મને ઝાકળ જેવું તો કંઈક આપો! – વીરુ પુરોહિત

થોડા દિવસો પહેલા શિકાગોથી સાન ફ્રાન્સિસ્કો આવતા રસ્તામાં વિમાનમાંથી એવા સરસ રૂ ના ઢગલા જેવા વાદળો જોવા મળ્યા, કે સ્હેજે આ ગીતની પ્રથમ પંક્તિ યાદ આવી જાય. દરિયો વાદળની કામના કરે કે ના કરે, એ વાદળા જોઇને મને તો થઇ આવ્યું – મને વાદળ તો આપો..! :)

સ્વર : હેમા દેસાઇ
સંગીત : આશિત દેસાઇ

(વાદળ જેવું તો કંઈક આપો…. Utah, June 09)

This text will be replaced

કે મને ઝાકળ જેવું તો કંઈક આપો!
દરિયાની કામનાને વાચા ફૂટે તો કહે,
વાદળ જેવું તો કંઈક આપો.

આરપાર દ્રુષ્ટિના ઉતરે જળકાફલા,
એવી છે ખીણ મારી આંખમાં,
ઈચ્છાના પંખી લઈ ઊડ્યા આકાશ,
મારી છાતી ધબક્યાની રાત પાંખમાં.

કોણ જાણે કેવી છે પવનોની વાત,
મને અટકળ જેવું તો કંઈક આપો.

જંગલ એવું છું કે આસપાસ ઘુમરાતા
ટહુકાઓ જીરવ્યા જીરવાય નહિ,
સૂરજ ઊગે ને રોજ થઈ જાઉં વેરાન,
મારા પડછાયા ઝાલ્યા ઝલાય નહિ.

મારી એકાદી આંગળીને કાપી કરું કલમ,
કાગળ જેવું તો કંઈક આપો.

13 thoughts on “મને ઝાકળ જેવું તો કંઈક આપો! – વીરુ પુરોહિત

 1. Pancham Shukla

  સરસ ગીત.

  મારી એકાદી આંગળીને કાપી કરું કલમ,
  કાગળ જેવું તો કંઈક આપો.

  Reply
 2. Vijay Bhatt( Los Angeles)

  Poetry and musical composition both reflect – Experimentation
  પ્રયોગશીલ્તા…ન્વિ નતા….

  Reply
 3. P Shah

  નાવિન્યપૂર્ણ સુંદર ગીત અને એવું જ સુંદર સ્વરનિયોજન !
  આભાર !

  Reply
 4. વિવેક ટેલર

  લગભગ ચાર-પાંચવાર એકી બેઠકે આ રચના સાંભળી… જેટલીવાર વધુ સાંભળી એટલીવાર વધુ ને વધુ પ્રિય લાગી…

  આભાર…

  Reply
 5. sapana

  મારી એકાદી આંગળીને કાપી કરું કલમ,
  કાગળ જેવું તો કંઈક આપો.

  વાહ વાહ સરસ ગીત.દિલમાં સોંસરવું ઉતર્યું.

  સપના

  Reply
 6. Maheshchandra Naik

  સરસ ગીત અને ગાયકી પણ સરસ
  અભિનદન અને આભાર…..

  Reply
 7. Hassan

  મધૂર સ્વરમાં હેમાબેને ગાયેલુ આ ગીત પસંદગી ના ધોરણે પુરૂ ઊતરે છે….ધન્યવાદ પાઠવશો

  Reply
 8. La'KANT Thakkar

  ” આરપાર દ્રુષ્ટિના ઉતરે જળકાફલા,એવી છે ખીણ મારી આંખમાં,
  ઈચ્છાના પંખી લઈ ઊડ્યા આકાશ,મારી છાતી ધબક્યાની રાત પાંખમાં.”

  પંક્તિ ખરેખર ખૂબજ ગમી ….માનસરોવરના જળ જેવી ક્રિસ્ટલ-ક્લીયર એક સમજણ-અંતર્જ્ઞાનથી બ્લેકહોલ શી અતલ ભીતરની ખીણ ને ભરી લેવાની ઝંખના, …સહરાની તરસ જેવી…., ઈચ્છાઓના ટોળાં….ઉભરાય મધપૂડો છંછેડાયા પછી એવું, થયું ….મનમાં…સહજ અભિવ્યક્તિ… -લા’ કાન્ત / ૪-૭-૧૨

  Reply

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *