ટહુકો પર ૧૦૦૦ પોસ્ટ મુકાયાના અવસર પર કવિ શ્રી કૃષ્ણ દવે એ ખાસ ટહુકો અને એના વાચકો માટે મોકલેલી કાવ્યાત્મક શુભેચ્છાઓ..
પાંદડી પર લ્હેરખીથી તું લખે કાગળ ને હું વાંચુ જ નહીં એવું બને કંઇ?
મ્હેંકનું પુસ્તક ઉઘાડું ને પ્રથમ પાને સ્વયમ ઝાકળ ને હું વાંચુ જ નહીં એવું બને કંઇ?
હું તો બસ એકાદ બે ખોબો ભરી મારી તરસ પરબીડીયામાં સાવ આમ જ મોકલું ને-
તરત પ્રત્યુત્તરમાં છલકતા મળે વાદળ ને હું વાચું જ નહીં એવું બને કંઇ?
જેમ બાળક પ્હેલવેલો એકડો ઘૂંટે ને દેખાડે બધાને હોંશથી એવી જ રીતે-
આંગણામાં સ્હેજ ભીની માટીએ ઘૂંટી હતી કૂંપળ ને હું વાચું જ નહીં એવું બને કંઇ?
એ જ તો ખૂબી છે પર્વતની ઉકેલી જો શકો તો કંઇક ઉગી જાય અંદર એટલી ભીની લીંપીથી-
પથ્થરોના પૃષ્ઠ પર છાપ્યા કરે ખળખળ ને હું વાચું જ નહીં એવું બને કંઇ?
ખુદની ઓળખને કદિ ભૂલ્યો નથીને એટલે તો આ મજા લૂંટી રહ્યો છું
ને જુઓ હું મૂળ મુકી જ્યાં ઉભો છું એ ભૂમી એ તળ ને હું વાચું જ નહીં એવું બને કંઇ?
– કૃષ્ણ દવે
તમો લખો અને હુ વાચુ જ નહિ એવુ બને નહિ ….ખુબ સરસ,ગઝલ.. ગણપત પરમાર
પાંદડી પર લ્હેરખીથી તું લખે કાગળ ને હું વાંચુ જ નહીં એવું બને કંઇ?
મ્હેંકનું પુસ્તક ઉઘાડું ને પ્રથમ પાને સ્વયમ ઝાકળ ને હું વાંચુ જ નહીં એવું બને કંઇ?
જેમની પ્રતિક્ષા જીવન ભર હોઇ તેને ઓળખીએજ નહિં એવું બને કંઇ?
ખૂબસુરત…
હું તો બસ એકાદ બે ખોબો ભરી મારી તરસ પરબીડીયામાં સાવ આમ જ મોકલું ને-
તરત પ્રત્યુત્તરમાં છલકતા મળે વાદળ ને હું વાચું જ નહીં એવું બને કંઇ?
same level that we expected from krushna dave.
અક્ષર પરથી આંખો સરકે ને છેક છાતીમાં ધ્રિબક ધ્રીબક ?! કોઈ જો કહેત તૉ લાગલુ જ કહી દેત કે એવું બને કંઈ?!!
કૃષ્ણ દવે લખે અને મુકેશ ન વાંચે એવું બને કાંઈ……
અને વાંચ્યા પચી વખાણે નહિ એવું બને કાંઈ…….
બહુ સરસ રચના..
‘મુકેશ’
જે ભાવથી કૃષ્ણભાઈ આ ગઝલ સંભળાવે ત્યારે એમ જ લાગે કે,
બસ ખાલી લખી નથી ગઝલ … પણ તેને જીવી છે.
સુંદર મજાની ગઝલ… છંદના વધારાના આવર્તનો, લાંબી રદીફ અને આવર્તનમાં થતી રહેતી અનિયત વધ-ઘટને કારણે ગઝલ ઓર આસ્વાદ્ય બની રહે છે…
હું તો બસ એકાદ બે ખોબો ભરી મારી તરસ પરબીડીયામાં સાવ આમ જ મોકલું ને-
તરત પ્રત્યુત્તરમાં છલકતા મળે વાદળ ને હું વાચું જ નહીં એવું બને કંઇ?
સરસ !
૧૦૦૦મી પોસ્ટ અને આ સુંદર UI માટે ખુબ ખુબ અભીનંદન
૧૦૦૦ વાર ટહુકવા બદલ હાર્દિક અભિનંદન અને લીલેરી સફર માટે શુભેચ્છાઓ!
સુધીર પટેલ.
Wah,very nice layout…and a nice post too…congrates and thanks….
Nice one.
Congrats on getting 1000 🙂
Happy to see the new look of the website.