લાખ ટુકડા કાચના – હેમેન શાહ

( ઘાસમાં વેરાય આખર………      Photo from Flickr)

* * * * * * *

એટલા તો ક્યાં છે દુષ્કર લાખ ટુકડા કાચના?
એક સપનું : એક પથ્થર : લાખ ટુકડા કાચના.

સ્હેજ ભીનું શ્યામ અંબર, લાખ ટુકડા કાચના;
ઘાસમાં વેરાય આખર, લાખ ટુકડા કાચના.

ધૂળિયો રસ્તો, ખભા પર શેરડી ની ગાંસડી,
ડૂબતો સૂરજ, ત્વચા પર લાખ ટુકડા કાચના.

છે ઘણા નાના તફાવત, માત્ર દ્રષ્ટિકોણના;
રત્નના ઢગલા બરાબર લાખ ટુકડા કાચના.

રાહ તારી જોઉં છું દર્પણના સીમાડા ઉપર,
આવવા તો ક્યાં દે અંદર લાખ ટુકડા કાચના.

શક્ય છે બે યુગની વચ્ચેના સુલભ એકાંતમાં…
બેસી ગણતો હોય ઇશ્વર લાખ ટુકડા કાચના.

કંઇક વસ્તુઓ ફકત દેખાવથી બનતી નથી,
ક્યાં રચી શક્તા સમંદર લાખ ટુકડા કાચના?

જિંદગીને સ્થિર કશો આકાર કઇ રીતે મળે?
સ્થાન બદલે છે નિરંતર લાખ ટુકડા કાચના.

– હેમેન શાહ

11 replies on “લાખ ટુકડા કાચના – હેમેન શાહ”

  1. I want to upload my own creation (small poems) which I have created during my college life. Is it possible ?? Pl advise me. Thanks

  2. Very nice GAZAL I am very much impresses with this fantastic poem. Really I now belive Gujju are not only Baniya (Bussiness man) but also a soft harted poet (Not less then Rabindranath Tagor)

    Mara Dil No NOBEL tamar Charnom a Samarpit karuchhu.

  3. ઝાકળ પર એક-બે બીજા શેર હું પણ કહું?

    રાત રડતી અને સરે ઝાકળ,
    પુષ્પની આંખથી ઝરે ઝાકળ.

    દર્દ હો કે ખુશી જીવનની હો,
    બેયમાં આંખમાં તરે ઝાકળ.

  4. વિવેક,

    ઝાકળ પર લખાયેલ મારા બે ઘણા ગમતા શેર :

    રડી રડીને વિખેરાઈ રાત ફૂલો પર,
    આ ઓસ છે કે છે મારી જ જાત ફૂલો પર.

    તમે કહો છો ભલે બુંદ પણ અમે કહીશું:
    તરી રહી છે સકળ કાયનાત ફૂલો પર.

  5. ખૂબ સરસ …. ઊન્ડાણ વાળા ગમ્ભીર શેરો નો સરસ સમન્વય

  6. It’s awesome to read this nicely composed poem. As the poem changes it’s meaning from reader to reader it becomes more appreciable

    શક્ય છે બે યુગની વચ્ચેના સુલભ એકાંતમાં…
    બેસી ગણતો હોય ઇશ્વર લાખ ટુકડા કાચના.

    Above line is above the imagination for anyone…

  7. આમ તો આખી ગઝલ સરસ થઈ છે પણ તોય કેટલાક શેર તરફ પક્ષપાત કે પહેલી નજરનો પ્રેમ તો થવાનો જ…

    સ્હેજ ભીનું શ્યામ અંબર, લાખ ટુકડા કાચના;
    ઘાસમાં વેરાય આખર, લાખ ટુકડા કાચના.
    – પરોઢની ઝાકળ માટે આટલો સુંદર શેર બીજે ક્યાંય વાંચવા મળી શકે ખરો? કેટલું સુંદર કલ્પન ! વાંચતા જ ભીનાં થઈ જવાય એવું…

    રાહ તારી જોઉં છું દર્પણના સીમાડા ઉપર,
    આવવા તો ક્યાં દે અંદર લાખ ટુકડા કાચના
    – અને આ શેર એટલો જ અર્થગંભીર…

    વાહ કવિ! કમાલ કરી…

  8. YES YOU ARE RIGHT..JYA NA PAHONCHE RAVI TYA PAHONCHE KAVI…YOU HAVE SEE N REALITY OF NATURE!..
    I WELCOME YOU..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *