થોડા દિવસો પહેલા બે સરખા જેવા ગીતો એક સાથે મોરપિચ્છ અને ટહુકો પર મૂકેલા; ( અમે દરિયો જોયો ને તમે યાદ આવ્યાં - ભાગ્યેશ જહા અને પાન લીલું જોયું ને તમે યાદ આવ્યાં - હરીન્દ્ર દવે )
આજે પણ કંઇક એવું જ…. “તમે અહીંયા રહો તો … ” અને “તમે વાતો કરો તો..” સુરેશ દલાલના હસ્તાક્ષરમાં “તમે વાતો કરો તો.. ” સ્વરબધ્ધ થયેલું છે, એટલે ઘણાં એ કદાચ સાંભળ્યું હશે. અને ‘તમે અહીંયા રહો તો, ‘ભાગ્યેશ જહા’ની બીજી રચનાઓ સાથે ‘આપણા સંબંધ’ આલ્બમમાં સોલીભાઇએ ખૂબ સરસ ગાયું છે.

તમે વાતો કરો તો થોડું સારું લાગે;
આ દૂરનું આકાશ મને મારું લાગે.
વૃક્ષો ને પંખી બે વાતો કરે છે
ત્યારે ખીલે છે લીલેરો રંગ;
ભમરાના ગુંજનથી જાગી ઊઠે છે
ફૂલોની સૂતી સુગંધ
તમે મૂંગા તો ઝરણું પણ ખારું લાગે;
રોમાંચે રોમાંચે દીવા બળે
અને આયુખું તો તુલસીનો ક્યારો;
તારી તે વાણીમાં વ્હેતી મુકું છું હું
કાંઠે બાંધેલો જનમારો.
એક અમથું આ ફૂલ પણ ન્યારું લાગે
—–
આજે કવિ શ્રી સુરેશ દલાલનો જન્મદિવસ. આપણા તરફથી એમને હાર્દિક શુભેચ્છાઓ. એમની બીજી રચનાઓ અહીં માણી શકશો.
ટહુકા પર : આંખ્યુંના આંજણમાં ફાગણનો કેફ
લયસ્તરો
ડોસા-ડોસી
સિદ્ધાર્થમાંથી બુદ્ધ



October 11th, 2006 at 5:53 am
સરસ રચના !!!
October 11th, 2006 at 4:46 pm
tamaro blog ghano j saras ane sumadhur gito thi bharelo chhe
aakaam mane shikhavadasho?
http://www.vijayshah.wordpress.com
October 12th, 2006 at 3:04 am
[...] રચનાઓ - 3 [...]
October 12th, 2006 at 1:30 pm
આ ગીતની પહેલી બે પંક્તિઓ કંડારેલું દિવાળી કાર્ડ હાલ ઑર્થોપેડિક તબીબ એવા મારા એક મિત્રે મને મોકલ્યું હતું ત્યારે આ પંક્તિ કોની છે એ પણ ખબર ન્હોતી, માત્ર આ પંક્તિઓએ રચેલા વિશ્વમાં ભૂલા પડી જવાયું હતું… ચડતી યુવાનીના દિવસોને યાદ કરાવી દીધા અને એ પણ સામી દિવાળીના ટાંકણે જ… આભાર!
October 12th, 2006 at 9:24 pm
OMG… what a co-incedent Jayshree…. I just came here and realized that we have posted the same poem by Suresh Dalal!!
I love this poem…
October 15th, 2006 at 3:23 pm
please
if anyone has emailID of SURESH DALAL the send me on this
drashtiprajapati@yahoo.com
August 6th, 2009 at 2:53 am
ચાહક તમરિ ગઝલ નો ચ્હુ.
August 6th, 2009 at 3:34 am
મને તમારેી શાયરેી એક દોસો દોસિ ને હજિ વહાલ કરે ચ્હે
કમલ કરે ચે,ખુબ પસન્દ પદિ