જુલાઇ ૨૦૦૯ માં આપણે કવિ શ્રી મનોજ ખંડેરિયાની કલમને માણવા – ઉજવવા, એક અઠવાડિયા સુધી મનોજ પર્વ મનાવેલો, એ યાદ છે ને?
ત્યારે પસ્તુત મનોજ ખંડેરિયાની આ પીછું ગઝલ – આજે સ્વરકાર અનંત વ્યાસના સ્વર-સંગીત સાથે ફરીથી એકવાર… અને મને ખાત્રી છે કે નવા સ્વર-સંગીતની સાથે સાથે તમને પહેલા પ્રસ્તુત કવિ શ્રી રમેશ પારેખના સ્વરમાં આ ગઝલ વિષેની વાતો – તેમ જ ચીનુ મોદીના સ્વરમાં આ ગઝલનું પઠન – ફરીથી સાંભળવું પણ એટલું જ ગમશે..!!
( પીછું…. Photo : Flickr.com)
* * * * * * *
.
Posted on July 9, 2009
ગઇકાલે જે ‘વરસોના વરસ લાગે‘ ગઝલની વાત કરી, એ મનોજ ખંડેરિયાની એક ગઝલકાર તરીકેની સિધ્ધીની વાત હતી..! આજે પ્રસ્તુત ગઝલ એટલે મનોજ ખંડેરિયાનું એ સિધ્ધી તરફ ગયેલું પહેલું પગલું.
સૌપ્રથમ સાંભળીયે કે કવિ રમેશ પારેખ આ ગઝલ વિષે શું કહે છે..!
.
અને હવે સાંભળીયે આ ગઝલનું પઠન કવિ શ્રી ચિનુ મોદીના સ્વરમાં.. અને સાથે એમણે કવિ શ્રી મનોજ ખંડેરિયા વિષે, એમની ગઝલ વિષે કરેલી થોડી વાતો..!
.
ગગન સાથ લઇ ઊતરે એ ફરકતું
વિહગ-પાંખથી જે ખરી જાય પીછું
ફરકતું પડે ત્યારે ભૂરી હવામાં
ઝીણાં શિલ્પ કૈં કોતરી જાય પીછું
હજી એમાં કલશોર ગૂંજે વિહગનો
સૂનું આંગણું આ ભરી જાય પીછું
હ્રદયમાં વસ્યાં પંખીઓ બ્હાર આવે
કદી આંખમાં જો તરી જાય પીછું
ગગનના અકળ શૂન્યમાં જઇ ડૂબે, જે
વિહગને ખર્યું સાંભરી જાય પીછું.
– મનોજ ખંડેરિયા
સાથે માણીએ કવિ શ્રી સુરેશ દલાલે કરેલો આ ગઝલનો આસ્વાદ…
મનોજની આ નજમ ઊંડાણનો અને અભિવ્યક્તિની છટાનો અને એને આધુનિકતાનો પણ, આધુનિકતાના કોલાહલ વિના પરિચય આપે છે. પંખીની પાંખમાંથી પીછું ખરે છે ત્યારે એ પીછાંના અવતરણમાં આખું આકાશ ઊતરી આવે છે. પંખી ઊડે છે ત્યારે એનો નાતો આકાશ સાથે છે અને આકાશમાં ઊડતા પંખીનું પીછું ખરે ત્યારે એની સાથે આખું ગગન સરતું એવું લાગે. અંશની સાથે અખિલ હંમેશા સંકળાયેલું હોય છે.
શાયરે અહીં હવાને રંગ આપ્યો છે. ‘ભૂરી હવા’ કહી છે. પીછું ઊતરે છે ત્યારે આ પીંછુ હવામાં ઝીંણા શિલ્પો કોતરે છે. હવા પણ દેખાતી નથી શિલ્પો પણ દેખાતાં નથી. શિલ્પ મૂર્ત હોય છે, હવા અદ્રશ્ય હોય છે. અદ્રશ્યનું આ દ્રશ્ય છે, કવિની કલ્પનાની આંખે જોયેલું.
સૂના આંગણામાં પીછું છે; પણ આંગણાને સભર કરવાની એની શક્તિ છે. એક પીછામાં જો શિલ્પ દેખાય છે, તો એમાં પંખીનો કલશોર પણ સંભળાય છે. એટલું જ નહીં, પણ પીછું કે પીછાની સ્મૃતિ જો આંખમાં તરે તો હ્રદયમાં વસેલાં કેટલાય પંખીઓ બહાર ધસી આવે છે.
પીંછુ તો ખરી જાય છે પણ પંખીને જો ખરી ગયેલા પીછાની સ્મૃતિ થાય તો? એ પંખી જઇ જઇને ક્યાં ડૂબે? એક જ સ્થાન છે; ગગનના અકળ શૂન્યમાં..!
– સુરેશ દલાલ
realy i very like this gazal. and realy best rilation is very importence for happy life.
EXCELLENT GAZAL .ENJOY TOO MUCH.
મનોજભાઈ ની પૂછ એને કે જે શતાયુ છે સાંભળેલી…ને ત્યારથી મનોજભાઈ ગમતા.અનંતભાઈ વ્યાસ દાહોદ આવ્યા ને ગગન સાથ લઇ ઉતારે એ ફરકતું શીખવાડ્યું…..ને એમનાજ અવાજ માં ફરી એક વાર આજે સમ્ભાલીયું…મઝા પડી ગઈ…જબીન, દાહોદ
મને થયુ આનંદ કરીશુ આજે છે દિવાળી
Can you post this song?
નઝાકત અને મધુરતા સભર અફલાતુન ગઝલ્.
મનોજની આ ગઝલ નો મીઠો રસાસ્વાદ કરાવવા બદલ સુરેશભાઈનો આભાર.
મારી પ્રિય ગઝલ…!
પીંછાં જેવી જ નાજુક પણ.. !!
મધુર ગઝલ
અને
એવો જ સરસ આસ્વાદ!
આગળ કરી હતી એ જ કૉમેંટ રીપિટ કરવાનું મન થાય છે…
અદભુત ગઝલ.. બધા જ શેર મજાના…
What a lovely,tender and emotional guzzle.In few minutes and few words it brings your heart and emotions out and exposes it to fresh air .This is done so swiftly and presisely .Thank you for a lovely posting.
Manoj Parva … during near diwali time is truly the best gift you are giving….
Namaste’ Jayshreeben,
I have a decent collection of gujarati ghazals, geet, nazm, kavita, live mushaayro, etc in audio and converted to .wav and .mp3 presently. The collection ranges form last 30 years.
Please let me know if you need any of the creations that you may not have and are looking for… I may have it.
Great job on pushing Gujarati to its outer limits of happiness and “aapulki panu”.
Aabhaar sah,
raj sangoi
NJ – USA
845 398 5416 -w
very nice.
સરસ ગઝલ છે.
મનોજભાઈની સુંદર ગઝલ.
હ્રદયમાં વસ્યાં પંખીઓ બ્હાર આવે
કદી આંખમાં જો તરી જાય પીછું
સપના
hi jayshree didi,
aa Ghazal Rajkot Na Shree AnantBhai vyas e Khubj saras Compose kari che…Recording maltaj tamne Mail karish… Ane ha aaje atleke 15/07/2009 na roj AnantBhai no Birthday pan che…
સુરેશ્ભાઈનો આસ્વાદ ગઝલના ભાવ સુધી લઈ જવામા આનન્દ આપે છે….
શાળાના આખરી વરસોમાં આ ગઝલ એટલી ગમી ગઈ હતી કે આજ શૈલીમાં દરિયો, તિમિર જેવી રદીફ રાખીને ઘણી બધી અછાંદસ ગઝલો લખી હતી…
આ ગઝલ આજે પણ એટલી જ મધુર લાગે છે… કદાચ વધુ ગળચટ્ટી કેમકે જૂની સ્મૃતિઓ એ તાજી કરાવી આપે છે…
જયશ્રીબેન
છેલ્લા કેટલાક દિવસ થી ટહુકો માં જે મનોજ ખંડેરીયા ની રચનાઓ નો આસ્વાદ માણવા મળે છે એનો આનંદ અવર્ણનીય છે. મોસમ ના મિજાજને અનુરુપ.
આભાર
સરસ ગઝલ..
મુ.સુ.દલાલનો સુંદર આસ્વાદ.
અદભૂત ગઝલ અને એવો જ સુંદર આસ્વાદ!
સુધીર પટેલ.
વાહ્!!