયો મનોજ ખંડેરિયાએ પ્રયોજ્યો હોય એવી શક્યતા જોકે ઘણી ઓછી છે…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *