એનીવર્સરી
એ
વસંત જેવી છે
સાથે જીવાય ગયેલા
સહેજ લીલા સહેજ પીળા થયેલા વર્ષોને
એ આખેઆખા લીલા કરી જાય છે
જોકે
વસંતના આગમનની સાબિતી તો
શહેરમાં હારબંધ ઉભા કરેલા વૃક્ષો લીલો યુનિફોર્મ પહેરી લે
ત્યારે જ મળે,
બાકી
સાથે જીવાયેલા વર્ષોના સહેજ
ઝાંખા થયેલા ખૂણે
એકાદું ફૂલ ઉગી નીકળે
એ પ્રત્યેક પળ વસંત જેવી જ હોય છે.
લગ્નની વર્ષગાંઠ તો
વસંતને આવકારવાનું બહાનું છે
બાકી
સાથે જીવવાનું નક્કી કરીને બેઠેલા
બે જણ સાથે હોય
એ પ્રત્યેક પળે
શરીરની ડાબી બાજુએ
એકાદું ફૂલ ઉગતું જ હોય છે
અને ત્યારે વસંતના આગમનની સાબિતીની જરૂર પડતી નથી..!
–
[…] February 15, 2011 […]
સુંદર પંક્તિની સુંદર રજૂઆત છે, મન ના મોતીડા ને એક માળા માં પરોવવાની કળા છે, આ જીવન.
શું કહેવું ભાઇ વાહ !!!
બહું જ સુંદર રચનાઓ છે,
bahuj saras thi sara koi shabd hoi to kahido…!!!
ભુતકાલનેી યાદ આવેી ગઇ.
સરસ રચના.ભાવિ યુગલને સમર્પન્.
એષા દાદાવાલાનો ઘણો મોડો એવો મારો આ લગ્નની વર્ષગાંઠની રચનાને માણવા સાથે પહેલો પરિચય …પ્રથમ પરિચયે સલામ…અભિનંદન ..અને ઢેર સારી શુભકામના …
bahu j saras thought 6e nice
i read this poem on the priviousday of my aniversary and i like it verymuch. thanks
Let there be a garden full of flowers at the LEFT…for ever…and, both of you have time to enjoy the fragrance.
જે વિવેકભાઈએ કહ્યું તેમાં હું મારો સૂર પુરાવું છું.Well-written,Esha.
ખુબ જ સુન્દ્ ર રચના અભિનન્દન
સરસ,વિચારો નો ફકરો. વચ્ચે વચ્ચે ગમે ત્યા enter મારી, ને બને તે કવિતા.
રમેશ પારેખ સાહેબ ની કવિતાઓ થી પુરક રચનાઓ હોય એવી રચનાઓ ને કવિતા કહેવાની ભુલ નથી કરી.
પણ તોય બધા બોલે એટલે “ખુબ સરસ” બોલવુ રહ્યુ. એમ પણ આપણે ભારતીયો analysis કરતા અનુકરણ માટે વધુ જાણીતા છે.
“જય હો”….ભલે ને પછી કશુ ના હો”
સરસ્…..
ખુબ જ સરસ વિચાર
Khub saras
very nice thought this is really a wonderful gift for every
couples,,,,,,,,
nice,.. superb..
and congratulations!!!!
esha all the best…..
પ્રાસંગિક કવિતા… થોડા સમયમાં આ કવિતા એષાને પણ ભેટ આપી શકાય એવી શક્યતા છે…
એષાને હમણાં જ કવિ શ્રી રાવજી પટેલ પુરસ્કાર એનાયત થયો છે અને એકાદ-બે દિવસમાં મોરારી બાપુને હાથે આ પુરસ્કાર આપવામાં આવશે… એષાને ખૂબ ખૂબ અભિનંદન અને શુભેચ્છાઓ…
સાથે જીવવાનું નક્કી કરીને બેઠેલા
બે જણ સાથે હોય
એ પ્રત્યેક પળે
શરીરની ડાબી બાજુએ
એકાદું ફૂલ ઉગતું જ હોય છે
અને ત્યારે વસંતના આગમનની સાબિતીની જરૂર પડતી નથી..!
ખૂબ સરસ
વાહ ભાઈ વાહ ખૂબજ સરસ
કાવ્ય રચના વાચિ ને સપના મા સરેીપડાય્ છે
અહીં લગ્ન એનીવર્સરીની વાત આવી એટલે ૨૫ મી લગ્નતિથિ પર લખેલી તે રજુ કરુ છુ…
આજના અલ્બમમાં ગઈકાલની યાદો….!!
લાગી એમની લગન અને થઈ ગયા લગ્ન, ભરી આલિંગને વાતુ કરે ને થઈ જાંઊ મગ્ન,
પચ્ચીસ ગુલાબના ફુલો હસે છે ફુલદાની માં,વાત વર્ષોના એહસાસની તે ઉષ્મા હતી યાદોમાં,
નજર મેળે મળે ને હાથેથી મોટા ફુલ ચુંટે, ફરૂં પડખું તોય મારૂં સ્વપ્નું ન તુટે,
પેટ ભરી ને કરીશું વાતું તોય વાતુ ન ખુટે, ભુલામણી છે આંખો મુજને બસ નજરથી લુંટે…..
રેખા શુક્લ( શિકાગો)
Very nice
અતિ સુંદર.કેવી મઝાની અભિવ્યક્તિ!
બહુ સરસ્
લગનનિ વર્શ્ગથ બહુ સરસ્