અરે, મારા આ હાથ છે જડભરત – રમેશ પારેખ

થોડા વખત પહેલા ટહુકો પર મુકેલી રમેશ પારેખની આ ગઝલ, આજે આશિત-હેમા દેસાઇના યુગલ સ્વરમાં ફરીથી એકવાર… અને આશિતભાઇએ એવી સરસ રીતે સંગીતબધ્ધ કરી છે કે રમેશ પારેખના શબ્દોનો જાદુ પળવારમાં બેવડાઇ જશે.. અરે ! સાચ્ચુ કહું છુ… એકવાર નીચેના પ્લેયર પર ક્લિક તો કરો..!! 🙂

( જડભરત ??    ……… Photo : Internet)

* * * * * * *

સ્વર – આશિત દેસાઇ, હેમા દેસાઇ
સંગીત – આશિત દેસાઇ
આલબ્મ – ગઝલ રેશમી

અરે, મારા આ હાથ છે જડભરત ને ઉપર આંગળીઓ અભણ, એકબે
હું જીવતા મનુષ્યો ગણું તો આ આખ્ખા નગરમાં મળે માંડ જણ એકબે

ઉઝરડા અને લોહીલુહાણ આખ્ખાય જીવતરનાં કારણ છે શું ?
મેં ફૂટપાથ પર એક જોશીને પૂછ્યું તો એણે કહ્યું કે : ‘સ્મરણ એકબે’

પરબ કઈ તરફ છે, પરબ કઈ તરફ છે ? તરસથી હવે લોહી ફાટી પડે
નજરમાંથી રણ સ્હેજે ખસતું નથી ને આ હાથોમાં છે ફક્ત ક્ષણ એકબે

ભટકતાં ભટકતાં, બટકતાં બટકતાં, પહોંચ્યોં હું મારા અનાગત સુધી
અપેક્ષાઓ રાખી હતી ધોધની ત્યાં મળ્યાં માંડ સુક્કા ઝરણ એકબે

‘છે અહીં લીલું જંગલ ને ઝરણાં ને પંખી ને કલરવમાં પલળી ગયેલો રમેશ :’
ભીંતે આમ પંક્તિ લખીને હજુયે હું જોઉં (છબીમાં) હરણ એકબે

મેં રસ્તાઓ બદલ્યા, મકાનોય બદલ્યાં ને બદલ્યાં શહેરો ને ચહેરા, રમેશ
મરણની લગોલગ ગયો તે છતાંયે ન સાચાં પડ્યાં સ્વપ્ન પણ એકબે

34 replies on “અરે, મારા આ હાથ છે જડભરત – રમેશ પારેખ”

  1. Hi, Can someone please advise me, from where can I download the album “Gazal Reshmi” by Ashit Desai and Hema Desai? I had a cassette some time back which is not working now, and I cant find the album anywhere. Is it available somewhere on internet to download? The entire album is full of great creations.

    Thanks
    Anup

  2. શ્રી રમેશ પારેખ આ દાયકાના આગવા ગઝલકાર, આશીતભાઈની સરસ ગાયકીને કારણે ગઝલ માણવાનો આનદ અનેરો બની રહ્યો છે………

  3. SIMPLY SUPERB
    RAMESH PAREKH TOUCHES THE SKIES
    ASITBHAI_HEMABEN HELP HIM REACH THERE
    A SHINING STAR IN GUJARATI SUGAM_SANGEET

  4. વાહ…… રમેશ પારેખ
    વાહ…… આશિત-હેમા દેસાઇ….
    મઝા પડી ગઈ……

  5. વાહ ! જિન્દગી ની માત્ર જુજ ક્ષણ વાસ્તવમા જિવ્યા તેવી હોય , મનન માગે …..

  6. અદ્ભુત કલ્પના…..રસ્તાઓ બદલ્યા……રુદય સ્પર્શિ…….

  7. Wonderful combination of words and messages. The company of sound has added a great touch and brought it to some reality of life.

  8. i do know hw to put my words. The words and content r unique and company of sound brought it in a life and show the some side of life.

    • વારંવાર ચગળ્યા કરવી ગમે એવું મોહક સ્વર-શબ્દ નું અવર્ણનીય સાયુજ્ય. જ્યારથી સંગીતની સાચી સમજ ખીલી છે ત્યારથી આવી અદભૂત કૃતિઓ માણવાની મઝા વધતી જાય છે.. ્્

  9. મેં રસ્તાઓ બદલ્યા, મકાનોય બદલ્યાં ને બદલ્યાં શહેરો ને ચહેરા, રમેશ
    મરણની લગોલગ ગયો તે છતાંયે ન સાચાં પડ્યાં સ્વપ્ન પણ એકબે

  10. Thanks Ramesh(bhai) I knew I had “Are, Maara Haath…” in my collection. Yes, this one is by Ashit and Vibha Desai.
    Vijay K

  11. આસિત દેસઈ ઍ સ્વરબધ કરેલ આ રચના.. એ મળે તો સોનામા
    સુગન્ધ ભળે…

  12. If you buy Ashit & Hema Desai’s cassette called “Ghazal Reshami”, you will find kesar in milk – this song on side B…enjoy!

    • I am searching this cassette since very long time but couldn’t find it anywhere. Even couldn’t find on any platform. Please update if anyone has link about Ghazal reshmi

  13. This is the most beautiful website I came across..feeling like meeting a friend after visiting a website………

  14. Exellant,I love this rachana.Can we have audio of this. It will add some more value to this. Like Kesar in the milk.
    ઉઝરડા અને લોહીલુહાણ આખ્ખાય જીવતરનાં કારણ છે શું ?
    મેં ફૂટપાથ પર એક જોશીને પૂછ્યું તો એણે કહ્યું કે : ‘સ્મરણ એકબે’
    What a wonderful thinking !!!!
    આમ તો આ આખી ગઝલ જ સુંદર છે પણ આ મારી ગમતી……

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *