ચમન તુજને સુમન – કૈલાસ પંડિત

આ ગઝલ મનહર ઉધાસની પહેલી ગુજરાતી ગઝલ છે – અને ગુજરાતી ગઝલોને લોકપ્રિય કરવામાં મનહર ઉધાસનો ફાળો કેટલો મોટો છે, એ કદાચ કોઇ ગુજરાતી ગઝલ પ્રેમીને કહેવાની જરૂર નથી..

સ્વર : મનહર ઉધાસ

.

ચમન તુજને સુમન, મારી જ માફક છેતરી જાશે,
પ્રથમ એ પ્યાર કરશે, ને પછી જખ્મો ધરી જાશે.

અનુભવ ખુબ દુનિયાનો લઇને હું ઘડાયો’તો,
ખબર ન્હોતી તમારી, આંખ મુજને છેતરી જાશે.

ફના થાવાને આવ્યો’તો, પરંતુ એ ખબર ન્હોતી,
કે મુજને બાળવા પ્હેલાં , સ્વયમ્ દીપક ઠરી જાશે.

ભરેલો જામ મેં ઢોળી દીધો’તો એવા આશયથી,
હશે જો લાગણી એના દિલે, પાછો ભરી જાશે.

મરણની બાદ પણ ‘કૈલાસ’ ને બસ રાખજો એમ જ,
કફન ઓઢાવવાથી, લાશની શોભા મરી જાશે.

26 replies on “ચમન તુજને સુમન – કૈલાસ પંડિત”

 1. Kamlesh says:

  કફન ઓઢાવવાથી, લાશની શોભા મરી જાશે.
  Afreeen…….Manhar ane Kailashji ne salaam…….

 2. વાહ જયશ્રીબેન….!
  વર્ષો જુના સંસ્મરણ વળી તાજા કર્યાં તમે તો,આ ગઝલ પ્રસ્તુત કરીને….
  મને આ ગઝલે જ ગઝલ લખતો કર્યો છે…ત્યારે હું જામનગર આયુર્વેદ યુનિ.માં
  B.S.A.M.કરતો’તો ….૧૯૭૮ !
  ખાસ તો,મક્તા તો જુઓ! લાશને વળી શોભા ય હોય !!!!
  બસ,એ જ વાતે હૃદયના ૪ ખાનામાં જાણે પાંચમું ઉમેરી દીધું અને શબ્દો,સંવેદન,અભિવ્યક્તિ બધાનું વલોણું શરૂ થયું તે આજની તારીખ સુધી હજુ ય …..ઘૂમરાય છે!
  મારો પ્રથમ ગઝલ સંગ્રહ -તુષાર -ત્યારે પ્રગટ થયેલો,પૂ ઘાયલકાકાના આશીર્વાદથી…
  મનહરભાઈને મળ્યો ત્યારેય મેં આ વાત કરી’તી, ત્યારે એમણે શું કહ્યું ખબર છે?
  મને પણ આ જ ગઝલે ગુજરાતી ગઝલો ગાતો કર્યો છે…મહેશભાઈ…!
  હમણાં જ,શ્રી આદિલસાહેબ,શોભિત દેસાઈ સાથે પણ આ જ વાત થયેલી રાજકોટ સરકીટ હાઉસમાં…..

 3. Pravin Shah says:

  ફના થાવાને આવ્યો’તો, પરંતુ એ ખબર ન્હોતી,
  કે મુજને બાળવા પ્હેલાં , સ્વયમ્ દીપક ઠરી જાશે.

  આ શેર ખૂબ ગમ્યો.
  સુંદર ગઝલ !

 4. સરળ ગઝલ અને એથીય વધુ સહજ ગાયકીએ આ ગઝલને એક નવું જ આયામ બક્ષ્યો…

  • Jawahar says:

   વિવેકભાઈ, “નવું જ આયામ બક્ષ્યો…” વર્ણસંકર થઈ જાય છે, કાં તો નવું જ આયામ બક્ષ્યું થાય અને કાં તો નવો જ આયામ બક્ષ્યો… શું લાગે છે?

 5. mukesh parikh says:

  ફના થાવાને આવ્યો’તો, પરંતુ એ ખબર ન્હોતી,
  કે મુજને બાળવા પ્હેલાં , સ્વયમ્ દીપક ઠરી જાશે.

  શું કહેવું સમજાતું નથી અને કહ્યા વગર રહેવાતું નથી…..
  ‘મુકેશ’ ગઝલ માં છૂપાયેલું દર્દ ચૂપચાપ સહેવાતું નથી…..

  ‘મુકેશ’

 6. Sagar says:

  અનુભવ ખુબ દુનિયાનો લઇને હું ઘડાયો’તો,
  ખબર ન્હોતી તમારી, આંખ મુજને છેતરી જાશે

  ભરેલો જામ મેં ઢોળી દીધો’તો એવા આશયથી,
  હશે જો લાગણી એના દિલે, પાછો ભરી જાશે.

  અદભુત રચના

 7. ramesh oza says:

  આ ગઝલ ખુબ લાગણિશિલ ચ્હ્હે.
  મનહરભુએ ખુબજ સુન્દર ગાયુ ચ્હે

 8. bhruguraj says:

  khbubaj saras gazal che… varam var sabhdva nu maan thai che…

 9. shah says:

  ખરેખર કૈલાશ પંડિત એટલે કૈલાશ પંડિત.

 10. Nayan Shah says:

  Heard this Gazal after 20 yrs. and amaizingly could sing with it.One of my favourates.Pl. keep up the good work Jayshreeben.Thankyou.

 11. Dilip says:

  આ ગિત મને બહુજ ગમે છે.

 12. Divyang says:

  Nice one, But what to do to play it OFFLINE, Can Anyone help me out.

 13. shankar says:

  hello very nice ghazal.. can u plz send it to me please… i would b thankful to u really…

 14. damini says:

  thank u very much for placing this song. very long time i heard it .its my one of favourets
  songs.
  thangs again.

 15. Ravindra Patel says:

  It’s nice to here this Gazal after lon time and reammber.

 16. Prof. Nayan Sonara says:

  It’s a very nice gazhal. I have no words. Sir Kailas Pandit and Manhar Udhas are great.

 17. કૈલાશભાઈ+મન્હરભાઈ=સોનુ+સુગન્ધ

 18. bhavesh vyas says:

  આ ગઝલ ખુબ ગમિ.આભાર

 19. asha says:

  …ચમન તુજને સુમન, મારી જ માફક છેતરી જાશે,
  પ્રથમ એ પ્યાર કરશે, ને પછી જખ્મો ધરી જાશે…

  …ભરેલો જામ મેં ઢોળી દીધો’તો એવા આશયથી,
  હશે જો લાગણી એના દિલે, પાછો ભરી જાશે…

  one of my favorite gazal!

 20. TARUN THAKKAR says:

  શબ્દ નથિ આ ગઝલ માટે બોલવા…ખુબ ખુબ ધન્યવાદ્

 21. rakesh says:

  ખરેખર અદભુત

 22. indravadansinh says:

  ભરેલો જામ મેં ઢોળી દીધો’તો એવા આશયથી,
  હશે જો લાગણી એના દિલે, પાછો ભરી જાશે.

 23. indravadansinh says:

  ફના થાવાને આવ્યો’તો, પરંતુ એ ખબર ન્હોતી,
  કે મુજને બાળવા પ્હેલાં , સ્વયમ્ દીપક ઠરી જાશે.

  ઘાયલની ગત ઘાયલ જ જાણૅ………

 24. i wold sugget that explaning meaning of gazal if added to this web site thing would become more intersting..narendra

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *