અરે, મારા આ હાથ છે જડભરત – રમેશ પારેખ

થોડા વખત પહેલા ટહુકો પર મુકેલી રમેશ પારેખની આ ગઝલ, આજે આશિત-હેમા દેસાઇના યુગલ સ્વરમાં ફરીથી એકવાર… અને આશિતભાઇએ એવી સરસ રીતે સંગીતબધ્ધ કરી છે કે રમેશ પારેખના શબ્દોનો જાદુ પળવારમાં બેવડાઇ જશે.. અરે ! સાચ્ચુ કહું છુ… એકવાર નીચેના પ્લેયર પર ક્લિક તો કરો..!! 🙂

( જડભરત ??    ……… Photo : Internet)

* * * * * * *

સ્વર – આશિત દેસાઇ, હેમા દેસાઇ
સંગીત – આશિત દેસાઇ
આલબ્મ – ગઝલ રેશમી

અરે, મારા આ હાથ છે જડભરત ને ઉપર આંગળીઓ અભણ, એકબે
હું જીવતા મનુષ્યો ગણું તો આ આખ્ખા નગરમાં મળે માંડ જણ એકબે

ઉઝરડા અને લોહીલુહાણ આખ્ખાય જીવતરનાં કારણ છે શું ?
મેં ફૂટપાથ પર એક જોશીને પૂછ્યું તો એણે કહ્યું કે : ‘સ્મરણ એકબે’

પરબ કઈ તરફ છે, પરબ કઈ તરફ છે ? તરસથી હવે લોહી ફાટી પડે
નજરમાંથી રણ સ્હેજે ખસતું નથી ને આ હાથોમાં છે ફક્ત ક્ષણ એકબે

ભટકતાં ભટકતાં, બટકતાં બટકતાં, પહોંચ્યોં હું મારા અનાગત સુધી
અપેક્ષાઓ રાખી હતી ધોધની ત્યાં મળ્યાં માંડ સુક્કા ઝરણ એકબે

‘છે અહીં લીલું જંગલ ને ઝરણાં ને પંખી ને કલરવમાં પલળી ગયેલો રમેશ :’
ભીંતે આમ પંક્તિ લખીને હજુયે હું જોઉં (છબીમાં) હરણ એકબે

મેં રસ્તાઓ બદલ્યા, મકાનોય બદલ્યાં ને બદલ્યાં શહેરો ને ચહેરા, રમેશ
મરણની લગોલગ ગયો તે છતાંયે ન સાચાં પડ્યાં સ્વપ્ન પણ એકબે

30 replies on “અરે, મારા આ હાથ છે જડભરત – રમેશ પારેખ”

 1. vijay bhatt ( Los Angeles) says:

  રમેશ નિ આ લમ્બા લય નિ ….. સ્ ર સ ….!

 2. Rupal says:

  Exellant,I love this rachana.Can we have audio of this. It will add some more value to this. Like Kesar in the milk.
  ઉઝરડા અને લોહીલુહાણ આખ્ખાય જીવતરનાં કારણ છે શું ?
  મેં ફૂટપાથ પર એક જોશીને પૂછ્યું તો એણે કહ્યું કે : ‘સ્મરણ એકબે’
  What a wonderful thinking !!!!
  આમ તો આ આખી ગઝલ જ સુંદર છે પણ આ મારી ગમતી……

 3. simran says:

  What a beautiful poetry,, simply great,,,

 4. rupal says:

  This is the most beautiful website I came across..feeling like meeting a friend after visiting a website………

 5. Ramesh says:

  If you buy Ashit & Hema Desai’s cassette called “Ghazal Reshami”, you will find kesar in milk – this song on side B…enjoy!

 6. અદભુત ગઝલ… બધા જ શેર શિરમોર થયા છે…

 7. PALLAV says:

  આસિત દેસઈ ઍ સ્વરબધ કરેલ આ રચના.. એ મળે તો સોનામા
  સુગન્ધ ભળે…

 8. Vijay K says:

  Thanks Ramesh(bhai) I knew I had “Are, Maara Haath…” in my collection. Yes, this one is by Ashit and Vibha Desai.
  Vijay K

 9. Vijay K says:

  correction pl. Not Vibha, but Hema Desai.
  Vijay K.

 10. sapana says:

  મેં રસ્તાઓ બદલ્યા, મકાનોય બદલ્યાં ને બદલ્યાં શહેરો ને ચહેરા, રમેશ
  મરણની લગોલગ ગયો તે છતાંયે ન સાચાં પડ્યાં સ્વપ્ન પણ એકબે

 11. 'M.D.Gandhi, U.S.A. says:

  સરસ ગઝલ છે.

 12. Dilip says:

  i do know hw to put my words. The words and content r unique and company of sound brought it in a life and show the some side of life.

 13. Dilip says:

  Wonderful combination of words and messages. The company of sound has added a great touch and brought it to some reality of life.

 14. Pushpendra Mehta says:

  અદ્ભુત કલ્પના…..રસ્તાઓ બદલ્યા……રુદય સ્પર્શિ…….

 15. saifee surka says:

  ghni saras gai chhe

 16. શું ગઝલ છે ! બધા જ શેર દાદુ થયા છે… વાહ…

 17. Prashant Soni says:

  વાહ ! જિન્દગી ની માત્ર જુજ ક્ષણ વાસ્તવમા જિવ્યા તેવી હોય , મનન માગે …..

 18. Taru says:

  heart wrenching!
  તરુ

 19. Kamlesh says:

  વાહ…… રમેશ પારેખ
  વાહ…… આશિત-હેમા દેસાઇ….
  મઝા પડી ગઈ……

 20. siddharth gadhavi says:

  what a nice poetry, i like it,

 21. manvant Patel says:

  વાહ બાપ્પુ !દિવસ સુધર્યો !આભાર સૌનો !

 22. UMESH VASAVDA says:

  SIMPLY SUPERB
  RAMESH PAREKH TOUCHES THE SKIES
  ASITBHAI_HEMABEN HELP HIM REACH THERE
  A SHINING STAR IN GUJARATI SUGAM_SANGEET

 23. ashwin says:

  ધન્યવાદ્.

  ~ અશ્વિન. આહિર્ ભાયન્દર્.

 24. Maheshchandra Naik says:

  શ્રી રમેશ પારેખ આ દાયકાના આગવા ગઝલકાર, આશીતભાઈની સરસ ગાયકીને કારણે ગઝલ માણવાનો આનદ અનેરો બની રહ્યો છે………

 25. Kirat Antani says:

  Waah! Kyaa baat hai! Amazing lyrics. Very deep. Kya baat hai RA PA!

 26. I have no words to reflect my joy for your such an esteemed effort to facilitate us with this link. Thank you Jayshree ma’am

 27. suresh vithalani says:

  બહુ જ સરસ ગઝલ. આભાર.

 28. Anup Gandhi says:

  Hi, Can someone please advise me, from where can I download the album “Gazal Reshmi” by Ashit Desai and Hema Desai? I had a cassette some time back which is not working now, and I cant find the album anywhere. Is it available somewhere on internet to download? The entire album is full of great creations.

  Thanks
  Anup

 29. bharat patel says:

  ati sundarર્

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *